Friday, March 21, 2025
More
    હોમપેજક્રાઈમ‘બ્રાહ્મણ છોકરીના ₹20 લાખ... દલિતના ₹10 લાખ’: બ્યાવર સેક્સ સ્કેન્ડલ મામલે પીડિતાએ...

    ‘બ્રાહ્મણ છોકરીના ₹20 લાખ… દલિતના ₹10 લાખ’: બ્યાવર સેક્સ સ્કેન્ડલ મામલે પીડિતાએ કર્યા ખુલાસા, કહ્યું- રોજા કરવાનો ઇનકાર કર્યો તો બ્લેડ વડે કાપી નાખ્યો હાથ

    એક પીડિતાએ જણાવ્યું હતું કે, “છોકરીઓને પોતાની જાળમાં ફસાવવા માટે, છોકરાઓ દરરોજ નવી નવી ગાડીઓ લઈને આવતા હતા. ક્યારેક કાર, ક્યારેક બુલેટ... અલગ અલગ ગાડીઓ લઈને આવતા હતા.”

    - Advertisement -

    રાજસ્થાનના બ્યાવરમાં (Beawar) એક ગંભીર મામલો સામે આવ્યો હતો. જેમાં શાળામાં ભણતી હિંદુ સગીરાઓને (Hindu Minor Girls) લાલચ આપીને ફસાવવામાં આવતી ત્યારબાદ તેમના અશ્લીલ વિડીયો-ફોટોસ લઈને તેમને બ્લેકમેલ (Blackmail) કરી તેમનું શારીરિક શોષણ (Sexual Harassment) કરવામાં આવતું હતું. આ મામલે પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી હતી. હવે બ્યાવર બ્લેકમેલ કાંડ અંગે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સામે આવ્યું હતું કે બાળકીઓને બળજબરીથી બુરખો પહેરવા અને ઇસ્લામ કબૂલવા માટે દબાણ કરવામાં આવતું હતું. એક પીડિતાએ જણાવ્યું હતું કે તેણે રોજા ન કર્યા તો તેના હાથ પર બ્લેડ વડે કટ મારવામાં આવ્યો હતો. આ સિવાય બાળકીઓને વેચવાનું ષડ્યંત્ર પણ આ મુસ્લિમ ગેંગ કરી રહી હતી.

    આ મામલે પોલીસે રિહાન મોહમ્મદ (20 વર્ષ), સોહેલ અંસારી (19 વર્ષ), લુકમાન (20 વર્ષ), અરમાન પઠાણ (19 વર્ષ), સાહિલ કુરેશી (19 વર્ષ) અને 2 સગીરોની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આમાંથી એક પણ શાળાએ ગયો નથી. કોઈક વેલ્ડરની દુકાને તો કોઈક ફર્નિચરની દુકાનમાં મજૂરી કરે છે. આ લોકોએ શાળામાં ભણતી એવી હિંદુ સગીરાઓને નિશાન બનાવી હતી જે તેમના વિસ્તારમાં થઈને શાળાએ જતી હતી.

    કોઈ એક સંપર્ક કરતો અને બાકીનાને નંબર આપતો

    અહેવાલ અનુસાર આરોપીઓમાંથી કોઈ એક બાળકીઓનો સંપર્ક કરતો અને પછી તેનો નંબર એકબીજા સાથે વહેંચવામાં આવતો. ત્યારપછી સગીરાના અશ્લીલ ફોટોસ અને વિડીયો લઈને તેનું શારીરિક શોષણ કરવામાં આવતું. આ જ વિડીયો ફોટોના આધારે તેમણે બ્લેકમેલ કરવામાં આવતી હતી. છોકરીઓને ઉપવાસ રાખવા અને કલમાનો પાઠ કરવાનું પણ દબાણ કરવામાં આવતું હતું.

    - Advertisement -

    દૈનિક ભાસ્કર સાથેની વાતચીતમાં એક પીડિતાના સગાએ જણાવ્યું હતું કે, “આરોપીએ ભત્રીજીને લલચાવીને ફસાવી હતી. તેને એક મોબાઈલ ફોન આપવામાં આવ્યો. તે એ જ મોબાઇલ પરથી દીકરી સાથે વાત કરતો હતો. જ્યારે છોકરી શાળાએ જતી, ત્યારે તેઓ તેને રસ્તામાં રોકતા. તેની સાથે બળજબરી કરતા. તેને કાફે અને હોટલમાં તેમની સાથે આવવા દબાણ કરતા.”

    છોકરી પાસેથી મોબાઈલ મળતા મામલો આવ્યો સામે  

    તેમણે જણાવ્યું કે, “જ્યારે અમને છોકરી પાસેથી મોબાઈલ ફોન મળ્યો, ત્યારે અમને આખો મામલો ખબર પડી. આ પછી, અમે તે જ મોબાઇલ પરથી આરોપી છોકરાને ફોન કર્યો. આરોપીએ છોકરીને ગાળો બોલવા લાગી. તે ફોન પર જ તેને મારી નાખવાની ધમકી આપવા લાગ્યો. આ પછી અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા. એક પછી એક, ઘણી છોકરીઓને ફસાવવાના મામલાઓ સામે આવ્યા છે. પછી અમને ખબર પડી કે એક નહીં પણ ઘણા છોકરાઓ અમારી દીકરીને બ્લેકમેલ કરી રહ્યા હતા.”

    પોલીસના જણાવ્યા અનુસાર આરોપી કરીમે પહેલા સ્કૂલની છોકરીઓનો સંપર્ક કર્યો અને તેમને પોતાની જાળમાં ફસાવવાનું શરૂ કર્યું. આ પછી સોહેલ અને લુકમાને સ્કૂલની છોકરીઓને લઈ જવાની યોજના બનાવી. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ જણાવ્યું કે તેઓએ વિદ્યાર્થિનીઓને ફસાવવા માટે વિવિધ ગતકડાં અપનાવ્યા હતા.

    બ્રાહ્મણ છોકરીના ₹20 લાખ અને દલિતના ₹10 લાખ

    એક પીડિતાએ NDTV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “છોકરીઓને પોતાની જાળમાં ફસાવવા માટે, છોકરાઓ દરરોજ નવી નવી ગાડીઓ લઈને આવતા હતા. ક્યારેક કાર, ક્યારેક બુલેટ… અલગ અલગ ગાડીઓ લઈને આવતા હતા.” વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, “તેમણે એક વાર કહ્યું હતું કે જો અમે બ્રાહ્મણ છોકરી વેચીશું તો અમને ₹20 લાખ મળશે અને જો અમે તમને (દલિતને) વેચીશું તો અમને ₹10 લાખ મળશે.” નોંધનીય છે કે આ લોકો પીડિતાઓ પાસેથી પૈસા પણ વસૂલતા હતા જેના માટે પીડિતાઓએ તેમના ઘરે ચોરી કરવી પડતી.

    આ સિવાય એક પીડિતાએ જણાવ્યું હતું કે સોહેલ મન્સૂરી તેમનો પીછો કરતો હતો. 15 દિવસ સુધી તેણે તેમનો પીછો કર્યો, ફોન નંબર લખેલી ચિઠ્ઠીઓ ફેંકતો. એક વાર જ્યારે તેણે વાત કરી ત્યારે સોહેલે પીડિતાને મળવા બોલાવી અને તેના મિત્રો સાથે મળીને તેના ફોટોસ લઈને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. તેના પરિવારને મારી નાખવાની ધમકી આપીને તેની અન્ય બહેનપણીઓને ફસાવી. સોહેલે પીડિતાને એક નાનો મોબાઈલ પણ આપ્યો હતો.

    રોજા કરવાનો ઇનકાર કર્યો તો બ્લેડથી કાપી નાખ્યો હાથ

    પીડિતાના જણાવ્યા અનુસાર “વાતચીત દરમિયાન તે ઘણીવાર ધમકી આપતો હતો. તેણે મને કંઇક ભેળવીને પીવડાવી દીધું હતું. પછી મને કંઈ સમજાયું નહીં અને હું તે કહે એ કરવા લાગી. ધીમે ધીમે, આ લોકો મારી સાથે રોજ વાત કરવા લાગ્યા અને મને બુરખો પહેરવા માટે ત્રાસ આપવા લાગ્યા. મસ્જિદની 5 નમાજની માહિતી આપી. રોજા કરવા દબાણ કરવા લાગ્યો. મારા મામાને મારી નાખવાની ધમકી આપી. જ્યારે મેં ઉપવાસ રાખવાની ના પાડી, ત્યારે તેણે મારી સાથે મારપીટ કરી અને બ્લેડથી મારો હાથ કાપી નાખ્યો.”

    બ્યાવર પોલીસે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીને 18 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે 5 આરોપીઓને 4 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. આ ‘મુસ્લિમ ગેંગ’ને કોર્ટમાં રજૂ કરતી વખતે વકીલોએ જૂતા-ચંપલ ફેંકીને માર મર્યો હતો. આ સિવાય બ્યાવરના હિંદુ સમુદાયે પણ આ મામલે પ્રદર્શન કર્યું છે. પોલીસે પીડિતોના નિવેદનો નોંધીને મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું છે. આ કેસમાં ધરપકડ કરાયેલા બે સગીરોને જુવેનાઇલ બોર્ડમાં મોકલી દેવામાં આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં