Friday, May 3, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ‘આપણે રામ પર આશ્રિત છીએ, રામ આપણા પર નહીં’- CM યોગી આદિત્યનાથ:...

    ‘આપણે રામ પર આશ્રિત છીએ, રામ આપણા પર નહીં’- CM યોગી આદિત્યનાથ: શંકરાચાર્યો દ્વારા પ્રાણપ્રતિષ્ઠાના બોયકોટ પર આપી પ્રતિક્રિયા

    બોયકોટ મામલે CM યોગી આદિત્યનાથે કહ્યુ કે, “રામજન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા દેશના બધા ધર્માચાર્યો અને આચાર્યોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રભુ શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠાનો આ અવસર માન કે અપમાન માટે નથી."

    - Advertisement -

    અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. એવામાં ઘણા સમયથી અટકળો ચાલી રહી છે કે, દેશના ચાર મઠોના શંકરાચાર્ય કાર્યક્રમમાં હાજર રહેવાના નથી. શંકરાચાર્યોનું કહેવું છે કે, મંદિર પૂર્ણ તૈયાર થયું નથી એટલે પ્રાણપ્રતિષ્ઠા ન થઇ શકે અને આ કારણોસર તેઓ કાર્યક્રમનો બોયકોટ કરી રહ્યા છે. જોકે, ચારમાંથી બે મઠોના શંકરાચાર્યોએ પ્રાણપ્રતિષ્ઠાનું સમર્થન કર્યું હતું. હવે આ મામલે ઉત્તરપ્રદેશના CM યોગીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, રામથી મોટું કોઈ નથી. આપણે ભગવાન રામ પર આશ્રિત છે, રામ આપણા પર આશ્રિત નથી.

    બોયકોટ મામલે CM યોગી આદિત્યનાથે કહ્યુ કે, “રામજન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા દેશના બધા ધર્માચાર્યો અને આચાર્યોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રભુ શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠાનો આ અવસર માન કે અપમાન માટે નથી. હું હોવ, કોઈ સામાન્ય નાગરિક હોય કે દેશનો મોટામાં મોટો ધર્માચાર્ય, પ્રભુશ્રી રામ કરતા કોઈ મોટું નથી. આપણે સૌ ભગવાન રામ પર આશ્રિત છે, રામ આપણા પર આશ્રિત નથી.”

    ઉલ્લેખનીય છે કે, જ્યારથી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ શરૂ થઇ છે, ત્યારથી એકબાજુ ઉત્સવ જેવો માહોલ છે. તો બીજું બાજુ વિપક્ષોનો સતત વિરોધ ચાલુ છે. જેમાં દેશના ચાર શંકરાચાર્યોએ પણ જાહેર કર્યું કે, તેઓ પણ પ્રાણપ્રાતિષ્ઠામાં ભાગ નહિ લે. જે પછી દેશમાં ચર્ચાઓ થવા પામી હતી. ચાર મઠોમાંથી પૂરી મઠના જગદ્દગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ અને જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો.

    - Advertisement -

    તેઓએ કાર્યક્રમનો બોયકોટ કરતા જણાવ્યું હતું કે, તેઓ અયોધ્યામાં થઇ રહેલાં પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં નહિ જાય. કારણ કે ત્યાં શાસ્ત્ર વિરુદ્ધ જઈને મંદિર પૂર્ણ થયા વગર પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી દ્વારા પ્રાણપ્રતિષ્ઠાની યજમાની કરવા ઉપર પણ પ્રશ્ન કર્યાં હતા. જોકે, દ્વારકા અને શ્રુંગેરી સ્થિત શંકરાચાર્યોએ આ કાર્યક્રમનું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે ઉચિત સમયે તેઓ અયોધ્યા સ્થિત રામ મંદિરમાં દર્શન માટે જશે.

    નોંધનીય છે કે 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલાલની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. જેની યજમાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. આ સાથે દેશમાંથી 7000 જેટલા મહેમાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. જેમાંથી 4000 જેટલા તો સાધુ સંતો છે. જેઓ સનાતન ધર્મના વિવિધ સંપ્રદાયો અને પંથોનું પ્રતિનિધિત્વ કરે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં