Wednesday, April 17, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટહવે અજમેર દરગાહના ખાદિમના પુત્ર આદિલ ચિશ્તીએ હિન્દુ દેવતાઓ પર કરી વાંધાજનક...

  હવે અજમેર દરગાહના ખાદિમના પુત્ર આદિલ ચિશ્તીએ હિન્દુ દેવતાઓ પર કરી વાંધાજનક ટિપ્પણી, કહ્યું: ‘333 કરોડ ભગવાન, જાનવર વાળા ભગવાન, હનુમાન, ગણેશ…’ , વીડિયો વાયરલ

  અજમેર શરીફના ખાદિમ સરવર ચિશ્તીના પુત્રનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેણે નુપુર શર્મા પર નિશાંત તાંકતા હિંદુ દેવતાઓ વિષે અપમાનજનક ટિપ્પણીઓ કરી છે.

  - Advertisement -

  અજમેર દરગાહના ચિશ્તીઓ અને ખાદીમોએ છેલ્લા કેટલાક દિવસોમાં નૂપુર શર્માની ટિપ્પણીઓ અને તેના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર વારંવાર નફરત ફેલાવતા જોવા મળે છે. આ જ ક્રમને ચાલુ રાખીને અંજુમન કમિટીના સેક્રેટરી સરવર ચિશ્તી ખાદિમના પુત્ર આદિલ ચિશ્તીએ હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાવી છે. આદિલ ચિશ્તીએ ટાઇમ્સ નાઉ દ્વારા પ્રસારિત એક વિડીયોમાં હિંદુ દેવતાઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. અંજુમન કમિટીના સેક્રેટરી સરવર ચિશ્તી ખાદિમના પુત્ર આદિલ ચિશ્તીએ હિંદુ દેવી-દેવતાઓની મજાકનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

  આ વિડિયોમાં આદિલ ચિશ્તીએ કહ્યું હતું કે, “જો નુપુર શર્મા હિંદુ છે, તો તેમના માટે મારા કેટલાક પ્રશ્નો છે. 333 કરોડ ભગવાનના અસ્તિત્વને કેવી રીતે માનવામાં આવશે? આ કેવી રીતે તાર્કિક છે? વ્યક્તિ ભગવાનને સમજી શકે છે. વિવિધ ધર્મના લોકો અલગ અલગ અર્થઘટન કરી શકે છે. પરંતુ, 333 કરોડ ભગવાન, જથ્થાબંધ ભગવાન, તે કેવી રીતે માનવામાં આવશે? મને લાગે છે કે માણસને હજાર વર્ષનું આયુષ્ય મળે તો પણ તે બધા 333 કરોડ ભગવાનને રાજી નહિ કરી શકે.

  આદિલ ચિશ્તીએ વધુમાં કહ્યું હતું કે, “બીજું, હું નુપુર શર્માને એ પણ પૂછવા માંગુ છું કે હિન્દુ પૌરાણિક કથાઓમાં ભગવાન વિષ્ણુના 10 અવતાર હોવાનું કહેવાય છે. આમાંના કેટલાક અવતાર માનવ છે, કેટલાક પ્રાણી છે, અને કેટલાક મનુષ્યો અને પ્રાણીઓ બન્નેના બનેલા છે. હું તેને પૂછવા માંગુ છું કે શું આ 10 અવતાર શક્ય છે કે વિશ્વાસપાત્ર છે કે તમે કહો છો કે તે એક ભગવાન છે અને પછી તે દસ જુદા જુદા અવતારોમાં દેખાય છે. કેટલાક માણસો તરીકે, કેટલાક પ્રાણીઓ તરીકે અને પછી કેટલાક ફ્યુઝન તરીકે.”

  - Advertisement -

  આદિલ ચિશ્તીએ આગળ કહ્યું, “ત્રીજું, હનુમાનજી… તમે તેમનું અસ્તિત્વ કેવી રીતે સાબિત કરશો? ગણેશજીનું અસ્તિત્વ કેવી રીતે સાબિત કરશો? તમે સમજો છો કે હું અસ્તિત્વનો અર્થ શું કરું છું, તે સંપૂર્ણ માનવ નહોતા, તમે પોતે માનો છો કે તે તમારા ભગવાન છે. ગણેશ કે હનુમાન… શું આ વાતો તાર્કિક લાગે છે? ના.” આદિલ ચિશ્તીએ 23 જૂન 2022ના રોજ આ વિવાદિત નિવેદનો આપ્યા હતા.

  નોંધનીય છે કે આદિલ ચિશ્તીએ તેમના નિવેદનમાં એક મોટી તથ્યપૂર્ણ ભૂલ કરી હતી કે હિન્દુ ધર્મમાં 333 કરોડ દેવી-દેવતાઓ છે. લોકોમાં એક સામાન્ય ગેરસમજ છે કે હિન્દુઓમાં 33 કરોડ દેવતાઓ છે. પૌરાણિક વેદો અનુસાર હિંદુઓમાં 33 કરોડ નહીં પરંતુ 33 ‘કોટી’ દેવતાઓ છે. 33 કોટીનો અર્થ 33 કરોડ નથી, પરંતુ 33 પ્રકારના દેવતાઓ છે.

  હિંદુ ગ્રંથોમાં ઉલ્લેખિત દેવતાઓની 33 શ્રેણીઓમાં 12 આદિત્ય, 11 રુદ્ર, 8 વસુ અને 2 અશ્વિની કુમાર છે. 12 આદિત્ય અંશુમાન, આર્યમાન, ઇન્દ્ર, ત્વષ્ટ, ધાતુ, પર્જન્ય, પુષા, ભગ, મિત્ર, વરુણ, વવસ્વ અને વિષ્ણુ છે. 8 વસુઓ આહશા, ધ્રુવ, સોમ, ધરા, અનિલ, અનલ, પ્રત્યુષ અને પ્રભાસ છે. 11 રુદ્રમાં શંભુ, પિનાકી, ગિરીશ, સ્થાણું, ભર્ગ, ભવ, સદાશિવ, શિવ, હર, શર્વ અને કપાલી છે. જ્યારે નાસત્ય અને દસ્ત્ર બે અશ્વિનીકુમારોમાં આવે છે. આ 33 દેવતાઓને સામૂહિક રીતે 33 કોટિ દેવતા કહેવામાં આવે છે. પરંતુ આદિલ ચિશ્તીએ તેમને 333 કરોડ દેવતા કહ્યા.

  નોંધનીય છે કે અજમેર દરગાહના ચિશ્તીઓએ તાજેતરમાં આવા અનેક ઘૃણાસ્પદ નિવેદનો આપ્યા છે. આદિલ ચિશ્તીના પિતા સરવર ચિશ્તીએ કહ્યું હતું કે ભારતમાં એવું આંદોલન થશે, જે સમગ્ર ભારતને હચમચાવી નાખશે. સરવર ચિશ્તીએ હિંદુઓનો આર્થિક બહિષ્કાર કરવાની પણ હાકલ કરી હતી. તાજેતરમાં , તે અજમેરની સદભાવના રેલીમાં જોવા મળ્યો હતો. સરવર ચિશ્તીના ભત્રીજા ગૌહર ચિશ્તીએ પણ નુપુર શર્મા અને પ્રોફેટ મુહમ્મદનું કથિત અપમાન કરનારાઓનું સર કલમ કરવાની માંગ કરીને ‘સર તન સે જુદા’ ના નારા લગાવ્યા હતા. ગૌહર ચિશ્તી કન્હૈયા લાલના હત્યારાઓ સાથે મુલાકાત પણ કરી હતી. નૂપુર શર્માને સમર્થન કરતી સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરવા બદલ ઉદયપુરમાં કન્હૈયાલાલનું માથું કાપી નાખવામાં આવ્યું હતું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં