Friday, May 3, 2024
More
    હોમપેજદેશઇન્દોરમાં હિંદુઓના ધર્માંતરણનો પ્રયાસ: મકાનમાં 200 લોકોને ભેગા કરીને કરાવાઈ રહી હતી...

    ઇન્દોરમાં હિંદુઓના ધર્માંતરણનો પ્રયાસ: મકાનમાં 200 લોકોને ભેગા કરીને કરાવાઈ રહી હતી ‘ઈસુ પ્રાર્થના’, બજરંગ દળનું વિરોધ પ્રદર્શન

    બજરંગ દળના કાર્યકરો ઘટનાસ્થળે ગયા અને જોયું કે ખ્રિસ્તી ધર્મના લોકો હિંદુઓને ઈસુની પ્રાર્થના કરાવી રહ્યા છે. તેમજ સ્થળ પર જ ખ્રિસ્તી ધર્મને લગતાં પુસ્તકો અને પોસ્ટરો મળી આવ્યાં હતાં.

    - Advertisement -

    મધ્યપ્રદેશના ઈન્દોરમાં ધર્મ પરિવર્તન કરાવવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે 200થી વધુ હિંદુઓને ભેગા કરીને તેમને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવાની યોજના હતી. જોકે હિંદુ સંગઠનોને આ બાબતની જાણકારી મળતાં જ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે કહ્યું કે, તેઓ આ કેસમાં તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરશે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો ઈન્દોરના હીરા નગર પોલીસ સ્ટેશન વિસ્તારના મંગલ નગર વિસ્તારનો છે. અહીં એક ભાડાના મકાનમાં ઇન્દોર અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા હિંદુઓ ભેગા થયા હતા. બજરંગ દળે આરોપ લગાવ્યો છે કે આ ઘરમાં દર રવિવારે નમાઝ પઢવામાં આવે છે. આ રવિવારે (6 ઓગસ્ટ, 2023) પણ પ્રાર્થના સભાઓના નામે ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું. બજરંગ દળના કાર્યકરો ઘટનાસ્થળે ગયા અને જોયું કે ખ્રિસ્તી ધર્મના લોકો હિંદુઓને ઈસુની પ્રાર્થના કરાવી રહ્યા છે. તેમજ સ્થળ પર જ ખ્રિસ્તી ધર્મને લગતાં પુસ્તકો અને પોસ્ટરો મળી આવ્યાં હતાં.

    આ વાતની પુષ્ટિ કરવા માટે બજરંગ દળના કાર્યકરોએ ત્યાં હાજર લોકોના ઓળખપત્રો પણ ચેક કર્યાં હતાં. આ સમય દરમિયાન ખુલાસો થયો હતો કે ત્યાં આવનારા લોકોમાં મોટાભાગના લોકો હિંદુ હતા. ત્યારબાદ તેમણે હોબાળો મચાવ્યો હતો. ટીવી9ના એક રિપોર્ટ અનુસાર, હિંદુઓને ખાતરી આપવામાં આવી હતી કે તેઓ ધર્મ પરિવર્તન કરી લેશે તો તેમને આર્થિક મદદ કરવામાં આવશે. આ સાથે ઈસુની પ્રાર્થના કરવા પર ઘર-પરિવારમાં સૌનું સ્વાસ્થ્ય સારું રહેશે તેવી વાતો કહેવામાં આવી હતી. 

    - Advertisement -

    ઈન્દોરમાં ચાલતા ધર્મ પરિવર્તન માટેના પ્રયાસો અંગે માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પી.એસ.શર્માએ કહ્યું કે અહીં આવેલા લોકોનાં નિવેદન નોંધવામાં આવશે. સાથે જ તેઓ અહીં કેમ અને કોના બોલાવવા પર આવ્યા તેની પણ માહિતી તેમની પાસેથી મેળવવામાં આવશે. ધર્માંતરણ વિશે માહિતી મળ્યા બાદ સંબંધિત ખ્રિસ્તીઓ વિરુદ્ધ ધર્મ પરિવર્તન સહિત અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે. બીજી તરફ આ મામલાનો ભાંડો ફોડનાર હિંદુ સંગઠન બજરંગ દળે પણ કેસની યોગ્ય અને ત્વરિત તપાસ માટે પોલીસને અરજી આપી હતી.

    ઉલ્લેખનીય છે કે દેશમાંથી ધર્માંતરણના મામલા અવારનવાર સામે આવતા જ રહે છે, જેમાં ભોળા હિંદુઓને લોભ-લાલચ આપીને ખ્રિસ્તી કે ઇસ્લામમાં પરિવર્તિત કરવામાં આવતા હોય છે. ગુજરાતના ડાંગ અને તાપી જિલ્લાઓ ધર્માંતરણથી સૌથી વધુ પ્રભાવિત છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં