Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેજરીવાલ અને તેમના મંત્રી સામે ફરિયાદ, હિંદુ દેવતાઓના અપમાનનો આરોપ: ભાજપ નેતા...

    કેજરીવાલ અને તેમના મંત્રી સામે ફરિયાદ, હિંદુ દેવતાઓના અપમાનનો આરોપ: ભાજપ નેતા કપિલ મિશ્રાએ કહ્યું- ધર્માંતરણની એજન્સી બની ગઈ છે ‘આપ’

    ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, "કેજરીવાલ ચૂંટણી આવે એટલે હનુમાન ચાલીસના પાઠ કરવા માંડે છે, ગુજરાત જઈને જય શ્રી કૃષ્ણના જાપ કરે છે અને દિલ્હીમાં તેમના મંત્રી કહે છે કે તેઓ હિંદુ દેવી-દેવતાઓને નથી માનતા." 

    - Advertisement -

    દિલ્હીમાં આયોજિત હિંદુઓના ધર્માંતરણ માટેના કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રી પણ સ્ટેજ પર જોવા મળતાં મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીએ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની હિંદુવિરોધી ગતિવિધિઓ પર સવાલ ઉઠાવ્યા છે ત્યાં હવે આ મામલે કેજરીવાલ અને તેમના મંત્રી સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. 

    દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ ફરિયાદ નોંધાવીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ પર હિંદુ દેવતાઓના અપમાનનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કેજરીવાલ ચૂંટણી આવે એટલે હનુમાન ચાલીસના પાઠ કરવા માંડે છે, ગુજરાત જઈને જય શ્રી કૃષ્ણના જાપ કરે છે અને દિલ્હીમાં તેમના મંત્રી કહે છે કે તેઓ હિંદુ દેવી-દેવતાઓને નથી માનતા. 

    ફરિયાદમાં આમ આદમી પાર્ટીના નેતા અને મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમ સામે આરોપ લગાવતાં કહેવામાં આવ્યું કે, તેમણે આંબેડકર ભવન ખાતે ભડકાઉ નિવેદનો આપીને અને તેને સોશિયલ મીડિયા પર શૅર કરીને લોકોને હિંદુઓ વિરુદ્ધ ઉશ્કેરવાનું અને તોફાનો અને હિંસા ભડકાવવાનું કામ કર્યું છે.” 

    - Advertisement -

    સીએમ અરવિંદ કેજરીવાલ અને અન્ય અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવતાં કહેવામાં આવ્યું કે, તેમણે સોશિયલ મીડિયા પર આવા વિડીયો શૅર કરીને, દેશને ધર્મના નામે વહેંચીને તોફાનો અને હિંસાને પ્રોત્સાહન આપવાનું અને બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય વધે તેવાં કૃત્યો આચરવાનું કામ કર્યું છે. જેથી કાયદા અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે. 

    તે પહેલાં તેમણે ટ્વિટ કરીને સીએમ કેજરીવાલ સમક્ષ તેમના મંત્રીને બરખાસ્ત કરવાની પણ માંગ કરી હતી. તેમણે કહ્યું કે, તેમણે હજારો લોકો વચ્ચે હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું અને એ ચલાવી લેવાય નહીં. 

    બીજી તરફ, આ મામલે ભાજપ નેતા કપિલ મિશ્રાએ આમ આદમી પાર્ટીને ધર્મ પરિવર્તન કરાવનાર એજન્સી ગણાવીને કહ્યું હતું કે, “કેજરીવાલના મંત્રી દિલ્હીમાં હિંદુઓને અને દેવી-દેવતાઓને ગાળો આપી રહ્યા છે અને કેજરીવાલ પોતે ગુજરાતમાં જય શ્રી કૃષ્ણ બોલવાનો ઢોંગ કરી રહ્યા છે.” આગળ તેમણે કહ્યું કે, “મફતનું સમાન આપીને ગરીબ હિંદુઓનું ધર્મ પરિવર્તન કરાવનાર એજન્સી બની ગઈ છે આમ આદમી પાર્ટી. 

    ઉલ્લેખનીય છે કે આજે સવારે એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં લગભગ 10 હજાર હિંદુઓને એકઠા કરીને તેમના દેવી-દેવતાઓને ઈશ્વર ન માનવાની અને તેમની પૂજા ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંચ પર કેજરીવાલ સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ પણ જોવા મળ્યા હતા. હવે તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં