Sunday, September 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'વાળ, નાક, કાન કાપીને ચહેરો એસિડથી બાળી દઈશ': અમદાવાદની મહિલા વકીલને ધર્માંતરણ...

    ‘વાળ, નાક, કાન કાપીને ચહેરો એસિડથી બાળી દઈશ’: અમદાવાદની મહિલા વકીલને ધર્માંતરણ ન કરવા પર ભૂરે ખાને ધમકી આપી

    લગ્ન કર્યા બાદ આરોપી અને તેના પરિવાજનો સતત હેરાન કરતા હોવાથી અત્યાર સુધીમાં મહિલાએ અલગ અલગ 3 ફરિયાદો નોંધાવી છે. જેમાં 3 દિવસ પહેલા મહિલાને મારમારી તેની સાથે છેડતી કરી એસિડ નાખવાની અને વાળ નાક કાપી નાખવાની ધમકી આપી હતી.

    - Advertisement -

    અમદાવાદની મહિલા વકીલને મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા ભારે પડ્યા છે. આરોપી ભૂરેખાને લગ્ન બાદ અમદાવાદની મહિલા વકીલને ધર્માંતરણ ન કરવા પર એસિડ એટેકની ધમકી આપતાં ફરિયાદ દાખલ થઈ છે. આટલું જ નહીં, ભૂરે ખાને મહિલાને વાળ, નાક, કાન કાપી નાંખવાની ધમકી પણ આપી હતી. ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે ત્વરિતપણે 3 આરોપીઓને ઝડપી લીધા છે.

    અહેવાલો અનુસાર અમદાવાદની મહિલા વકીલને ધર્માંતરણ ન કરવા પર એસિડ એટેકની ધમકી આપવા બદલ પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ કરી છે. મહિલાએ નોંધાવેલી દરિયાદ મુજબ ગોમતીપુર વિસ્તારમાં રહેતી અને વકીલાત કરતી 48 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2005માં સમાજના રીતરિવાજ મુજબ થયા હતા, જે બાદ મહિલા પતિ સાથે મનમેળ ન થતા તેણે પતિને છોડીને પોતાના પરિવારજનો સાથે રહેવાનું પસંદ કર્યું હતું. જોકે વર્ષ 2017માં મહિલાના પ્રથમ પતિનું મોત નીપજ્યું હતુ.

    હત્યાની ધમકી આપી લગ્ન કર્યા

    ત્યારબાદ આ મહિલા ભુરે ખાન સાથે સંપર્કમાં આવી હતી તે વારંવાર મહિલાને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. મહિલાએ લગ્નની ના કહેતા આરોપીએ ‘તારા લગ્ન કોઈની સાથે નહીં થવા દઉં અને લગ્ન કરીશ તો તારા પિતાને મારી નાંખીશ’ તેવી ધમકીઓ આપતો હતો. જેથી મહિલાએ ધમકીને વશ થઈ વર્ષ 2019માં આરોપી સાથે સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ લગ્ન કર્યા હતા. જોકે આરોપીઓએ પીડિતા ઇસ્લામ સ્વીકારીને નિકાહ કરે તો જ તેને સ્વીકારવામાં આવશે તેવું કહીને ધમકાવતા હતા.

    - Advertisement -

    એસીડ એટેકની ધમકી આપી

    દરમિયાન થોડા દિવસ પહેલાં આરોપીને તેની પ્રથમ પત્ની સાથે બહાર જવાનું હોવાથી પીડિત મહિલા તેના કપડા આપવા ઘરે ગઈ હતી. ત્યારે આરોપીની પત્ની તથા સંતાનોએ મહિલાને ‘અહીં કેમ આવી’ તેમ કહી ઝઘડો કર્યો હતો અને માર મારી છાતીના ભાગે અડપલાં કર્યા હતા. ત્યારબાદ આરોપીએ મહિલાને ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કર્યું હતું અને કહ્યું હતું કે તે ઇસ્લામ કબુલ કરશે તો જ તેને સ્વીકારવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે લગ્ન કર્યા બાદ આરોપી અને તેના પરિવાજનો સતત હેરાન કરતા હોવાથી અત્યાર સુધીમાં મહિલાએ અલગ અલગ 3 ફરિયાદો નોંધાવી છે. જેમાં 3 દિવસ પહેલા મહિલાને મારમારી તેની સાથે છેડતી કરી એસિડ નાખવાની અને વાળ નાક કાપી નાખવાની ધમકી આપી હતી. જે પછી અમદાવાદ પોલીસે રાયોટિંગ, છેડતી કેસમાં ત્રણ આરોપીમાં ભુરેખાન, તેનો દીકરો સલમાન ખાન અને સોહેલ ખાનની ધરપકડ કરી છે. આ ફરિયાદમાં આરોપી મહિલા ફરિયાદીને ધર્મપરિવર્તન માટે દબાણ કરતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં