Friday, May 3, 2024
More
    હોમપેજદેશબદાયુંનાં હિંદુ બાળકોના હત્યારા સાજિદનો ભાઈ જાવેદ બરેલીથી પકડાયો, વિડીયોમાં કહ્યું- હત્યા...

    બદાયુંનાં હિંદુ બાળકોના હત્યારા સાજિદનો ભાઈ જાવેદ બરેલીથી પકડાયો, વિડીયોમાં કહ્યું- હત્યા બાદ હું દિલ્હી ભાગી ગયો હતો, સરેન્ડર કરવા આવ્યો છું 

    આ ઘટનામાં મુખ્ય આરોપી સાજિદનું પહેલાં જ એનકાઉન્ટર કરવામાં આવી ચૂક્યું છે. સાજિદ અને જાવેદ બંને ભાઈઓ છે અને જ્યાં હત્યા થઈ તે જ વિસ્તારમાં એક સલૂન ચલાવતા હતા. ગત મંગળવારે (19 માર્ચ) રાત્રે સાજિદે એક હિંદુ પરિવારના ઘરમાં ઘૂસીને 2 નિર્દોષ બાળકોની ગળાં કાપીને હત્યા કરી નાખી હતી

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના બદાયુંમાં બે હિંદુ બાળકોની હત્યા મામલે બીજો આરોપી જાવેદ પણ પકડાઈ ગયો છે. ઉત્તર પ્રદેશ પોલીસે બરેલીથી તેને પકડી લીધો છે. અહેવાલો અનુસાર, તેણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. ધરપકડ બાદ હવે તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. 

    એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જાવેદ જણાવે છે કે હત્યા બાદ તે બદાયુંથી દિલ્હી ભાગી ગયો હતો. જ્યાંથી સરેન્ડર કરવા માટે જ બરેલી આવ્યો હોવાનું જણાવ્યું હતું. વિડીયોમાં અમુક લોકો તેની પૂછપરછ કરતા જોવા મળે છે. તે દાવો કરે છે કે હત્યા વિશે તેને કોઇ જાણકારી નથી અને જે પરિવારનાં બે બાળકોની હત્યા કરવામાં આવી તેમની સાથે તેમના સારા સંબંધો હતા. 

    1 મિનીટ 50 સેકન્ડના વિડીયોમાં જાવેદ કહે છે કે, “હું ત્યાંથી આવ્યો બદાયું માટે પણ ત્યાં ભીડ હતી, એટલે હું દિલ્હી ભાગી ગયો. દિલ્હીથી સીધો બરેલી આવ્યો છું, સરેન્ડર કરવા માટે…મારી પાસે ઘણા લોકોનું રેકોર્ડિંગ છે, જેમનો મારી પાસે ફોન આવ્યો કે તારા ભાઈએ આ કાંડ કરી દીધો છે.” 

    - Advertisement -

    વિડીયોમાં તે પોતાને નિર્દોષ ગણાવતો રહે છે અને કહે છે કે તેના ભાઈ સાજિદે હત્યા કરી છે, તેને કશું ખબર ન હતી. આગળ તે કહે છે કે, “જે ઘરમાં હત્યા થઈ છે તેમની સાથે અમારા ઘણા સારા સંબંધો હતા. આસપાસ ઊભેલા લોકો તેને ત્યાંથી પોલીસ મથક લઇ જવા માટે કહેતા સંભળાય છે. વિડીયોમાં તે પોતાની ઓળખ પુરવાર કરવા માટે પોતાનો આધાર કાર્ડ પણ બતાવે છે. 

    ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં મુખ્ય આરોપી સાજિદનું પહેલાં જ એનકાઉન્ટર કરવામાં આવી ચૂક્યું છે. સાજિદ અને જાવેદ બંને ભાઈઓ છે અને જ્યાં હત્યા થઈ તે જ વિસ્તારમાં એક સલૂન ચલાવતા હતા. ગત મંગળવારે (19 માર્ચ) રાત્રે સાજિદે એક હિંદુ પરિવારના ઘરમાં ઘૂસીને 2 નિર્દોષ બાળકોની ગળાં કાપીને હત્યા કરી નાખી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ત્યારે જાવેદ પણ ત્યાં હાજર હતો. 

    ઘટના બાદ બંને વિરુદ્ધ FIR દાખલ કરીને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન, સાજિદ પોલીસના હાથે પકડાઈ ગયો હતો, પરંતુ પોલીસ મથક લાવતી વખતે તેણે હુમલો કરીને ભાગવાના પ્રયાસ કરતાં પોલીસે ઠાર કર્યો હતો. બીજો આરોપી જાવેદ પણ હવે પકડાઈ ચૂક્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં