હોમપેજગુજરાતસ્કૂલનો દાવો– સ્ટાફે લોહીલુહાણ વિદ્યાર્થીને હૉસ્પિટલ પહોંચાડ્યો હતો, માતા-પિતાએ કહ્યું– ‘આ હળાહળ...

સ્કૂલનો દાવો– સ્ટાફે લોહીલુહાણ વિદ્યાર્થીને હૉસ્પિટલ પહોંચાડ્યો હતો, માતા-પિતાએ કહ્યું– ‘આ હળાહળ જૂઠાણું, શાળાએ કોઈ મદદ ન કરી, અમે રિક્ષા કરીને લઈ ગયા હતા’

એક તરફ શાળા દાવો કરી રહી છે કે બાળક પર હુમલો થયા બાદ સ્ટાફ તેને રિક્ષામાં લઈ ગયો હતો, પરંતુ માતા-પિતાનું કહેવું છે કે આ બધી વાતો સદંતર ખોટી છે, જેમાં બિલકુલ સત્ય નથી. વાસ્તવિકતા એ છે કે બાળકની માતા અને કાકી તેને રિક્ષામાં હૉસ્પિટલ લઈ ગયાં હતાં.  

- Advertisement -

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હિંદુ વિદ્યાર્થીની એક મુસ્લિમ વિદ્યાર્થી દ્વારા હત્યા બાદ શાળા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. મૃતકના દાદાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના પૌત્રને શાળા પ્રશાસન હૉસ્પિટલ પણ લઈ ગયું ન હતું અને પરિવારે આવીને વ્યવસ્થા કરી હતી. હવે માતા-પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં શાળા પર આરોપો લગાવ્યા છે. 

એક તરફ શાળા દાવો કરી રહી છે કે બાળક પર હુમલો થયા બાદ સ્ટાફ તેને રિક્ષામાં લઈ ગયો હતો, પરંતુ માતા-પિતાનું કહેવું છે કે આ બધી વાતો સદંતર ખોટી છે, જેમાં બિલકુલ સત્ય નથી. વાસ્તવિકતા એ છે કે બાળકની માતા અને કાકી તેને રિક્ષામાં હૉસ્પિટલ લઈ ગયાં હતાં.  

ABP અસ્મિતાના એક રિપોર્ટ અનુસાર, મૃતક વિદ્યાર્થીની માતાએ કહ્યું કે, “શાળા તરફથી એક પણ વ્યક્તિનો અમને સપોર્ટ મળ્યો નથી. શાળા ખોટું કહે છે કે તેઓ મારા દીકરાને હૉસ્પિટલ લઈ ગયા હતા. તેમની કોઈ મદદ મળી ન હતી. હું અને મારી જેઠાણી ત્યાં પહોંચ્યાં, અમે ઓટો કરાવી અને હૉસ્પિટલ લઈ ગયાં હતાં. અમે નીકળી રહ્યાં હતાં ત્યારે સ્ટાફનો એક માણસ આવીને રિક્ષામાં આગળ બેસી ગયો હતો. સ્કૂલના કોઈ ગાર્ડ, સ્ટાફ, શિક્ષકો કોઇએ અમારી મદદ કરી ન હતી.”

- Advertisement -

પિતાએ કહ્યું કે, “શાળાએ મદદ કરી હોવાની વાત ખોટી છે. મારો પુત્ર લોહીથી લથબથ હાલતમાં શાળાના કમ્પાઉન્ડમાં પડ્યો હતો. ત્યાં શાળાના માણસો હતા, પણ મદદ કરી ન હતી. શાળાની પંદર વાન, પચાસ ગાડીઓ ત્યાં પડી હતી, પણ કોઈ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો કે ન એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. અમે જ રિક્ષા કરીને પુત્રને દવાખાને લઈ ગયા હતા.”

બાળકના પિતાએ માંગ કરી હતી કે આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ તો થોડાં વર્ષોમાં આરોપી બહાર આવી જશે અને પૂરતો ન્યાય નહીં મળે. 

ઉલ્લેખનીય છે કે મીડિયા સાથેની વાતચીતમાં શાળાની એક શિક્ષિકાએ દાવો કર્યો હતો કે, ઘટના બાદ તેમનો સ્ટાફ બાળકને હૉસ્પિટલ લઈ ગયો હતો. 

તેમણે કહ્યું, “શાળા છૂટ્યા બાદ ઘટના બની હતી. બહાર બાળકને ચાકુ માર્યા બાદ તે ઑફિસની પાછળ આવીને બેસી ગયો હતો. અમારા સ્ટાફને કોઈકે કહ્યું કે તમારા વિદ્યાર્થીને ચાકુ વાગ્યું છે પછી તરત જ એમ્બ્યુલન્સને ફોન કર્યો, પણ એમ્બ્યુલન્સ આવી ન રહી. એટલે અમારા સ્ટાફે રાહ જોયા વગર રિક્ષા કરી અને રિક્ષામાં બેસાડીને હૉસ્પિટલ લઈ ગયા. કારણ કે જલ્દી રિક્ષા જ પહોંચી શકે તેમ હતું. રાત સુધી અમારો સ્ટાફ ત્યાં જ રહ્યો હતો.”

જોકે માતા-પિતા બંનેનું અને ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં દાદાનું પણ કહેવું હતું કે શાળાએ કોઈ વાહન કર્યું ન હતું અને પરિવારના સભ્યો જ બાળકને હૉસ્પિટલ લઈ ગયા હતા. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં