Saturday, November 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકન્હૈયાલાલ હત્યા કેસમાં SDPI-PFI કનેક્શન સામે આવ્યું: SDPIનો સક્રિય સભ્ય હતો હત્યારો...

    કન્હૈયાલાલ હત્યા કેસમાં SDPI-PFI કનેક્શન સામે આવ્યું: SDPIનો સક્રિય સભ્ય હતો હત્યારો રિયાઝ અત્તારી, 2019માં સામેલ થયો હતો

    આશંકા છે કે PFI દ્વારા 20 જૂન 2022ના રોજ આયોજિત એક રેલી દરમિયાન કન્હૈયાલાલની હત્યાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું હશે તેવી આશંકા છે. PFI દ્વારા નૂપુર શર્માના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસ મામલે કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન SDPI કનેક્શન સામે આવ્યું છે. SDPI એટલે કે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયા એક રાજનીતિક પાર્ટી છે, જે કટ્ટરપંથી સંગઠન PFI સાથે જોડાયેલું છે. 

    કન્હૈયાલાલ હત્યા કેસની તપાસ કરતી એજન્સી NIA દ્વારા કેસમાં વધુ એક આરોપી ફરહાદ મોહમ્મદ શેખ ઉર્ફે બાબલાની ધરપકડ કરવામાં આવી છે. આશંકા છે કે PFI દ્વારા 20 જૂન 2022ના રોજ આયોજિત એક રેલી દરમિયાન કન્હૈયાલાલની હત્યાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું હશે તેવી આશંકા છે. PFI દ્વારા નૂપુર શર્માના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

    હિંદુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, કન્હૈયાલાલ હત્યા કેસમાં મુખ્ય આરોપી રિયાઝ અત્તારી વર્ષ 2019 માં SDPI સાથે જોડાયો હતો અને સંગઠનનો સક્રિય સભ્ય હતો. પકડાયેલા આરોપી બાબલાએ પણ પૂછપરછ દરમિયાન PFI અને SDPI લિંક અંગે કબૂલાત કરી હતી. 

    - Advertisement -

    એજન્સીને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, 20 જૂનની રેલી બાદ ગૌસ મોહમ્મદ અને તેના ઇસ્લામી સાથીઓ દ્વારા કન્હૈયાલાલને સતત ધમકીઓ આપવામાં આવી રહી હતી. જે મામલે કન્હૈયાલાલે પોલીસનો સંપર્ક પણ કર્યો હતો પરંતુ પોલીસે તેમને અવગણીને પૂરતો સહકાર આપ્યો ન હતો. 

    બીજી તરફ, અમરાવતીમાં થયેલી ઉમેશ કોલ્હેની હત્યા મામલે પણ આવાં કટ્ટરપંથી સંગઠનો અને વિદેશી કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. હાલ બંને કેસમાં આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો CSFLને મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ બાદ જ વધુ જાણકારી મળી શકશે. 

    આ પહેલાં દિલ્હી રમખાણોથી લઈને કેટલાક વિસ્તારોમાં હિંદુઓ પર થતા હુમલામાં SDPI-PFIનાં નામ સામે આવી ચૂક્યાં છે. કાનપુરમાં થયેલાં તોફાનોમાં પણ આ સંગઠનનું નામ સામે આવ્યું હતું. તદુપરાંત PFIએ કેરળમાં સીએએના વિરોધમાં આંદોલનો પણ આયોજિત કર્યાં હતાં તેમજ SDPI દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં ચાલેલા ખેડૂત આંદોલનને પણ સમર્થન આપવામાં આવ્યું હતું. તાજેતરમાં ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાના મા કાળી અંગેના વિવાદિત નિવેદનને પણ આ સંગઠને સમર્થન આપ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે ગત 28 જૂનના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ નામના હિંદુ ટેલરની તેમની દુકાનમાં ઘૂસીને કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી. હત્યારાઓ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદ ગ્રાહકો બનીને દુકાનમાં ઘૂસ્યા હતા અને કન્હૈયાલાલનું ગળું કાપી હત્યા કરી નાંખી હતી. તેમણે ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો. કન્હૈયાલાલની હત્યા પાછળનું કારણ એ હતું કે તેમણે નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. 

    આવી જ એક ઘટના મહારાષ્ટ્રના અમરાવતીમાં બની હતી. જ્યાં 21 જૂનના રોજ ઉમેશ કોલ્હે નામના એક કેમિસ્ટની કટ્ટર ઇસ્લામીઓએ હત્યા કરી નાંખી હતી. ઉમેશે નૂપુરના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી, જેને તેમના જ મિત્ર યુસુફે વાયરલ કરી હત્યારાઓને ઉશ્કેરતા 21 જૂનના રોજ ઉમેશની હત્યા કરી નાંખવામાં આવી હતી. બંને કેસની તપાસ ગૃહમંત્રીએ NIAને સોંપી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં