રાજસ્થાનના બ્યાવરમાં (Beawar) હિંદુ છોકરીઓને ફસાવતી ‘મુસ્લિમ ગેંગ’ તેમને મૌલવી (Maulvi) પાસે જવા કહેતી હતી. હિંદુ બાળકીઓને સિગારેટ (Cigarette) પીવાનું કહેવામાં આવતું હતું. સગીરાઓને તેમની બહેપણીઓ સાથે મિત્રતા કરવાનું કહેવામાં આવતું હતું. જો સગીરાઓ ઇનકાર કરે તો તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. આ ઉપરાંત સગીરાઓને જીન્સ અને ટોપ પહેરવાથી પણ રોકવામાં આવી હતી. આ કેસમાં 6 મુસ્લિમ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. અજમેરના વકીલોએ પણ તેમનો કેસ લડવાનો ઇનકાર કરી દીધો છે.
દૈનિક જાગરણના અહેવાલ મુજબ, બ્યાવરમાં હિંદુ છોકરીઓને ફસાવતી ગેંગ તેમને મસ્જિદમાં જઈને મૌલવીઓને મળવાનું કહેતી હતી. તેમનું ધર્માંતરણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. અગાઉ, પીડિતોએ કહ્યું હતું કે મુસ્લિમ છોકરાઓ તેમને રોજ વિશે કહેતા હતા અને નમાજ પઢવાની તાલીમ આપતા હતા. કલમા પઢવાનું પણ કહેતા હતા. છોકરીઓએ કેમેરા સામે આ સિવાય પણ વધુ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
એક પીડિતાએ મુસ્લિમ છોકરા વિશે કહ્યું, “તેણે મારી બહેનપણીના આધારે મને ફસાવી હતી. એ બહેનપણીને પણ ધમકી આપતો હતો. જ્યારે હું ફસાઈ ગઈ, ત્યારે તેણે મને બીજી છોકરીઓ સાથે વાત કરાવવાની ધમકી આપવાનું શરૂ કર્યું. તેણે મને એક નાનો ફોન આપ્યો હતો… તે મને મળવા બોલાવવા પણ ધમકી આપતો હતો. તેણે મને 5 સેકન્ડ માટે મળવા બોલાવી અને પછી મને એક કાફેમાં લઈ ગયો. જ્યાં ખોટું કામ કર્યું. તેણે મારા ફોટા પાડી લીધા હતા અને આ બહાને મને ધમકી આપતો હતો. તે પરિવારના સભ્યોને પણ મારી નાખવાની ધમકી આપતો હતો. તેણે મારી સાથે મારપીટ પણ કરતો હતો. તે ટેડી બેર અને ચોકલેટ લાવતો હતો.”
‘જીન્સ પહેરું તો પણ ધમકાવતો’- પીડિતા
પીડિતાએ આગળ કહ્યું, “તેણે મારી પાસેથી ઘણા પૈસા પણ પડાવ્યા છે. મેં તેને લગભગ ₹10 હજાર આપી દીધા છે. મારા પરિવારના સભ્યોએ મને ફોન પર વાત કરતા પકડી લીધી હતી. મેં ના પાડી છતાં પણ તેણે મારી સાથે અશ્લીલ કૃત્યો કર્યા. તે મારા પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપતો હતો, તેથી મેં ઘરે કોઈને કહ્યું નહીં. તે મને સિગારેટ વગેરે પીવાનું કહેતો. તે મને કલમા પઢવા, રોજા રાખવા અને બુરખો પહેરવાનું કહેતો. હું જીન્સ અને ટોપ પહેરું તો પણ તે મને ધમકી આપતો હતો. તે કહેતો હતો કે તમે પથ્થરને ભગવાન માનો છો… આમારા સમાજમાં આવી જાવ. તેણે મારી સાથે મારપીટ પણ કરી હતી અને કટ્સ પણ લગાવ્યા હતા.”
બીજી પીડિતાએ જણાવ્યું હતું કે, “તે છોકરાનું નામ કરીમ છે, પહેલાં તે શાળા તરફ આવતો હતો. તેના મિત્રો સોહેલ મન્સૂરી, રેહાન મન્સૂરી અને સોહેફ વગેરે. તેણે પહેલાંથી જે છોકરીઓને ફસાવી હતી તેના આધારે જ મને પણ ફસાવી હતી. તેણે મને નમાજ પઢવા અને બુરખો પહેરવાનું પણ કહ્યું હતું. શુક્રવારની પાંચ નમાજનું પણ કહેતા હતા. શોર્ટ કપડાં પહેરતા પણ રોકવામાં આવતી. તે મને ક્યારેક ક્યારેક મળવા અને બીજી છોકરીઓનો સંપર્ક કરવા કહેતો. તે પરિવારને ખતરો છે એવી ધમકી પણ આપતો હતો.”
ધરપકડ કરી રિમાન્ડ પર મોકલાઈ મુસ્લિમ ગેંગ
પોલીસે પણ પીડિતોના નિવેદનો નોંધ્યા છે. આ કેસમાં પોલીસે રિહાન મોહમ્મદ (20 વર્ષ), સોહેલ અંસારી (19 વર્ષ), લુકમાન (20 વર્ષ), અરમાન પઠાણ (19 વર્ષ), સાહિલ કુરેશીની (19 વર્ષ) ધરપકડ કરી છે. કોર્ટે આરોપીઓને 4 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે. પોલીસ હવે આ કેસમાં પુરાવા એકત્ર કરી રહી છે. પોલીસે તેમના વાહનો પણ જપ્ત કર્યા છે અને અન્ય આરોપી નદીમ કુરેશીની પણ પૂછપરછ કરી રહી છે. પોલીસે આ કેસમાં ફોરેન્સિક પુરાવા પણ એકત્રિત કર્યા છે. તે જ સમયે, આરોપીઓના પરિવારના સભ્યો હિંદુ પીડિતાઓને દોષી ઠેરવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ બધા મુસ્લિમ છોકરાઓ પહેલા સગીર હિંદુ છોકરીઓને ફસાવતા હતા અને પછી તેમના અશ્લીલ ફોટા અને વિડીયો બનાવીને તેમને બ્લેકમેલ કરતા હતા. તે છોકરીઓને અન્ય છોકરીઓનો સંપર્ક કરવાનું કહેતા. જો છોકરીઓ તેમની વાત માનવાનો ઇનકાર કરે તો તેમના ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા. પીડીતાઓ પાસેથી પૈસા પડાવતા ધર્માંતરણ માટે દબાણ પણ કરતા હોવાનું સામે આવ્યું હતું. હવે પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે. બીજી તરફ પોલીસે કહ્યું છે કે આ કેસમાં ‘લવ જેહાદ’નો કોઈ એંગલ નથી.