Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશિવમંદિરના ગર્ભગૃહમાં અશ્લીલ હરકતો કરી રહ્યો હતો વસીમ, મહિલાઓને પણ ક્ષોભજનક સ્થિતિમાં...

    શિવમંદિરના ગર્ભગૃહમાં અશ્લીલ હરકતો કરી રહ્યો હતો વસીમ, મહિલાઓને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકી: પોલીસે ઝડપી લીધો

    ધરપકડ બાદ આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો તો બીજી તરફ હિંદુ સંગઠનો અને સ્થાનિકોએ મંદિરની સુરક્ષામાં વધારો કરવાની માંગ કરી છે.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના ઇન્દોર સ્થિત એક શિવમંદિરના ગર્ભગૃહમાં અશ્લીલ હરકતો કરનારા એક મુસ્લિમ યુવકને પોલીસે ઝડપી લીધો છે. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. ત્યારબાદ આ મામલે પોલીસે FIR દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. 

    ઘટના ઇન્દોર શહેરના સંયોગિતાગંજ પોલીસ મથક વિસ્તારની છે. અહીંની મહિલાઓએ ફરિયાદ કરી હતી કે વસીમ નામનો એક ઈસમ શિવમંદિરના ગર્ભગૃહમાં બેસી રહે છે અને ત્યાં અશ્લીલ હરકતો કરતો રહે છે. જેના કારણે ઘણી મહિલાઓએ ત્યાં જવાનું બંધ કરી દીધું હતું. 

    દરમ્યાન, કેટલીક મહિલાઓએ આરોપીની હરકતોનો વિડીયો ઉતારી લીધો હતો. જે ત્યારબાદ સ્થાનિક કોર્પોરેટરને આપી દીધો હતો. જેમણે મહિલાઓ સાથે પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી હતી અને તપાસ કરીને મામલાની કડક કાર્યવાહી કરવા માટે વિનંતી કરી હતી. 

    - Advertisement -

    મહિલાઓ, કોર્પોરેટર અને સ્થાનિકોએ પોલીસને વિડીયો બતાવ્યો હતો, જેમાં આરોપી મંદિરના ગર્ભગૃહમાં અશ્લીલ હરકતો કરતો જોવા મળે છે. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. 

    તપાસ શરૂ કર્યાના ગણતરીના કલાકોમાં જ પોલીસે વસીમની ધરપકડ કરી લીધી હતી. પોલીસે મંદિરના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં આરોપી ઓળખાઈ ગયો હતો. ત્યારબાદ તેને પકડી લેવામાં આવ્યો હતો. પોલીસે શનિવારે મોડી રાત્રે આરોપીની ધરપકડ કરી લીધી હતી. 

    ઇન્દોરના સંયોગિતાગંજ પોલીસ મથકના SHO તહજીબ કાજીએ આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, “કાલે સૂચના મળી હતી કે પ્રકાશ નગરમાં એક મંદિરમાં એક અજ્ઞાત વ્યક્તિએ અશ્લીલ હરકતો કરી છે. લોકો દ્વારા આપવામાં આવેલ રિપોર્ટના આધારે મામલાની તપાસ કરવામાં આવી. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેનું નામ ઘંટી ઉર્ફ વસીમ છે. આગળની તપાસ ચાલી રહી છે.” 

    પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી સાયકલના પંચર સુધારવાની એક દુકાન ચલાવે છે. ઉપરાંત તેની સામે પહેલેથી જ ક્રિમિનલ કેસ દાખલ થયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેની સામે NSA (રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન) હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

    ધરપકડ બાદ આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો તો બીજી તરફ હિંદુ સંગઠનો અને સ્થાનિકોએ મંદિરની સુરક્ષામાં વધારો કરવાની માંગ કરી છે. તેમજ લોકોએ મળીને મંદિરનું શુદ્ધિકરણ પણ કર્યું હતું. પોલીસે યોગ્ય કર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યા બાદ માહોલ શાંત પડી શક્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં