Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'મઝહબી વિચારધારા' અને 'ભારત વિરોધી મનસૂબા': રામનવમી પર દેશમાં થયેલી હિંસા પર...

    ‘મઝહબી વિચારધારા’ અને ‘ભારત વિરોધી મનસૂબા’: રામનવમી પર દેશમાં થયેલી હિંસા પર ઇસ્લામિક સહયોગ સંગઠનના પ્રોપગેંડા ફેલાવવાના પ્રયત્ન પર ભારત સરકારે જડબાતોડ જવાબ આપ્યો

    OICના નિવેદનમાં મુસ્લિમોને પીડિત બતાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યાં છે, તેમણે "ઇસ્લામોફોબિયા" નામનો શબ્દ પણ પોતાના આધિકારિક નિવેદનમાં વાપર્યો છે.

    - Advertisement -

    ઇસ્લામિક દેશોના સંગઠન OIC (Organisation of Islamic Cooperation) એટલે કે ઇસ્લામિક સહયોગ સંગઠન દ્વારા ભારતમાં રામનવમી દરમિયાન થયેલી હિંસાને લઈને પ્રોપગેંડા ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય મુસ્લિમો વિષે ચિંતા વ્યક્ત કરવાના નામે હિંદુઓને કટ્ટરપંથી અને મુસ્લિમોને પીડિત દેખાડવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ રામનવમી પર હિંસા બાબતે OICના પ્રોપગેંડા ફેલાવવાના પ્રયત્ન પર ભારત સરકારે જડબાતોડ જવાબ આપ્યો હતો.

    અહેવાલો અનુસાર રામનવમી પર હિંસા બાબતે OICના પ્રોપગેંડા ફેલાવવાના પ્રયત્ન પર ભારત સરકારે જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે તેમની આ પ્રતિક્રિયા મજહબી વિચારશ્રેણી અને ભારત વિરોધી એજંડાનું મોટું ઉદાહરણ છે.

    વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ OICની પ્રતિક્રિયા પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “OIC સચિવાલય તરફથી જાહેર કરવામાં આવેલા ભારત વિશેના નિવેદનની આકરી નિંદા કરીએ છીએ. તેમનું આ નિવેદન તેમની સાંપ્રદાયિક માનસિકતા અને ભારત વિરોધી એજંડાનું વધુ એક ઉદાહરણ છે. ભારત વિરોધી તાકતોના ઝાંસામાં આવીને OIC તેમની પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યું છે.”

    - Advertisement -

    શું હતું OICનું વાંધાજનક નિવેદન?

    તાજેતરમાં રામનવમી પર દેશ ભરમાં થયેલી હિંસાની ઘટનાઓને ટાંકીને ઓઆઈસીએ 4 એપ્રિલના રોજ એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, “OIC સચિવાલય રામનવમી શોભા યાત્રા દરમિયાન ભારતના ઘણા રાજ્યોમાં મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવેલી હિંસા અને તોડફોડની ઘટનાઓથી ચિંતિત છે. કટ્ટરપંથી હિન્દુઓના ટોળાએ 31 માર્ચે બિહારશરીફમાં એક મદરેસા અને પુસ્તકાલયને આગ ચાંપી દીધી હતી. OIC ભારતીય અધિકારીઓને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને દેશમાં મુસ્લિમોની સલામતી અને સલામતી સુનિશ્ચિત કરવા આહ્વાન કરે છે.”

    OIC ના આ નિવેદન બાદ ભારત સરકારે રોકડો જવાબ આપતા પ્રતિક્રિયા આપી હતી. અહી નોંધનીય છે કે ભારતના 7 રાજ્યોના અનેક જગ્યાએ રામનવમી શોભા યાત્રાને નિશાન બનાવી તેના પર હુમલાઓ થવાની અનેક ઘટનાઓ સામે આવી હતી. જેમાં મોટા ભાગના કિસ્સાઓમાં શોભા યાત્રા પર હુમલા મસ્જિદ પાસે જ થયા છે.

    ગુજરાતના વડોદરામાં, પશ્ચિમ બંગાળના હાવડામાં અને બિહારના સાસારામ અને બિહારશરીફમાં પણ હિંસા થઈ છે. બિહારશરીફમાં મદરેસા સળગાવવાની ઘટના સામે આવી છે. અહીં આગ કેવી રીતે લાગી તે સ્પષ્ટ થઈ શક્યું નથી. કેટલાક લોકો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે તોફાનીઓએ પોતાને પીડિત બતાવવા માટે જાણી જોઈને આગ લગાવી હોઈ શકે.

    OICના નિવેદનમાં મુસ્લિમોને પીડિત બતાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યાં છે, તેમણે “ઇસ્લામોફોબિયા” નામનો શબ્દ પણ પોતાના આધિકારિક નિવેદનમાં વાપર્યો છે.

    જોકે આ કોઈ પહેલી વાર નથી કે OIC એ ભારતની કોઈ આંતરિક બાબતમાં ભારતને મુસ્લિમ વિરોધી ગણાવીને પ્રોપગેંડા ચલાવ્યો હોય. આ પહેલા પયગંબર મોહમ્મદ પર કરાયેલી કથિત વિવાદિત ટિપ્પણી મામલે OIC એ ભારતને ઘેરતું નિવેદન આપ્યું હતું. તે સમયે પણ વિદેશ મંત્રાલયે પણ વળતો પ્રહાર કરીને રોકડો જવાબ આપતા OICની ટિપ્પણીની આકરી ટીકા કરી અને તેને ‘અયોગ્ય અને સંકુચિત માનસિકતા’વાળી ગણાવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં