Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઝારખંડના બોકારોની મિશનરી સ્કુલમાં 'જય શ્રીરામ' બોલવા પર આખો ક્લાસ સસ્પેન્ડ: પ્રિન્સીપાલે...

    ઝારખંડના બોકારોની મિશનરી સ્કુલમાં ‘જય શ્રીરામ’ બોલવા પર આખો ક્લાસ સસ્પેન્ડ: પ્રિન્સીપાલે કહ્યું- અનુશાસનહીનતા બદલ કાર્યવાહી

    સ્કુલના પ્રિન્સીપાલ અલીશા મંજુનીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને એક દિવસ માટે જ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. તેમણે તેમ પણ જણાવ્યું કે કોઈ પણ વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવામાં નથી આવી.

    - Advertisement -

    ઝારખંડના બોકારોની મિશનરી સ્કુલમાં ‘જય શ્રીરામ’ બોલવા પર આખો ક્લાસ સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યાં છે. ઘટનામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને 2 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આટલું જ નહી, ડાયરીમાં ચેતવણી લખીને વાલીઓને પણ શાળામાં બોલાવવામાં આવ્યાં છે. ઘટના બાદ VHPએ વિરોધ દર્શાવીને તપાસના આદેશ આપવા માંગ કરી છે. તો બીજી તરફ સ્કુલના પ્રિન્સીપાલે વિદ્યાર્થીઓ પર અનુશાસનહીનતાનો આરોપ લગાવ્યો છે.

    અહેવાલો અનુસાર ઝારખંડના બોકારોની સ્કુલમાં વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાની આ ઘટના ગોમિયાની છે. આ મિશનરી સ્કુલનું નામ લોયલા ઈંગ્લીશ સ્કુલ છે. આ સ્કુલના પ્રિન્સિપાલે 10 ધોરણના તમામ વિદ્યાર્થીઓને “જય શ્રીરામ” બોલવા બદલ 2 દિવસ માટે સસ્પેન્ડ પરી દીધા હતા અને 11 એપ્રિલ 2023ના રોજ તેમના વાલીઓને પણ સ્કુલમાં ફરિયાદ કરવા બોલાવવામાં આવ્યાં હતા. જે બાદ આ આખી ઘટના સામે આવી હતી.

    વિશ્વહિન્દુ પરિષદે વિરોધ નોંધાવ્યો

    એક રીપોર્ટમાં જણાવ્યાં અનુસાર આ ઘટના બાદ સ્થાનિક હિંદુ સંગઠનો સહીત વિશ્વહિંદુ પરિષદે આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. VHPના ધનબાદ વિભાગના મંત્રી વિનીત કુમારે આ મામલે જીલ્લા શિક્ષણ અધિકારીઓને એક પત્ર પણ લખ્યો છે. જેમાં તેમણે આ ઘટનાની પૂર્ણ તપાસ કરવીને કાર્યવાહીની માંગ કરી હતી. તેમના જણાવ્યાં અનુસાર 5 એપ્રિલના રોજ વર્ગમાં વિધાર્થીએ જય શ્રીરામ કહ્યું હતું. જે બાદ સજાના ભાગરૂપે આખા વર્ગખંડના વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતા.

    - Advertisement -

    ત્યાર બાદ વિદ્યાર્થીઓને આપવામાં આવેલી સસ્પેન્શનની સજાને 6 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવી હતી. અહેવાલોમાં સ્કુલના પ્રિન્સીપાલ અલીશા મંજુનીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને એક દિવસ માટે જ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. તેમણે તેમ પણ જણાવ્યું કે કોઈ પણ વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવામાં નથી આવી.

    ઝારખંડમાં આ પહેલા પણ ‘જય શ્રીરામ’ મુદ્દે વિધાર્થીને સજા મળી ચુકી છે

    ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં આ પહેલા પણ આવો એક મામલો સામે આવ્યો હતો જેમાં ગિરિડીહમાં શાળાના મુખ્ય શિક્ષક મો.અબ્દુલે વિદ્યાર્થીને બ્લેક બોર્ડ પર “જય શ્રીરામ” લખવા પર માર માર્યો હતો. જુલાઈ 2022ની 9 તારીખે ગિરિડીહના સદર બ્લોક હેઠળની પાલમો પંચાયતની અપગ્રેડ મિડલ સ્કૂલની અંદર એક બાળકને માર મારવામાં આવ્યો હતો, કારણ કે તેણે 8 જુલાઈએ સ્કૂલના બ્લેક બોર્ડ પર જય શ્રી રામ લખ્યું હતું. મારપીટનો આરોપ શાળાના મુખ્ય શિક્ષક મોહમ્મદ અબ્દુલ કલામ પર લગાવવામાં આવ્યો હતો.

    આ પછી 13મી જુલાઈના રોજ શાળામાં સ્થાનિક ગ્રામજનોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ઈન્ચાર્જ હેડમાસ્ટર અબ્દુલ કલામ અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સહિત તે પંચાયતના ઘણા અગ્રણી લોકો સહિત ડઝનેક લોકોએ હાજરી આપી હતી. જેમાં હેડમાસ્ટર પર અન્ય પણ ગંભીર આરોપ લાગ્યા હતા. આ સાથે આ બાબતની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી પુષ્પા કુજુરને પણ આપવામાં આવી હતી. આ પછી જિલ્લા શિક્ષણાધિકારીએ સમગ્ર મામલાની તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં