Thursday, April 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટવધુ એક વાર હિંદુ અસ્થા પર હુમલો; મધ્યપ્રદેશના દમોહમાં શમશેર ખાને ...

  વધુ એક વાર હિંદુ અસ્થા પર હુમલો; મધ્યપ્રદેશના દમોહમાં શમશેર ખાને પથ્થર મારીને શિવલિંગ ખંડિત કરતા ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ

  આ પહેલા પણ ઈન્દોર શહેરના સંયોગિતાગંજ પોલીસ મથક વિસ્તારમાં મહિલાઓએ ફરિયાદ કરી હતી કે વસીમ નામનો એક ઈસમ શિવમંદિરના ગર્ભગૃહમાં બેસી રહે છે અને ત્યાં અશ્લીલ હરકતો કરતો રહે છે. જેના કારણે ઘણી મહિલાઓએ ત્યાં જવાનું બંધ કરી દીધું હતું.

  - Advertisement -

  મધ્યપ્રદેશના દમોહમાં શમશેર ખાને પત્થર મારીને શિવલિંગ ખંડિત કરતા વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આરોપી શમશેર ખાન શિવલિંગ ખંડિત કર્યા બાદ ઘટના સ્થળેથી ભાગી છુટ્યો હતો. જે પછી હિંદુ સમુદાયે ઉગ્ર વિરોધ દર્શાવતા પોલીસે ઘટના સ્થળે ભારે માત્રામાં બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી. હાલ આરોપીની ધરપકડ કરીને તેના વિરુદ્ધ ધારા ધોરણ મુજબ કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

  અહેવાલો અનુસાર આ ઘટના રવિવાર (18 ડીસેમ્બર 2022) ના રોજ ઘટી હતી. મધ્યપ્રદેશના દમોહ ખાતે બીલવારી મહોલ્લામાં એક પ્રાચીન હનુમાન-શિવ મંદિર આવેલું છે, જ્યાં અનેક હિંદુ દેવી દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, સ્થાનીક હિંદુ સમુદાયમાં આ મંદિર પ્રત્યે ઊંડી ધાર્મિક આસ્થા જોડાયેલી છે, ગત રવિવારે આરોપી શમશેર ખાન મોટો પત્થર લઈને મંદિરની બહાર ફરી રહ્યો હતો, આ દરમિયાન શ્રધ્ધાળુઓની અવર-જવર ઓછી થતાંજ તેણે હાથમાં રહેલો મોટો પત્થર શિવલિંગ પર માર્યો હતો જેના કારણે શિવલિંગ ખંડિત થઈ ગયું હતું. હાજર લોકોએ આરોપીની કરતુત જોતાં જ તેને પકડવાની કોશિશ કરી હતી પરંતુ તે નાસી છૂટ્યો હતો, આ દરમિયાન શમશેર ખાને પત્થર મારીને શિવલિંગ ખંડિત કર્યું હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં હિંદુઓ મંદિરે એકઠા થઇ ગયા હતા.

  શિવલિંગ ખંડિત થતા વિસ્તારમાં તંગદિલી

  - Advertisement -

  શમશેર ખાને પત્થર મારીને શિવલિંગ ખંડિત કાર્ય બાદ આખા વિસ્તારમાં તંગદિલી નો માહોલ સર્જાયો હતો. ઘટના બાદ લોકોમાં રોષ વધી ગયો હતો. જગેશ્વરનાથ ધામ મંદિર, બંદકપુરથી પરત ફરી રહેલા કેટલાક હિન્દુ સંગઠનોના લોકોએ પોતાની નજરે આ ઘટના જોઈ અને આરોપી શમશેર ખાનને પકડી પણ લીધો હતો પરંતુ આરોપી તેમના હાથેથી છૂટીને ભાગવામાં સફળ રહ્યો હતો. જેને લઈને હિંદુ સંગઠનોએ વિસ્તારમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં ટોળા એકઠા થઇ જતા પોલીસે તાત્કાલિક વિસ્તારને ઘેરીને મામલો થાળે પાડવા મથામણ કરવી પાડી હતી.

  શમશેર ખાનની ધરપકડ બાદ પરિસ્થિતિ કાબુમાં

  ઘટનાના સમાચાર ફેલાતા જ હિન્દુવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકો બિલવારી વિસ્તારમાં એકઠા થઈ ગયા હતા. જેના કારણે વિસ્તારમાં તણાવ વધી ગયો હતો. તણાવને જોતા પોલીસે સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દીધો હતો અને મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવી હતી. પોલીસે ચારેબાજુ ઘેરાબંધી કરીને મોડી રાત્રે આરોપી શમશેર ખાનની ધરપકડ કરી હતી. આ વાતની પુષ્ટિ કરતા એડિશનલ એસપી શિવકુમાર સિંહે કહ્યું કે આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેમના જણાવ્યા અનુસાર મોનુને પૂછપરછ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અન્ય એક અહેવાલ મુજબ, મોનુ ખાને આ ઘટના પહેલા પણ આ વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ ફેલાવવાકાવતરું ઘડી ચુક્યો છે.

  આ પહેલા વસીમ શિવ મંદિરમાં અશ્લીલ હરકતો કરતો ઝડપાયો હતો

  નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ મધ્ય પ્રદેશના જ ઇન્દોર ખાતે એક શિવમંદિરના ગર્ભગૃહમાં વસીમ નામના એક મુસ્લિમ યુવકને પોલીસે ઝડપ્યો હતો. ઈન્દોર શહેરના સંયોગિતાગંજ પોલીસ મથક વિસ્તારમાં મહિલાઓએ ફરિયાદ કરી હતી કે વસીમ નામનો એક ઈસમ શિવમંદિરના ગર્ભગૃહમાં બેસી રહે છે અને ત્યાં અશ્લીલ હરકતો કરતો રહે છે. જેના કારણે ઘણી મહિલાઓએ ત્યાં જવાનું બંધ કરી દીધું હતું. દરમ્યાન, કેટલીક મહિલાઓએ આરોપીની હરકતોનો વિડીયો ઉતારી લીધો હતો. જે ત્યારબાદ સ્થાનિક કોર્પોરેટરને આપી દીધો હતો. જેમણે મહિલાઓ સાથે પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે વસીમની ધરપકડ કરી લીધી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં