Saturday, April 19, 2025
More

    સંસદ ભવનના ગેટ પર થયેલી ધક્કામુક્કીમાં ભાજપ MP મુકેશ રાજપૂત પણ ઈજાગ્રસ્ત, પ્રતાપ સારંગીએ રાહુલ ગાંધી પર લગાવ્યા હતા આરોપ: પીએમ મોદીએ બંને સાંસદો સાથે કરી વાત 

    સંસદ ભવનમાં પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભાજપ સાંસદોને ધક્કો મારતાં પૂર્વ મંત્રી અને ભાજપના સંસદસભ્ય પ્રતાપ સારંગીને ઈજા પહોંચી હતી. જેમની સારવાર ચાલી રહી છે, ત્યાં સમાચાર સામે આવ્યા છે કે અન્ય એક ભાજપ સાંસદ મુકેશ રાજપૂતને (Mukesh Rajput) પણ ઈજા પહોંચી છે. જેઓ પણ હાલ સારવાર લઈ રહ્યા છે. 

    બંને સાંસદોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને સાથે ટેલિફોનિક વાતચીત કરીને ખબરઅંતર જાણ્યા હતા. ત્યાં હાજર અન્ય સાંસદો પાસેથી પણ પીએમ મોદીએ ઈજાગ્રસ્ત સાંસદોના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી હતી. 

    બીજી તરફ, આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ સાથે અમુક ભાજપ સાંસદો પોલીસ મથકે પહોંચ્યા હતા. જોકે, FIR નોંધવામાં આવી છે કે કેમ તે હજુ સુધી જાણવા મળ્યું નથી. 

    આ મામલો ગુરુવારે (19 ડિસેમ્બર) સવારે સામે આવ્યો, જ્યારે ભાજપ સાંસદો ડૉ. આંબેડકર મુદ્દે કોંગ્રેસ સામે પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે સંસદના દ્વાર પર ધક્કામુક્કી થઈ હતી, અને પ્રતાપ સારંગીનો આરોપ છે કે રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો, જેઓ તેમની ઉપર પડ્યા, જેના કારણે પોતાને પણ ઈજા પહોંચી હતી.