Friday, April 12, 2024
More
  હોમપેજક્રાઈમUPમાં બે હિંદુ બાળકોની હત્યા: સાજિદે રૂમમાં બંધ કરીને વારાફરતી ગળાં કાપ્યાં,...

  UPમાં બે હિંદુ બાળકોની હત્યા: સાજિદે રૂમમાં બંધ કરીને વારાફરતી ગળાં કાપ્યાં, ત્રીજાને ઘાયલ કર્યો; આરોપી એનકાઉન્ટરમાં ઠાર

  ઘટનાની જાણ થયા બાદ પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આખરે સાજિદ પોલીસના હાથે ઝડપાઈ ગયો. તેઓ તેને લઇ જઈ રહ્યા હતા ત્યારે જ તેણે પોલીસ પર હુમલો કરીને ભાગવાના પ્રયાસ કર્યા. બંને વચ્ચે અથડામણ થઈ અને પોલીસે તેને ઠાર કર્યો.

  - Advertisement -

  ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લામાં 2 સગીર બાળકોની હત્યા કરી નાખવામાં આવી. જ્યારે ત્રીજા એક બાળકને ગરદનના ભાગે ઘા કરીને હુમલો કરવામાં આવ્યો, જેની સારવાર હાલ હૉસ્પિટલમાં ચાલી રહી છે. બીજી તરફ હત્યાને પગલે વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ ફેલાઇ ગઈ અને પોલીસ સ્ટેશન પર મૃતકોના પરિજનો સહિત હિંદુ સંગઠનના સભ્યો એકઠા થઈ ગયા હતા. પીડિત પરિવારનો આરોપ છે કે મૃતક બાળકોનાં ગળાં કાપીને લોહી પણ પીવામાં આવ્યું હતું. 

  ઘટનામાં આરોપીઓની ઓળખ સાજિદ અને જાવેદ તરીકે થઈ છે, જેઓ સલૂન ચલાવે છે. પ્રાપ્ત જાણકારી અનુસાર પોલીસે એક આરોપી સાજિદને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. હાલ સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ અને પેરામિલિટરીના જવાનો તહેનાત કરી દેવામાં આવ્યા છે. સમગ્ર ઘટના મંગળવારે (19 માર્ચ) બની હતી.

  બનાવની વધુ વિગતો અનુસાર, બદાયુંની સિવિલ લાઇન્સ સ્થિત બાબા કોલોનીના એક મકાનમાં વિનોદ નામના એક વ્યક્તિનો પરિવાર રહે છે. વિનોદની પત્ની બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી. જ્યારે વિનોદ ગાઝીપુરમાં પાણીની ટાંકીના કોન્ટ્રાક્ટનું કામ કરે છે. ઘટના જ્યારે બની ત્યારે પતિ-પત્ની બંને ઘરે હાજર ન હતાં. તેમનાં ત્રણ સંતાનો જ ઘરે હતાં. 

  - Advertisement -

  મંગળવારે સાંજે 6 વાગ્યે સાજિદ તેમના ઘરે પહોંચ્યો અને બાળકોને અંદર લઇ ગયો. ત્યારબાદ રૂમમાં બંધ કરીને વારાફરતી તમામ બાળકોનાં ગળાં કાપ્યાં. આ માટે અસ્તરાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

  મૃતક બાળકોની ઓળખ આયુષ (14 વર્ષ) અને હની (6) તરીકે થઈ છે. જાવેદે ત્રીજા બાળકનું ગળું કાપવાનો પણ પ્રયાસ કર્યો, પણ તે કોઈક રીતે ત્યાંથી ભાગી છૂટ્યો. હાલ તેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

  રિપોર્ટ્સ અનુસાર, બાળકોની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. ઘણા લોકોને જોતાં સાજિદ ત્યાંથી ભાગી છૂટ્યો. પીડિત પરિજનોનો આરોપ છે કે હત્યા બાદ સાજિદ બાળકોનું લોહી પી રહ્યો હતો. રેન્જ આઈજીનું કહેવું છે કે લોહી પીવા વગેરે આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. 

  UP પોલીસે એનકાઉન્ટરમાં આરોપીને ઠાર કર્યો

  ઘટનાની જાણ થયા બાદ પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આખરે સાજિદ પોલીસના હાથે ઝડપાઈ ગયો. તેઓ તેને લઇ જઈ રહ્યા હતા ત્યારે જ તેણે પોલીસ પર હુમલો કરીને ભાગવાના પ્રયાસ કર્યા. બંને વચ્ચે અથડામણ થઈ અને પોલીસે તેને ઠાર કર્યો. જણાવવામાં આવી રહ્યું છે કે જાવેદ સાથે સાજિદ નામનો અન્ય એક ઇસમ પણ આ ઘટનામાં સામેલ હતો. 

  બીજી તરફ, ઘટનાથી નારાજ લોકોએ એક સલૂનમાં તોડફોડ પણ કરી હતી, જે સાજિદનું જ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પેરામિલિટરી ફોર્સ તહેનાત કરી દેવામાં આવી. જોકે જેમ જાણ થતી ગઈ તેમ હિંદુ સંગઠનના લોકોએ એકઠા થવાનું શરૂ કરી દીધું હતું અને પોલીસ મથકે ‘જય શ્રીરામ’ના નારા પણ લગાવ્યા. લોકોએ પોલીસ દ્વારા પીડિત પરિવાર પર જ સખ્ત વલણ દાખવવાનો આરોપ લગાવ્યો. જોકે, પોલીસ નારાજ લોકોને સમજાવવાના પ્રયાસ કરી રહી છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં