Sunday, September 8, 2024
More
    હોમપેજદેશ'બાળકોને સાજિદે કેમ માર્યાં?': બદાયુંના પીડિત પરિવારનો એક જ પ્રશ્ન, દુઃખી પિતાનો...

    ‘બાળકોને સાજિદે કેમ માર્યાં?’: બદાયુંના પીડિત પરિવારનો એક જ પ્રશ્ન, દુઃખી પિતાનો આત્મદાહનો પ્રયાસ, બાઇક સળગાવી

    પોલીસની કામગીરીથી નારાજ મૃતક બાળકોના પિતાએ પોતાની મોટરસાઈકલમાં આગ લગાવી દીધી હતી. બાઈકને આગના હવાલે કરીને તેમણે પોતાને પણ આગ લગાવવાનો પ્રયત્ન કર્યો. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસ બંને ઘટનાસ્થળે દોડી ગયાં.

    - Advertisement -

    બદાયુંમાં 2 નિર્દોષ હિંદુ બાળકોની હત્યા બાદ તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. એક આરોપીનું એનકાઉન્ટર થઈ ચૂક્યું છે, તો બીજો જાવેદ હાલ જેલમાં છે. જોકે, પીડિત પરિવારને કાર્યવાહીથી સંતોષ નથી અને હજુ એક જ સવાલ પૂછી રહ્યા છે કે સાજિદ બંને બાળકોની હત્યા કરી તે પાછળનું શું કારણ છે. તેવામાં બાળકોના પિતા વિનોદે વિચલિત થઈને પોતાની જ બાઈકમાં આગ લગાડી દીધી હતી. દરમિયાન તેમણે આત્મદાહનો પ્રયત્ન પણ કર્યો હોવાનું કહેવાય છે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર, પોલીસની કામગીરીથી નારાજ મૃતક બાળકોના પિતાએ પોતાની મોટરસાઈકલમાં આગ લગાવી દીધી હતી. બાઈકને આગના હવાલે કરીને તેમણે પોતાને પણ આગ લગાવવાનો પ્રયત્ન કર્યો. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા. તેમણે તરત જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. બીજી તરફ પોતાને આગ લગાવવાનો પ્રયત્ન કરી રહેલા વિનોદને પણ સમજાવીને અટકાવવામાં આવ્યા.

    હોળી તહેવારને લઈને વ્યથિત છે વિનોદ- પોલીસ

    મૃતક બાળકોના દાદી અને વિનોદના માતાએ આ મામલે કહ્યું કે, હત્યાને છ દિવસ થવા છતાં પોલીસ તેના પાછળનું કારણ નથી શોધી શકી. તેમણે કહ્યું કે, “અમને એવું લાગી રહ્યું છે કે પોલીસ અમારાથી કશુંક છુપાવી રહી છે.” બીજી તરફ પોલીસનું કહેવું છે કે હોળીના તહેવારને લઈને વિનોદ વ્યથિત હતો એટલે તેણે આમ કર્યું. પોલીસે જણાવ્યું કે, “વિનોદ બાળકોના ચપ્પલ, કપડાં તેમજ તહેવારને લગતો સમાન જોઇને પોતાની જાતને રોકી ન શક્યા અને પોતાની બાઈકમાં આગ લગાવી દીધી.”

    - Advertisement -

    એક તરફ મૃતક બાળકોના પિતા વિનોદે સાજિદ દ્વારા તેમના દીકરાઓની હત્યા શા માટે કરવામાં આવી, તેનું કારણ જાણવાની માંગ કરી છે. તો બીજી તરફ બદાયું પોલીસનું કહેવું છે કે પરિવાર તેમની કામગીરીથી સંતુષ્ટ છે. અહીં નોંધવું જરૂરી છે કે વિનોદે 2 દિવસ પહેલાં જ કહ્યું હતું કે જો હત્યા પાછળનું કારણ ઉજાગર નહીં થાય, તો તેઓ પોતાના પરિવાર સાથે મળીને આત્મદાહ કરશે.

    ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે (19 માર્ચ) ઉત્તર પ્રદેશના બદાયુંમાં એક સાજિદ નામના ઇસમે 2 હિંદુ બાળકોની ગળાં કાપીને હત્યા કરી નાખી હતી. જે પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો, પરંતુ ગણતરીના કલાકોમાં પોલીસે તેને શોધી કાઢ્યો અને પછી પોલીસ મથકે લઇ જતી વખતે તેણે હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કરતાં ઠાર મરાયો. તેનો ભાઈ જાવેદ પણ આ ઘટનામાં સામેલ હોવાનું કહેવાય છે, જેને પણ પોલીસે પછીથી પકડી લીધો હતો. હાલ તે જેલમાં છે. મામલાની તપાસ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં