વર્ષ 1992નું અજમેર સેક્સ સ્કેન્ડલ (Ajmer Sex Scandal 1992) અને 2025માં બ્યાવરમાં (Beawar Sex Scandal) છોકરીઓને ફસાવવાનો મામલો. બંને ઘટનાઓ વચ્ચે 33 વર્ષનો સમયગાળો પસાર થઈ ચૂક્યો છે. પરંતુ આટલા લાંબા અંતર છતાં, અપરાધ કરવાની પદ્ધતિમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યારે પણ, હિંદુ છોકરીઓ એક સમુદાયના નિશાના પર હતી અને આજે પણ એવું જ બન્યું છે. ફરક એટલો જ છે કે તે સમયે કેસ ઉકેલવામાં અને ગુનેગારને પકડવામાં સમય લાગ્યો હતો, પરંતુ આ વખતે કાર્યવાહી ઝડપી છે અને લોકો પણ આનાથી જાગરુક છે.
બ્યાવરમાં હિંદુ સગીરાઓને ફસાવવામાં 15 છોકરાઓ સામેલ હતા. જેમને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક પછી એક 5 સ્કૂલની છોકરીઓને નિશાનો બનાવી હતી. બધી જ વિદ્યાર્થીનીઓ ધોરણ 10માં અભ્યાસ કરી હતી. આ ગેંગે પહેલા તે છોકરીઓને ફસાવી, પછી તેમને હોટલમાં બોલાવી, તેમના ફોટા પાડ્યા, તેમનું જાતીય શોષણ કર્યું અને પછી તેમને ધમકાવવાનું, તેમની પાસેથી પૈસા પડાવવાનું અને તેમને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો ખેલ શરૂ થયો.
જો એક છોકરી તેના ઘરમાંથી પૈસા ચોરી કરતી પકડાઈ ન હોત અને ઘરવાળાઓના સવાલોના જવાબ આપીને વાસ્તવિકતા ન કહી હોત, તો કદાચ 5 છોકરીઓની સંખ્યા વધીને પહેલા 50 અને પછી 500 થઈ ગઈ હોત.
આ આંકડા વધારીને કે કલ્પના કરીને નથી કહેવામાં આવી રહ્યા. અજમેર સ્કેન્ડલની પીડિતાઓની સંખ્યાએ આ આંકડાને પણ પાર કરી દીધા હતા. અજમેરની ઘટનામાં 100થી વધુ છોકરીઓ પર બળાત્કાર થયો હતો અને તેમાંથી 250 છોકરીઓના નગ્ન ફોટા બધે વાયરલ થયા હતા. તે ગેંગમાં પણ એક સમુદાયના લોકો વધુ સક્રિય હોવાનું જાણવા મળ્યું. પીડિતોના સગાઓની હાલત એવી થઈ ગઈ હતી કે અનેક પરિવારો રાતોરાત ગાયબ થઈ રહ્યા હતા.
બ્રિટનમાં ફેલાયેલો ગ્રુમિંગ ગેંગનો કારોબાર પણ આ જ વિચારધારાનો પુરાવો હતો. તે ગેંગે પણ પસંદગીપૂર્વક બિન-ઇસ્લામિક છોકરીઓને નિશાન બનાવી હતી, તેમને કચરો ગણાવીને તેમની સાથે એવા ઘૃણાસ્પદ અને બીભત્સ કૃત્યો કર્યા હતા જેની કલ્પના પણ નથી કરી શકાતી.
જો આ મામલો સમયસર બહાર ન આવ્યો હોત અને મામલો પોલીસ સુધી ન પહોંચ્યો હોત તો બ્યાવરમાં પણ કદાચ આવી જ સ્થિતિ હોત.
વાસ્તવમાં, આવી ગેંગ માટે નાની ઉંમરની કે સગીર છોકરીઓને લલચાવીને તેમને ફસાવવાનું હંમેશા સરળ રહ્યું છે. જેના ઘણા કારણો છે. જેમ કે નાની ઉંમરે છોકરીઓ એ નથી સમજી શકતી કે આવી પરિસ્થિતિમાં ફસાઈ જાય તો તેનો સામનો કેવી રીતે કરવો.
એકવાર તેઓ છેતરાઈ જાય પછી, તેઓ આ કાદવમાં વધુ ઊંડા ઉતરતા જાય છે કારણ કે તેઓ સામાજિક કલંક અને તેમના પરિવારની પ્રતિક્રિયા બંનેથી ડરે છે. સામાજિક દબાણને કારણે, તેઓ પોતાની લાગણીઓ વ્યક્ત નથી કરી શકતી અને એકલતાનો સામનો કરે છે. આ જ મનોસ્થિતિનો ફાયદો ઉઠાવીને આવી ગેંગ છોકરીઓને ધમકીઓ આપીને, બ્લેકમેલ કરીને જાતીય શોષણ કરવાનું ચાલુ રાખે છે. આવા મામલા જો સામે પણ આવે છે તો ઘણીવાર મામલાને લોક-લાજ અને સમાજનું વિચારીને દબાવી દેવામાં આવે છે. પરંતુ તેની આ પીડિતાઓ પર શું અસર થાય છે તે કોઈ વિચારતું નથી.
આજે, સરકારોએ આવા ગુનેગારોને સજા આપવા માટે ઘણા કાયદા ઘડ્યા છે. ધર્માંતરણ વિરોધી કાયદાથી લઈને લવ જેહાદ વિરુદ્ધના કાયદા સુધી, ઘણા કાયદા પસાર થયા છે, પરંતુ પ્રશ્ન હજુ પણ એ જ રહે છે કે જ્યારે આવી દ્વેષપૂર્ણ માનસિકતા ધરાવતા લોકો ગલી-ગલીમાં રહે છે ત્યારે તેમની સામે કેવી રીતે લડી શકાય? આવ લોકો ફક્ત રાજસ્થાનના બ્યાવરમાં નહીં, પણ અજમેરથી બ્રિટનના રોદરહેમ સુધી ફેલાયેલા છે. વિચિત્ર વાત એ છે કે એક તરફ આવા ગુનેગારોની પેર્ટન જાણ્યા છતાં છોકરીઓ સચેત નથી થઈ રહી અને બીજી તરફ આ ગુનેગારો તેમના ઈરાદા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પણ પૂરા કરવા લાગ્યા છે. તેમની વધતી ગતિ જોઈને આવશ્યકતા છે કે તપાસ એજન્સીઓ જાગે અને આવા લોકોને કાબૂમાં લેય.
આ લેખ મૂળ હિન્દીમાં પ્રકાશિત થયેલ છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.