Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતેમને જીવવાનો અધિકાર ન હતો… કારણકે તેઓ હિંદુ હતા: હિંદુત્વ અને ગૌરક્ષા...

    તેમને જીવવાનો અધિકાર ન હતો… કારણકે તેઓ હિંદુ હતા: હિંદુત્વ અને ગૌરક્ષા માટે લડતા ઓરિસ્સાના લક્ષ્મણાનંદ સરસ્વતી સ્વામી અને તેમના શિષ્યોને પહેલાં ગોળીઓથી વીંધ્યા, પછી કુહાડાથી કાપી નાંખ્યા

    હિંદુત્વનો ઉપદેશ આપનાર સ્વામી લક્ષ્મણાનંદ માટે માઓવાદીઓમાં એટલી બધી નફરત હતી કે સ્વામીજીના શરીરને ગોળીઓથી વીંધી નાંખ્યા પછી પણ હત્યારાઓએ તેમના મૃતદેહ પર કુહાડાઓના ઘા જીકીને તેમના દેહના ટુકડે ટુકડા કરી નાંખ્યા હતા.

    - Advertisement -

    છેલ્લા 3-4 વર્ષમાં ડઝનબંધ સાધુઓની ક્રૂર હત્યાના ઘણા અહેવાલો મીડિયામાં આવ્યા. પાલઘર મોબ લિંચિંગને યાદ કરીએ તો આજે પણ આત્મા કંપી જાય છે. આખા ટોળાએ તે સાધુઓને નિર્દયતાથી માર મારી હત્યા કરી હતી, આવી જ કંઇક ઘટના ઓરિસ્સામાં ઘટી હતી, કટ્ટરવાદીઓએ ઓરિસ્સાના લક્ષ્મણાનંદ સરસ્વતી સ્વામીને પહેલાં ગોળીઓથી વીંધ્યા, પછી કુહાડાથી કાપી નાંખ્યા હતાં

    આજથી 14 વર્ષ પહેલા આજની જ તારીખે સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. જન્માષ્ટમીનો તે દિવસે આખો દેશ ભક્તિમય હતો જ્યારે સ્વામી લક્ષ્મણાનંદ પર હિચકારો હુમલો થયો. માઓવાદીઓ તેમના આશ્રમમાં ઘૂસી ગયા અને તેમના ચાર શિષ્યોને મારી નાખ્યા, પછી તેમની છાતીમાં પણ નિર્દયતાથી ગોળીઓ ધરબી દીધી.

    હિંદુત્વનો ઉપદેશ આપનાર સ્વામી લક્ષ્મણાનંદ માટે માઓવાદીઓમાં એટલી બધી નફરત હતી કે સ્વામીજીના શરીરને ગોળીઓથી વીંધી નાંખ્યા પછી પણ હત્યારાઓએ તેમના મૃતદેહ પર કુહાડાઓના ઘા જીકીને તેમના દેહના ટુકડે ટુકડા કરી નાંખ્યા હતા.

    - Advertisement -

    સ્વામીજીથી આટલી હદે નફરત શા માટે હતી?

    વાસ્તવમાં આદિવાસી વિસ્તારોમાં ઘૂસણખોરી કરવી અને લોકોને ધર્માંતરણ માટે લલચાવવા એ ખ્રિસ્તી મિશનરીઓની બહુ જૂની રમત છે. દેશના ખૂણેખૂણે આ મિશનરીઓ ગરીબો અને લાચારોને નિશાન બનાવે છે અને પછી તેમનું કામ કરે છે. ઓરિસ્સામાં પણ આ લોકોએ દાયકાઓ પહેલાં આવી જ સ્થિતિ ઉભી કરી હતી. પરંતુ, 1970 ની આસપાસ સ્વામી લક્ષ્મણાનંદ ત્યાં સ્થાયી થયા અને તેમની આખી બાજી બગડી ગઈ.

