Saturday, March 22, 2025
More
    હોમપેજક્રાઈમકબ્રસ્તાન પાસે હિંદુ સગીરાનો બળાત્કાર કરવા માંગતો હતો લુકમાન, પરિવાર પહોંચી જતા...

    કબ્રસ્તાન પાસે હિંદુ સગીરાનો બળાત્કાર કરવા માંગતો હતો લુકમાન, પરિવાર પહોંચી જતા બચ્યો જીવ: જાણો કેવી રીતે સામે આવ્યું બ્યાવરની ‘મુસ્લિમ ગેંગ’નું સેક્સ સ્કેન્ડલ

    આ કેસમાં રિહાન મોહમ્મદ (20 વર્ષ), સોહેલ અંસારી (19 વર્ષ), લુકમાન (20 વર્ષ), અરમાન પઠાણ (19 વર્ષ), સાહિલ કુરેશીની (19 વર્ષ) ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    રાજસ્થાનના બ્યાવરમાં (Beawar) હિંદુ છોકરીઓને ફસાવીને બળાત્કાર (Rape) કરનાર ‘મુસ્લિમ ગેંગ’નું (Muslim Gang) સત્ય એક હિંદુ પરિવારે ઉજાગર કર્યું હતું. આ પરિવારના લોકો આ મામલો પોલીસ પાસે લઈ ગયા હતા. હવે આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. લુકમાન સહિતના આરોપીઓએ ઓન એર સ્વીકાર્યું કે તેમના કાર્યો ખોટા હતા.

    દૈનિક ભાસ્કરના એક અહેવાલ મુજબ, આ ગેંગના લુકમાને એક હિંદુ છોકરીને મળવા માટે બોલાવી હતી. તેણે છોકરીને કબ્રસ્તાન પાસે મળવા બોલાવી હતી. અહીં તેણે એક હિંદુ છોકરી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે હિંદુ સગીરાએ લુકમાનના પ્રયાસોનો વિરોધ કર્યો ત્યારે તે સગીરા સાથે મારપીટ કરવા લાગ્યો.

    આ દરમિયાન છોકરીના પરિવારના સભ્યો તેનો પીછો કરી રહ્યા હતા. તે સમયસર ત્યાં પહોંચી ગયા અને પરિવારના કારણે છોકરીનો જીવ બચી શક્યો. છોકરીનો પરિવાર કેટલાક દિવસોથી તેની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો. છોકરીએ અગાઉ ઘરમાંથી પૈસા ચોર્યા હતા, તેથી શંકા જતાં તેઓ તપાસ કરી રહ્યા હતા. આ જ ક્રમમાં તેમણે સગીરાનો પીછો કર્યો હતો.

    - Advertisement -

    લુકમાને સગીરાના પરિવારને ધમકી આપી હતી અને તેમની સાથે પણ મારપીટ કરી હતી. આ કેસમાં, હિંદુ સગીરા અને તેની એક બહેનપણી પણ ભોગ બની હતી. આ મામલો સામે આવતા સગીરાઓએ પોતાના પરિવારજનોને આખી ઘટના કહી અને વધુ 4 છોકરીઓએ પણ તેમના પર થયેલા ત્રાસ અંગેની હકીકત ઉજાગર કરી. એક પીડિતાએ જણાવ્યું કે સોહેલે તેને બુરખો પહેરવા અને કલમા પઢવા પણ દબાણ કર્યું હતું.

    એક પીડિતાએ જણાવ્યું કે મુસ્લિમ છોકરાઓ તેને સ્માર્ટવોચ જેવી વસ્તુઓની લાલચ આપતા હતા અને બીજી છોકરીઓ સાથે મિત્રતા કરાવવા કહેતા હતા. પીડિતાએ જણાવ્યું કે મુસ્લિમ છોકરાઓ રોજા રાખવા અને મુસ્લિમ ધર્મ અપનાવવાની પણ વાતો કરતા હતા. પીડિતાએ કહ્યું કે આ છોકરાઓ શાળાએ આવતા હતા. તથા સગીરાઓના હાથ પર બ્લેડ વડે કટ પણ માર્યા હતા.

    બીજી તરફ, લુકમાન અને સોહેલ મન્સૂરીનો મીડિયા સાથે વાત કરતો એક વિડીયો પણ સામે આવ્યો છે. મોહમ્મદ લુકમાને જણાવ્યું કે તે છેલ્લા 20-25 દિવસથી છોકરીઓ સાથે વાત કરી રહ્યો હતો. તેણે કહ્યું કે એક છોકરીએ તેને ₹1200 આપ્યા હતા. લુકમાને દાવો કર્યો કે તેણે છોકરીને પૈસા પરત કરી દીધા હતા. લુકમાને જણાવ્યું કે બીજા છોકરા કલીમે હિંદુ છોકરીનો નંબર લીધો હતો.

    સોહેલ મન્સૂરીએ કહ્યું કે તે સપ્ટેમ્બરથી હિંદુ સગીરા સાથે વાત કરી રહ્યો હતો અને તેને કાફેમાં લઈ જતો હતો. તેણે કહ્યું કે તેણે હિંદુ છોકરીને ફોન પણ લઈ આપ્યો હતો. આ ફોન રેહાન નામના છોકરાએ લાવી આપ્યો હતો. હવે આ કેસમાં લુકમાન અને સોહેલ સહિત પાંચ આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે. આ બધાએ એક જ શાળામાં એક જ વર્ગમાં હિંદુ છોકરીઓને નિશાનો બનાવી હતી. તેઓ તેમની સામે નંબરોવાળી ચિઠ્ઠીઓ ફેંકતા અને પછી બળજબરીથી કાફે અને રેસ્ટોરન્ટમાં લઈ જતા.

    કેફેમાં હિંદુ બાળકીઓના અશ્લીલ ફોટોગ્રાફ્સ અને વિડીયો લેવામાં આવ્યા હતા. ત્યારપછી તેને બ્લેકમેલ કરવામાં આવતી. પછી આ ગેંગમાં સામેલ મુસ્લિમ છોકરાઓએ તેને બીજી છોકરીઓ સાથે મિત્રતા કરવા કહેતા હતા. આ કેસમાં રિહાન મોહમ્મદ (20 વર્ષ), સોહેલ અંસારી (19 વર્ષ), લુકમાન (20 વર્ષ), અરમાન પઠાણ (19 વર્ષ), સાહિલ કુરેશીની (19 વર્ષ) ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં