Monday, March 9, 2026
More
    હોમપેજરાજકારણ‘ઈન્દિરાએ વડાપ્રધાન વિરુદ્ધ કાર્યવાહી ન થાય તે માટે વિશેષાધિકાર આપ્યો હતો, અમારી...

    ‘ઈન્દિરાએ વડાપ્રધાન વિરુદ્ધ કાર્યવાહી ન થાય તે માટે વિશેષાધિકાર આપ્યો હતો, અમારી સરકાર પોતાના જ પીએમ, મંત્રીઓ, મુખ્યમંત્રીઓને કાયદા હેઠળ લાવી રહી છે’: ગૃહમંત્રી શાહ

    તેમણે જનતાને પ્રશ્ન કર્યો હતો કે, “હવે દેશના લોકોએ નક્કી કરવું પડશે કે જેલમાં રહીને પણ મંત્રી, મુખ્યમંત્રી કે વડાપ્રધાન સરકાર ચલાવે તે યોગ્ય છે કે નહીં?”

    - Advertisement -

    ભ્રષ્ટાચાર અને અન્ય ગંભીર ગુનાઓના આરોપો હેઠળ ત્રીસ દિવસથી વધુ કસ્ટડીમાં રહેનાર વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને બરતરફ કરવાની જોગવાઈ કરતાં બિલ બુધવારે (20 ઑગસ્ટ) લોકસભામાં રજૂ કરવામાં આવ્યાં. દરમ્યાન વિપક્ષે આદત અનુસાર હોબાળો મચાવ્યો અને ગૃહની કાર્યવાહી રોકવાના પ્રયાસો કર્યા. અમુક સભ્યોએ બિલની નકલો પણ ફાડી હતી. હવે આ ત્રણ બિલ બંધારણ (130મો સુધારો) બિલ 2025, કેન્દ્રશાસિત પ્રદેશો સરકાર (સુધારા) બિલ 2025 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ 2025 પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમુક ટિપ્પણીઓ કરી છે અને કોંગ્રેસ અને વિપક્ષોને આડેહાથ લીધા છે.

    સોશિયલ મીડિયા પર પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “દેશમાં રાજકીય ભ્રષ્ટાચાર સામે મોદી સરકારની પ્રતિબદ્ધતા અને જનતાનો આક્રોશને જોઈને આજે મેં લોકસભા સ્પીકરની સંમતિથી સંસદમાં બંધારણીય સંશોધન બિલ રજૂ કર્યું, જેથી વડાપ્રધાન, મુખ્યમંત્રી, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ મહત્વપૂર્ણ બંધારણીય પદો જેલમાં રહીને સરકાર ચલાવી ન શકે.” તેમણે જણાવ્યું હતું કે આ બિલનો હેતુ જાહેર જીવનમાં નૈતિકતાના ઘટતા સ્તરને ઉપર લાવવાનો અને રાજકારણમાં શુદ્ધતા લાવવાનો છે.

    આ સિવાય તેમણે આ બિલથી અસ્તિત્વમાં આવનાર કાયદાઓને 3 મુદ્દાઓ સાથે વર્ગીકૃત કર્યા હતા. જે અનુસાર ધરપકડ થયા પછી કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાન, મુખ્યમંત્રી, કેન્દ્ર અથવા રાજ્ય સરકારના મંત્રી તરીકે જેલમાંથી શાસન કરી શકશે નહીં.

    - Advertisement -

    તેમણે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે છેલ્લાં અમુક વર્ષોમાં દેશમાં એવી આશ્ચર્યજનક પરિસ્થિતિ ઊભી થઈ કે મુખ્યમંત્રી કે મંત્રી રાજીનામું આપ્યા વિના જેલમાંથી અનૈતિક રીતે સરકાર ચલાવતા રહ્યા. વધુમાં તેમણે લખ્યું હતું કે, આ બિલમાં આરોપી રાજકારણીને ધરપકડના 30 દિવસની અંદર કોર્ટમાંથી જામીન મેળળવા પડશે જો એવું નહીં થાય તો તો 31મા દિવસે કેન્દ્રમાં વડાપ્રધાન અને રાજ્યોમાં મુખ્યપ્રધાન તેમને તેમનાં પદ પરથી દૂર કરશે જામીન મળ્યા બાદ ફરીથી કાર્યભાર સંભાળી શકાય છે.