    સ્વામી લક્ષ્મણાનંદ ઓડિશાના જંગલ પ્રભાવિત ફુલબની (કંધમાલ) જિલ્લાના ગુરુજંગ ગામના રહેવાસી હતા. નાની ઉંમરે જ તેમણે પોતાનું જીવન પીડિતોની સેવામાં સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો હતો. તેઓ આધ્યાત્મિક સાધના માટે હિમાલય ગયા, અને ત્યાંથી પાછા ફર્યા બાદ ગૌસંરક્ષણ આંદોલનનો હિસ્સો બન્યા હતા.

    તેમણે ઓડિશામાં વન-પ્રભુત વનવાસી ફુલબનીના ચકાપડ ગામને પોતાની તપોભૂમિ બનાવી, ત્યારબાદ જે લોકો હિંદુ ધર્મ અપનાવીને ખ્રિસ્તી બન્યા હતા તેમની ઘર વાપસી માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ધીરે ધીરે લોકો તેમનાથી પ્રભાવિત થવા લાગ્યા અને બસ આ જ વાત ખ્રિસ્તી મિશનરીઓને આંખમાં કણાની જેમ ખૂંચવા લાગી.

    કહેવામાં આવે છે કે 1970 થી 2007 વચ્ચે સ્વામી લક્ષ્મણાનંદ પર આઠ જીવલેણ હુમલા થયા હતા. મિશનરીઓ વાળા સતત તેની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા, જેનો અંતે 23 ઓગસ્ટ 2008ના રોજ અંત આવ્યો. એ દિવસે જન્માષ્ટમી હતી અને સ્વામી લક્ષ્મણાનંદ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની પૂજામાં મગ્ન હતા ત્યારે તેમના પર ધડાધડ ગોળી ચલાવવામાં આવી હતી. માઓવાદીઓએ પહેલા તેમને ગોળી મારી ત્યારબાદ તેમના શરીરને કુહાડા વડે કટકા કરી નાંખવામાં આવ્યું હતું.

    માઓવાદી નેતા હત્યાનો આરોપી નીકળ્યો

    તેમની હત્યાના સમાચાર ઓરિસ્સામાં ફેલાતાની સાથે જ ઘણી જગ્યાએ ઉગ્ર દેખાવો શરૂ થઈ ગયા. તપાસમાં સામે આવ્યું છે કે હત્યાનો મુખ્ય આરોપી માઓવાદી નેતા સબ્યસાચી પાંડા છે. ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં માઓવાદી નેતા પાંડા અને તેના 14 સહયોગીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. પરંતુ, માત્ર 9ની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી એક માઓવાદી નેતા ઉદય, અને બાકીના હતા દુર્યોધન સુના માંઝી, મુંડા બદમાંઝી, સનાતન બદમાંઝી, ગણનાથ ચાલાનસેઠ, બિજય કુમાર સનસેઠ, ભાસ્કર સનમાઝી, બુદ્ધદેવ નાયક.

    હત્યા બાદ સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતી પર બળાત્કાર જેવા ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા. એક ખ્રિસ્તી ફાધરના ઘરની નોકરાણીને સાધ્વી તરીકે દર્શાવીને બળાત્કારનો ખોટો પ્રચાર કરવામાં આવ્યો હતો. તે જ સમયે માઓવાદી નેતાઓએ હત્યાને દબાવવા માટે સખત પ્રયાસ કર્યો. પરંતુ ભાજપના તત્કાલીન મહાસચિવ પૃથ્વીરાજ હરિચંદને તેને પ્રાયોજિત ગણાવ્યા અને સરકાર પર આ મામલાને દબાવવાનો આરોપ લગાવ્યો. વિશ્વ હિન્દુ પરિષદે પણ આ ઘટનાના આરોપીઓની ધરપકડ માટે અવાજ ઉઠાવ્યો હતો. આ સાથે જ ઓરિસ્સા સરકારને કાઉન્સિલના નેતા સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતીની હત્યાની તપાસ માટે રચાયેલા બે ન્યાયિક કમિશનના અહેવાલોને સાર્વજનિક કરવા પણ કહેવામાં આવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં