સોમવારે (17 માર્ચ 2025) મોડી સાંજે ઔરંગઝેબની કબર હટાવવાની માંગણી કરતા હિંદુઓ અને મુસ્લિમ ટોળા વચ્ચે હિંસક અથડામણ થતાં નાગપુર શહેરમાં તણાવ ફેલાયો હતો. અહેવાલો અનુસાર, ઔરંગઝેબની કબરના વિરોધમાં કુરાન સળગાવવાની ખોટી અફવાઓને કારણે શહેરમાં અશાંતિ ફાટી નીકળી હતી. નાગપુરમાં હિંદુઓ પર મુસ્લિમ ટોળા દ્વારા થયેલો આ હુમલો હાલ દેશભરમાં ચર્ચામાં છે.
આ હિંસામાં પંદર પોલીસ અધિકારીઓ અને પાંચ નાગરિકો ઘાયલ થયા હતા કારણ કે બેકાબૂ ટોળાએ પથ્થરમારો કર્યો હતો, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું અને વાહનોને આગ ચાંપી હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે હિંસાગ્રસ્ત વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
#BREAKING: Communal Clashes in Nagpur following rumours and fake news that a holy book was burned during a protest by a right-wing body demanding the removal of Aurangzeb's tomb. Many cops including the local DCP reportedly injured. Security Forces deployed. Section 144 imposed. pic.twitter.com/ZnefJVAVhw
— Aditya Raj Kaul (@AdityaRajKaul) March 17, 2025
હિંસા શરૂઆતમાં ચિટનીસ પાર્ક અને મહલ વિસ્તારોમાં ફાટી નીકળી હતી અને બાદમાં તે કોતવાલી વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો અને લાઠીચાર્જ કર્યો. ઑપઇન્ડિયાએ બે જૂથો વચ્ચે થયેલી અથડામણ જોનારા પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી.
મોઢું સંતાડેલા સશસ્ત્ર ગ્રુપે શરૂ કરી હિંસા
રામ મોહને (નામ બદલ્યું છે) કહ્યું કે જ્યારે તેઓ ચિટનીસ પાર્ક ચોકડી પર હતા ત્યારે તણાવ સ્પષ્ટ દેખાતો હતો. સંભવિત તણાવને રોકવા માટે પોલીસે બેરિકેડ લગાવી દીધા હતા. “હું મારી પત્નીને રેલ્વે સ્ટેશન પર મૂકવા ગયો હતો અને પાછા ફરતી વખતે મેં ચિટનીસ પાર્ક ક્રોસિંગ પરથી એક વિશાળ બેકાબૂ ટોળું પસાર થતું જોયું જ્યાં એક મસ્જિદ છે, જેમાંથી ઘણાએ મોઢું ઢાંકેલું હતું અને તેમના હાથમાં શસ્ત્રો હતા.” તેમણે કહ્યું.
અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેણે મહેલ વિસ્તારમાં ઓછામાં ઓછા 500થી 600 લોકોના ટોળાને “અલ્લાહુ અકબર” અને “લબૈક-યા-રસૂલ-અલ્લાહ”ના નારા લગાવતા જોયા. તેમણે એમ પણ કહ્યું કે ટોળું પથ્થરમારો કરી રહ્યું હતું અને એક પથ્થર તેમની કાર પર પણ વાગ્યો હતો.
“તેઓ સેંકડોની સંખ્યામાં હતા. એક પથ્થર મારી કાર પર વાગ્યો. પરંતુ તેઓ બધા ગુસ્સે અને ઉશ્કેરાયેલા દેખાતા હોવાથી, હું શાંતિથી તેમની પાસેથી પસાર થઈને ઘરે પાછો ફર્યો,” તેમણે કહ્યું.
ભાજપના સાંસદ નીતિન ગડકરીએ રહેવાસીઓને શાંતિ જાળવવા અપીલ કરી, પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં વહીવટને ટેકો આપવા વિનંતી કરી અને હિંસા બદલ ખેદ વ્યક્ત કર્યો.