Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણદિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ: ED દ્વારા નવી ફરિયાદ દાખલ કરાયા બાદ અરવિંદ...

    દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ: ED દ્વારા નવી ફરિયાદ દાખલ કરાયા બાદ અરવિંદ કેજરીવાલને કોર્ટ દ્વારા સમન્સ, 16 માર્ચે હાજર થવા આદેશ

    એક X પોસ્ટમાં, કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા, આરોપ લગાવ્યો કે વિપક્ષી નેતાઓને ED દ્વારા હેરાન કરીને ભાજપમાં જોડાવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને 16 માર્ચે શારીરિક રીતે હાજર રહેવા આદેશ કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) તે પહેલાં દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ અંતર્ગત મની લોન્ડરિંગને લઈને જારી કરાયેલ અનેક સમન્સની અવગણના બદલ AAP નેતા સામે કોર્ટમાં નવી ફરિયાદ દાખલ કરાઈ હતી.

    પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 50 હેઠળ AAP સંયોજક દ્વારા સમન્સ નંબર 4 થી 8નું સન્માન ન કરવાને લઈને બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

    એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (ACMM) દિવ્યા મલ્હોત્રાની કોર્ટે ગુરુવારે આ મામલાની સુનાવણી માટે સૂચિબદ્ધ કર્યો હતો. બાદમાં, એક X પોસ્ટમાં, કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા, આરોપ લગાવ્યો કે વિપક્ષી નેતાઓને ED દ્વારા હેરાન કરીને ભાજપમાં જોડાવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    EDએ CrPCની કલમ 190(1)(A) હેઠળ નવી ફરિયાદ દાખલ કરી અને કેજરીવાલ પર પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ, 2002ની કલમ 50 હેઠળના સમન્સનું પાલન કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો છે. ED વતી એએસજી એસવી રાજુ અને વિશેષ સરકારી વકીલ ઝોહેબ હુસૈન વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યવાહીમાં જોડાયા હતા. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાએ દલીલો સંક્ષિપ્તમાં સાંભળી અને કેજરીવાલને 16 માર્ચે તેમની સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું.

    EDએ પહેલા પણ દાખલ કરી હતી યાચિકા

    કોર્ટે તેના અગાઉના આદેશમાં કહ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 50 (3) હેઠળ પ્રતિવાદી (અરવિંદ કેજરીવાલ) તેમને મોકલવામાં આવેલા સમન્સના પાલનમાં સંબંધિત અધિકારી સમક્ષ વ્યક્તિગત રીતે હાજર થવા માટે બંધાયેલા હતા, જો કે તેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.

    તેને IPCની કલમ 174 (સરકારી કર્મચારીના આદેશનો અનાદર કરવો અને ગેરહાજર રહેવું) હેઠળ ગુનો ગણીને કોર્ટે ફરિયાદની નોંધ લીધી અને આદેશ આપ્યો કે અરવિંદ કેજરીવાલને 17 ફેબ્રુઆરી માટે સમન્સ જારી કરવામાં આવે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં