સોમવારે (17 માર્ચ, 2025) મહારાષ્ટ્રના (Maharashtra) નાગપુરમાં (Nagpur) થયેલી હિંદુવિરોધી હિંસાએ (Anti-Hindu Violence) સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. નાગપુર હિંસા દરમિયાન મુસ્લિમ ટોળાંએ (Muslim Mob) હિંદુઓના ઘરો અને વાહનોને નિશાન બનાવ્યા હતા. જેના કારણે લોકોમાં ભય અને રોષ પણ ફેલાયો હતો. ઘટના બાદ હવે સ્થાનિક હિંદુઓએ પોતાની આપવીતી વર્ણવી છે. સ્થાનિક હિંદુઓએ જણાવ્યું છે કે, મુસ્લિમ ટોળાંએ તુલસીનો છોડ તોડી નાખ્યો હતો અને વાહનોમાં રાખેલી દેવતાઓની મૂર્તિઓને જોઈને આગ ચાંપી દીધી હતી.
ટાઈમ્સ નાઉ નવભારત સાથે વાત કરતા એક હિંદુ મહિલાએ કહ્યું કે, “તેમણે (મુસ્લિમ ટોળાંએ) તુલસીનો છોડ ફેંકી દીધો હતો, ગાળો આપી હતી અને ભડકાઉ નારા પણ લગાવ્યા હતા.” અન્ય એક મહિલાએ કહ્યું કે, “તેઓ બૂમો પાડી રહ્યા હતા કે, નાગપુરમાં હિંદુઓને રહેવા દેશે નહીં.” ઓટો રિક્ષાચાલકને ધમકી પણ આપવામાં આવી હતી કે જો તે અંદર પ્રવેશ કરશે તો તેને કાપી નાખવામાં આવશે.
Aurangzeb ke ρille identified Tulsi plants and attacked Hindu houses. Each time you think they can't go any lower, they prove you wrong! #NagpurViolence pic.twitter.com/oS6Inep2sF
— Alpaca Girl🇮🇳 (@Alpakanya) March 19, 2025
હિંદુઓએ ઘટસ્ફોટ કર્યો કે, હુમલાખોરોએ વાહનો પર સ્વસ્તિક અને મૂર્તિઓ જોયા પછી તે વાહનોને સળગાવી દીધા હતા, જ્યારે મુસ્લિમ ઘરો અને વાહનોને સ્પર્શ પણ કરવામાં આવ્યો ન હતો. સાક્ષીઓએ જણાવ્યું હતું કે, નકાબધારી હુમલાખોરો પેટ્રોલ બૉમ્બ, પથ્થરો અને હથિયારોથી સજ્જ હતા. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, “તેમણે બાળકો પર પણ પથ્થરમારો કર્યો હતો, બે પોલીસ વાહનો અને એક માર્ગ બાંધકામ ક્રેનને આગ ચાંપી દીધી દીધી હતી.”
ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, ટોળાંએ હિંદુ પોલીસકર્મીઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને પેટ્રોલ બૉમ્બથી હુમલો પણ કર્યો હતો. ઘાયલોમાં મોટાભાગના 24થી 40 વર્ષની વયના પુરુષો છે, જેમને માથામાં ઈજા થઈ હતી. તે સિવાય ઘણાને સર્જરીની જરૂર પણ પડી હતી.
‘જો અમને પકડી લીધા હોત તો?’- હિંદુ મહિલા
નાગપુર હિંસાને લઈને મહિલાઓની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઉભા થયા હતા. આ ઘટનાને લઈને એક હિંદુ મહિલાએ કહ્યું કે, “જો તેઓ કોઈને પકડી લેત તો શું થાત?” ટોળાંમાં મોટેભાગે કિશોરો હતા. અત્યાર સુધીમાં પોલીસે માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાન સહિત 84 લોકોની ધરપકડ કરી છે. માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટીના નાગપુર શહેર પ્રમુખ ફહીમ પર 500થી વધુ લોકોને ઉશ્કેરવાનો આરોપ છે. DCP લોહિત મતાનીએ જણાવ્યું હતું કે, ચાર FIR નોંધવામાં આવી છે, જેમાં ફહીમ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ પણ છે. તેમના ભડકાઉ ભાષણનો વિડીયો પણ સામે આવ્યો છે.
વધુમાં નાગપુર હિંસામાં બાંગ્લાદેશી કનેક્શન પણ પ્રકાશમાં આવ્યું હોવાના સમાચાર છે. સાયબર સેલે અફવા ફેલાવતા 97 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઓળખ કરી છે. તેમાંથી મોટાભાગના બાંગ્લાદેશી IP પરથી ચાલી રહ્યા હતા. એક પોસ્ટમાં ધમકી આપવામાં આવી હતી કે, “સોમવારની હિંસા નાની હતી, ભવિષ્યમાં મોટી થશે.” આ પછી પોલીસે 34 એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરી અને 10 FIR નોંધવામાં આવી.
બીજી તરફ કોંગ્રેસે હિંસાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે, જેમાં માણિકરાવ ઠાકરે, હુસૈન દલવાઈ, નીતિન રાઉત, યશોમતી ઠાકુર અને સાજિદ પઠાણ જેવા નેતાઓનો સમાવેશ થાય છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, કોંગ્રેસ સત્ય શોધી કાઢશે કે હુમલાખોરોને બચાવશે.
નોંધનીય છે કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કહ્યું હતું કે, “પોલીસ પર હુમલો કરનારાઓને કડક સજા મળશે, તેમને બક્ષવામાં આવશે નહીં.” સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ એક સુનિયોજિત હુમલો હતો જેમાં હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.