    તેમણે જનતાને પ્રશ્ન કર્યો હતો કે, “હવે દેશના લોકોએ નક્કી કરવું પડશે કે જેલમાં રહીને પણ મંત્રી, મુખ્યમંત્રી કે વડાપ્રધાન સરકાર ચલાવે તે યોગ્ય છે કે નહીં?”

    આ સિવાય અન્ય એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, એક તરફ PM મોદી પોતાને કાયદાના દાયરામાં લાવવા માટે બંધારણીય સુધારો રજૂ કર્યો છે અને બીજી તરફ, કોંગ્રેસના નેતૃત્વ હેઠળના સમગ્ર વિપક્ષે કાયદાના દાયરાની બહાર રહેવા, જેલમાંથી સરકાર ચલાવવા અને સત્તાની ઇચ્છા ન છોડવા માટે તેનો વિરોધ કર્યો છે. આ પોસ્ટમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે કેવી રીતે ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતાં ત્યારે તેમણે 39મો બંધારણીય સુધારો કરીને પ્રધાનમંત્રીને એવો વિશેષ અધિકાર આપ્યો હતો કે તેમની સામે કોઈ કાનૂની કાર્યવાહી ન થઈ શકે.

    તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા લખ્યું હતું કે, “એક તરફ, કોંગ્રેસની કાર્યસંસ્કૃતિ અને નીતિ છે કે તેઓ બંધારણમાં સુધારો કરીને પ્રધાનમંત્રીને કાયદાથી ઉપર બનાવે છે. જ્યારે બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીની નીતિ એ છે કે અમે અમારી સરકારના પ્રધાનમંત્રી, મંત્રીઓ, મુખ્યમંત્રીઓને કાયદાના દાયરામાં લાવી રહ્યા છીએ.”

    આ સિવાય અમિત શાહે કેસી વેણુગોપાલે કરી ટિપ્પણી અંગે પણ પોસ્ટ કરી હતી. તેમાં લખ્યું હતું કે, “હું કોંગ્રેસને યાદ અપાવવા માંગુ છું કે મેં મારી ધરપકડ પહેલાં જ રાજીનામું આપી દીધું હતું અને જામીન પર બહાર આવ્યા પછી પણ, જ્યાં સુધી હું કોર્ટ દ્વારા સંપૂર્ણપણે નિર્દોષ સાબિત ન થયો ત્યાં સુધી મેં કોઈ બંધારણીય પદ લીધું નહોતું. કોર્ટે મારી સામે દાખલ કરેલા ખોટા કેસને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે આ કેસ રાજકીય પ્રતિશોધથી પ્રેરિત હતો.”

    તેમણે યાદ કરાવ્યું હતું કે લાલકૃષ્ણ અડવાણીએ પણ તેમના પર આરોપ લાગ્યા બાદ રાજીનામું આપ્યું હતું. તેમણે લખ્યું કે, “કોંગ્રેસ પાર્ટી હજુ પણ ઇન્દિરા ગાંધી દ્વારા શરૂ કરાયેલી અનૈતિક પરંપરાને આગળ ધપાવી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ લાલુ પ્રસાદ યાદવને બચાવવા માટે એક વટહુકમ બહાર પાડ્યો હતો, જેનો રાહુલ ગાંધીએ પણ વિરોધ કર્યો હતો. આજે એ જ રાહુલ ગાંધી પટનાના ગાંધી મેદાનમાં લાલુને ગળે લગાવી રહ્યા છે. જનતા વિપક્ષના આ બેવડાં ધોરણોને સારી રીતે સમજી ગઈ છે.”

    ગૃહમંત્રીએ કહ્યું હતું કે આ બિલ હવે સંસદની સંયુક્ત સંસદીય સમિતિ (JPC) સમક્ષ રજૂ કરવામાં આવશે જ્યાં તેની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં