Saturday, March 15, 2025
More
    હોમપેજક્રાઈમઇન્સ્ટાગ્રામથી હિંદુ સગીરાઓને ફસાવી, અંગત ફોટા-વિડીયો ઉતારી બ્લેકમેલ કરી કહેતા- ઇસ્લામ કબૂલો,...

    ઇન્સ્ટાગ્રામથી હિંદુ સગીરાઓને ફસાવી, અંગત ફોટા-વિડીયો ઉતારી બ્લેકમેલ કરી કહેતા- ઇસ્લામ કબૂલો, બહેનપણીઓ સાથે પરિચય કરાવો: અજમેર જેવા સેક્સ સ્કેન્ડલથી રાજસ્થાનના બ્યાવરમાં વિવાદ

    અત્યાર સુધીમાં પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં રિહાન મોહમ્મદ (20 વર્ષ), સોહેલ અંસારી (19 વર્ષ), લુકમાન (20 વર્ષ), અરમાન પઠાણ (19 વર્ષ), સાહિલ કુરેશી (19 વર્ષ) અને બે સગીરનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    રાજસ્થાનના બ્યાવરમાં એક ગંભીર મામલો સામે આવ્યો છે, જ્યાં શાળામાં ભણતી હિંદુ સગીરાઓને પહેલાં લાલચ આપીને ફસાવવામાં આવતી અને પછી બ્લેકમેલ કરીને તેમનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. આરોપીઓએ છોકરીઓને હોટેલ અને રેસ્ટોરન્ટમાં બોલાવી અને તેમના ફોટોગ્રાફ્સ અને વિડીયો બનાવ્યા અને બાદમાં તેમને ધમકી આપવાનો અને ઇસ્લામ ધર્મ સ્વીકારવા દબાણ કરવાનો પ્રયાસ કર્યો હોવાના ખુલાસા થયા હતા. આ મામલે પોલીસે રિહાન મોહમ્મદ અને સોહેલ અંસારી સહિતના 7 આરોપીઓની ધરપકડ કરી છે.

    ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા, પછી ફસાવવાનું કાવતરું

    પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી મુસ્લિમ યુવકો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સ્કૂલ જતી હિંદુ છોકરીઓ સાથે મિત્રતા કરતા હતા. પહેલાં હિંદુ છોકરીઓને મોબાઈલ આપતા અને ધીમે-ધીમે પોતાની જાળમાં ફસાવતા હતા. છોકરીઓ તેમના પર વિશ્વાસ કરવા લાગતી એટલે તેમને હોટેલ અને કાફેમાં મળવા બોલાવતા હતા. જ્યાં તેમના અંગત વિડીયો અને ફોટોગ્રાફ્સ લેવામાં આવતા હતા. પછી બ્લેકમેલિંગનો ખેલ શરૂ થતો. આરોપીઓએ પીડિત વિદ્યાર્થીઓને તેમની અન્ય મિત્રો સાથે પરિચય કરાવવા પણ દબાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જ્યારે છોકરીઓ આમ કરવાની ના પાડતી ત્યારે તેમના વિડીયો વાયરલ કરી દેવાની ધમકીઓ આપવામાં આવતી હતી.

    ત્રણ મહિનાથી ચાલી રહ્યો હતો આ ખેલ

    તપાસમાં જાણવા મળ્યું છે કે, આ સમગ્ર કાવતરું છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહ્યું હતું. આ ગેંગમાં લગભગ 15 યુવાનો સામેલ હતા, જેમણે ઓછામાં ઓછી પાંચ સ્કૂલની વિદ્યાર્થિનીઓને પોતાનો શિકાર બનાવી હતી. સૌથી નાની પીડિતા માત્ર 15 વર્ષની છે. બધી જ પીડિતો ધોરણ 10માં અભ્યાસ કરે છે. આ મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે એક પીડિત વિદ્યાર્થિનીએ આરોપીઓને આપવા માટે તેના ઘરમાંથી પૈસા ચોરી લીધા. આરોપીઓ વિદ્યાર્થિનીઓ પાસેથી પૈસા પણ પડાવતા હતા, જેથી તેઓ પોતાનું મોં બંધ રાખે. આ ઉપરાંત વિદ્યાર્થિનીઓ પર ધર્માંતરણ કરવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું.

    - Advertisement -

    7 આરોપીઓની ધરપકડ

    જ્યારે એક પીડિતાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. સીઓ મસુદા સજ્જન સિંઘે જણાવ્યું હતું કે, પીડિતાના પરિવારના સભ્યોની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ, કલમ 376 (બળાત્કાર) અને ધર્મ પરિવર્તન માટે દબાણ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

    અત્યાર સુધીમાં પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં રિહાન મોહમ્મદ (20 વર્ષ), સોહેલ અંસારી (19 વર્ષ), લુકમાન (20 વર્ષ), અરમાન પઠાણ (19 વર્ષ), સાહિલ કુરેશી (19 વર્ષ) અને બે સગીરનો સમાવેશ થાય છે. પોલીસે ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. અન્ય આરોપીઓની શોધમાં પોલીસની અલગ અલગ ટીમો દરોડા પાડી રહી છે.

    આ સમગ્ર મામલાને લઈને હિંદુ સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો અને કાર્યવાહીની માંગ કરી હતી. VHPના નેતૃત્વમાં લોકોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. VHPના ધનરાજ કવાડિયાએ જણાવ્યું હતું કે, પોલીસે આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.

    નોંધનીય છે કે, બ્યાવર મામલો અજમેર ઘટના જેવો જ છે, જેમાં સેંકડો હિંદુ છોકરીઓની ઇજ્જત લૂંટાઈ હતી. આ ઘૃણાસ્પદ મામલો ઉજાગર થયા પછી, ઘણી છોકરીઓએ આત્મહત્યા પણ કરી લીધી હતી. અજમેર કેસમાં અજમેર દરગાહ સાથે સંકળાયેલા લોકો અને કોંગ્રેસના અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાં સજા પણ સંભળાવવામાં આવી હતી. આ બાબત 1992માં બહાર આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં