Thursday, December 26, 2024
More
    હોમપેજરાજકારણસંસદની ધમાલ પોલીસ મથકે પહોંચી: ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ 'હત્યાના પ્રયાસ'ની કલમો...

    સંસદની ધમાલ પોલીસ મથકે પહોંચી: ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ ‘હત્યાના પ્રયાસ’ની કલમો હેઠળ નોંધાવી ફરિયાદ, પાર્ટી સાંસદો સાથે ધક્કામુક્કી કરવાનો આરોપ

    ભાજપ સાંસદોએ રાહુલ ગાંધી વિરુદ્ધ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યાં વડોદરાથી ભાજપ સાંસદ હેમાંગ જોશી, દિલ્હીનાં સાંસદ બાંસુરી સ્વરાજ અને પૂર્વ મંત્રી અનુરાગ ઠાકુર હાજર રહ્યા.

    - Advertisement -

    19 ડિસેમ્બરની સવારે સંસદભવનની બહાર થયેલી ધક્કામુક્કી મામલે ભાજપના સાંસદોએ (BJP MP) રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાજપે રાહુલ પર જાણીજોઈને પાર્ટી સાંસદોને ધક્કો મારીને તેમને ઈજાગ્રસ્ત કરવાનો આરોપ રાહુલ ગાંધી પર લગાવ્યો છે. બીજી તરફ, કોંગ્રેસ પણ વિપક્ષ નેતાના બચાવમાં આવીને ભાજપ પર જ આરોપો લગાવી રહી છે. બંને પાર્ટીઓએ આ મામલે થોડા કલાકોના અંતરે જ પ્રેસ કૉન્ફરન્સ પણ યોજી હતી.

    ભાજપ સાંસદોએ રાહુલ ગાંધી વિરુદ્ધ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યાં વડોદરાથી ભાજપ સાંસદ હેમાંગ જોશી, દિલ્હીનાં સાંસદ બાંસુરી સ્વરાજ અને પૂર્વ મંત્રી અનુરાગ ઠાકુર હાજર રહ્યા. અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, રાહુલ ગાંધીને કાયદાઓનું ઉલ્લંઘન કરવાની આદત છે. તેમની આ ધક્કામુક્કી દરમિયાન ભાજપના 2 સાંસદોને ગંભીર ઈજા થઇ હતી. અનુરાગના જણાવ્યા અનુસાર ભાજપે હત્યાના પ્રયાસો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

    નોંધનીય છે કે ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 (હત્યાનો પ્રયાસ), કલમ 115 (જાણીજોઈને ઈજા પહોંચાડવી), કલમ 117 (જાણીજોઈને ગંભીર ઈજાઓ પહોંચાડવી), કલમ 121 (સરકારી કર્મચારીઓને તેમના કર્તવ્યોથી વિચલિત કરવા માટે ઈજા પહોંચાડવી), કલમ 351(અપરાધિક ધમકી), કલમ 125 (બીજાની સુરક્ષા પર જોખમ ઉભું કરવું) હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે કે કેમ, તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

    - Advertisement -

    કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ

    આ મામલે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા. પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કાંઈ લાગતું-વળગતું ન હોવા છતાં આદત અનુસાર અદાણી-અદાણી કરવા માંડ્યું હતું અને કહ્યું કે, ભાજપનો આ ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. તેમણે ભાજપ પર ‘આંબેડકરવિરોધી’ હોવાનો પણ આરોપ લગાવ્યો.

    આગળ રાહુલે કહ્યું કે, “અમે આજે સંસદમાં જઈ રહ્યા હતા. સંસદનાં પગથિયાં પર જ ભાજપના સાંસદો ડંડા લઈને ઉભા હતા અને અમને અંદર જવા દીધા નહીં. અમે શાંતિથી સંસદમાં જઈ રહ્યા હતા.” રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાંની અને કથિત રીતે ડૉ. આંબેડકરનું અપમાન કરવા બદલ માફી માંગવાની માંગ કરી હતી.

    શિવરાજ સિંઘ ચૌહાણે પણ યોજી પ્રેસ કોન્ફરન્સ

    કોંગ્રેસ બાદ ભાજના કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંઘ ચૌહાણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, અમને એવું હતું કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધી માફી માંગશે, પણ તેમણે એવું કર્યું નહીં. શિવરાજ સિંઘે રાહુલ ગાંધી પર આરોપ લગાવતાં કહ્યું કે, “સુરક્ષા અધિકારીઓએ રાહુલને બીજા રસ્તેથી જવા કહ્યું હતું પણ તેઓ જાણીજોઈને અમારા વિરોધ પ્રદર્શનમાં ઘૂસી ગયા.”

    શિવરાજ સિંઘે કહ્યું કે, રાહુલ ગાંધીએ ભાજપના સાંસદો સાથે દુર્વ્યવહાર કર્યો જેમાં પ્રતાપ સારંગી એટલા ઘાયલ થયા કે એમને ICUમાં ભરતી કરવા પડ્યા. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંઘ ચૌહાણે કહ્યું કે કોંગ્રેસે લોકતંત્રને કચડી નાખ્યું છે, બેઠકની ગરિમાને પગ તળે કચડી નાખવામાં આવી છે, મહિલા સાંસદ સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે.

    તેમણે આગળ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ અમારા સાંસદો સાથે ધક્કામુક્કી કરી, રાહુલ ગાંધીએ સંસદમાં ગુંડાગિરી કરી, કોંગ્રેસના સાંસદો બીજા દરવાજેથી જઈ શક્યા હોત, પરંતુ રાહુલ ગાંધી જાણીજોઈને મકર દ્વારથી ગયા હતા. આજે જે થયું તેનાથી હું સ્તબ્ધ છું, શું હવે ગુંડાઓ સંસદમાં જશે? શિવરાજ સિંઘે કહ્યું હતું કે ભાજપે દિલ્હી પોલીસને ફરિયાદ આપી છે તથા ભાજપ કાયદાકીય કાર્યવાહી કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં