Tuesday, March 31, 2026
More
    હોમપેજમિડિયા'આઈ લવ મુહમ્મદ' વિવાદમાં કટ્ટરપંથીઓની હિંસા પર ઢાંકપિછોડો, ભારતને વિલન દર્શાવવાનો પ્રયાસ:...

    ‘આઈ લવ મુહમ્મદ’ વિવાદમાં કટ્ટરપંથીઓની હિંસા પર ઢાંકપિછોડો, ભારતને વિલન દર્શાવવાનો પ્રયાસ: ઇસ્લામોફોબિક નેરેટિવનો પ્રોપગેન્ડા ચલાવી રહ્યું છે અલ-જઝીરા

    આજનો સમય ફક્ત બૉમ્બ અને બંદૂકનો નથી, નેરેટિવની લડાઈનો છે. જ્યારે ભારત કાયદા-વ્યવસ્થાને મજબૂતીથી લાગુ કરે છે, ત્યારે વૈશ્વિક મીડિયા તેનો ઉપયોગ પોતાની સુવિધા મુજબ ભારત વિરુદ્ધ કરવા મંડાઈ પડે છે.

    - Advertisement -

    કતરની સરકારના નાણાં પર ચાલતું અને ભારત તેમજ હિંદુવિરોધી પ્રોપગેન્ડા ફેલાવવા માટે કુખ્યાત ‘અલ-જઝીરા’ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ‘આઈ લવ મુહમ્મદ’ નારા સાથે ભારતમાં થયેલા વિરોધ પ્રદર્શનો અંગે ‘અલ-જઝીરા’એ એક લાંબો લેખ પ્રકાશિત કર્યો છે. જોકે, આ લેખમાં તથ્યોને છુપાવીને મુસ્લિમ સમુદાયને પીડિત બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

    લેખનું શીર્ષક

    ‘અલ-જઝીરા’નો ભારતવિરોધી પ્રોપગેન્ડા તેનાં શીર્ષકથી જ શરૂ થઈ જાય છે. તેણે લખ્યું છે કે, ‘Why is India prosecuting Muslims who said ‘I love Muhammad’?’ એટલે કે, ‘ભારત એવા મુસ્લિમો સામે કેમ કાર્યવાહી કરી રહ્યું છે જેમણે ‘I Love Muhammad’ કહ્યું?’ આ શીર્ષકમાંથી જ સ્પષ્ટ થાય છે કે ‘અલ-જઝીરા’એ અગાઉથી જ ‘ચુકાદો’ આપી દીધો છે કે ‘મુસ્લિમો સામે કાર્યવાહી થઈ રહી છે’ અને તે ફક્ત એ જણાવવા માંગે છે કે આ કાર્યવાહી શા માટે થઈ રહી છે.

    વિવાદની શરૂઆત અંગે અલ-જઝીરાનું અર્ધસત્ય

    ‘અલ-જઝીરા’એ વિવાદની શરૂઆત અંગે પણ પૂર્ણ સત્ય છુપાવ્યું છે. તેણે લખ્યું કે 4 સપ્ટેમ્બરે કાનપુરમાં મુસ્લિમ સમુદાય દ્વારા ‘આઈ લવ મુહમ્મદ’નું બેનર લગાવવાને કારણે વિવાદ થયો અને ફરિયાદનાં આધારે FIR નોંધાઈ. પરંતુ ‘અલ-જઝીરા’ની આ માહિતી અડધીઅધૂરી છે.

    - Advertisement -
    વિવાદની શરૂઆત પર અલ-જઝીરાનું જૂઠ

    એ વાત સાચી છે કે ‘આઈ લવ મુહમ્મદ’નાં બેનરને લઈને વિવાદ થયો હતો, પરંતુ આખી ઘટના તેના પછીની છે. બેનરને બીજી જગ્યાએ લગાવવામાં આવ્યું અને બંને પક્ષોની સહમતિથી આ મામલો શાંત થઈ ગયો હતો. પરંતુ, વાસ્તવિક વિવાદ બીજા દિવસે, એટલે કે 5 સપ્ટેમ્બરે થયો.

    5 સપ્ટેમ્બરે બારાવફાતનું જુલૂસ નીકળવાનું હતું અને આ દિવસે કેટલાક મુસ્લિમ યુવાનોએ હિંદુ સમુદાયનાં પોસ્ટરોને જાણીજોઈને ફાડી નાખ્યાં હતાં. FIR અનુસાર, “રાવતપુર ગામની હિંદુ વસ્તીમાંથી જુલૂસ કાઢતી વખતે કેટલાક અજાણ્યા મુસ્લિમ યુવાનોએ રસ્તામાં લાગેલા હિંદુ સમુદાયના ધાર્મિક પોસ્ટરોને જુલૂસમાં સામેલ ગાડીમાંથી લાકડીઓની મદદથી જાણીજોઈને ફાડી નાખ્યાં હતાં.” 

    પોલીસે નોંધેલી FIRનો ભાગ

    આ ઘટના સ્પષ્ટ કરે છે કે આ મામલો માત્ર ‘આઈ લવ મુહમ્મદ’નાં બેનર સુધી મર્યાદિત નથી. ‘અલ-જઝીરા’ જે પ્રોપગેન્ડા ચલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તે અડધુંઅધૂરું અને પોતાની રીતે પસંદ કરેલું ‘સત્ય’ છે, જે ઘણી રીતે જૂઠથી પણ વધુ જોખમી છે. ‘અલ-જઝીરા’નો પ્રોપગેન્ડા માત્ર આટલે ન અટક્યો.

    બરેલી અને ગુજરાત અંગે પણ અલ-જઝીરાએ ફેલાવ્યું જૂઠ

    એમ તો આ મામલે ઘણા રાજ્યોમાં હોબાળો થયો હતો, પરંતુ બરેલી અને ગુજરાતમાં તેની તીવ્રતા વધુ જોવા મળી હતી. ‘અલ-જઝીરા’એ પોતાના રિપોર્ટમાં આ બંને ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ અહીં પણ તેણે સત્યને છુપાવવાનું કામ કર્યું છે.

    બરેલી અને ગુજરાતની ઘટનાઓ પરનું જુઠ્ઠાણું

    બરેલી વિવાદમાં ‘અલ-જઝીરા’એ લખ્યું છે કે પ્રદર્શનકારીઓની પોલીસ સાથે હિંસક અથડામણ થઈ. પરંતુ તેણે એ નથી જણાવ્યું કે બરેલીમાં માત્ર હિંસક અથડામણ જ નહોતી થઈ, પરંતુ કથિત પ્રદર્શનકારીઓએ પોલીસ પર હુમલાની આગોતરી યોજના પણ બનાવી હતી. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે તૌકીર રઝાએ પોલીસકર્મીઓની હત્યાનું કાવતરું રચ્યું હતું. 

    કથિત પ્રદર્શનકારીઓએ બરેલીમાં રમખાણો ભડકાવવાની સંપૂર્ણ તૈયારી કરી હતી. બહારથી સેંકડો લોકોને બોલાવવામાં આવ્યા હતા અને તેમને અલગ-અલગ મસ્જિદોમાં રોકવામાં આવ્યા હતા. કથિત પ્રદર્શનના દિવસે ઉપદ્રવીઓએ પોલીસ પર પેટ્રોલ બૉમ્બથી હુમલો કર્યો, ગોળીબાર કર્યો અને પથ્થરમારો પણ કર્યો.  ઇસ્લામી કટ્ટરપંથીઓના આ આખા ષડ્યંત્રને ‘અલ-જઝીરા’એ ફક્ત ‘હિંસક અથડામણ’ કહીને ટાળી દીધું.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં થયેલી હિંસા અંગે પણ ‘અલ-જઝીરા’એ સત્ય નથી જણાવ્યું. તેણે લખ્યું કે, “ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ‘આઈ લવ મુહમ્મદ’ નારા સાથેની સોશિયલ મીડિયા પોસ્ટ અને વિડીયોને કારણે મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી છે.” 

    ગુજરાતની કાર્યવાહી પર અલ-જઝીરા

    ગુજરાતના ગોધરામાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ગાંધીનગરમાં ‘આઈ લવ મહાદેવ’ પોસ્ટને લઈને ખૂબ હોબાળો થયો હતો. ઇસ્લામી કટ્ટરપંથીઓએ વીણી-વીણીને હિંદુઓનાં ઘરો અને દુકાનોને નિશાન બનાવ્યાં હતાં. ગરબા પંડાલો અને આજુબાજુના વિસ્તારોમાં પણ પથ્થરમારો થયો હતો, પરંતુ ‘અલ-જઝીરા’ને આ બધુ નથી દેખાઈ રહ્યું.

    ‘અલ-જઝીરા’એ આ રિપોર્ટમાં એમ્નેસ્ટી જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોના નિવેદનો દ્વારા પ્રોપગેન્ડા ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમાં ક્યાંય તથ્યો નથી. નાળા, તળાવો અને અન્ય સરકારી જમીનો પર ગેરકાયદેસર કબજો કરીને બનાવેલા ઘરો પરની કાર્યવાહીને પણ મુસ્લિમોના ઘરો તોડવાના રૂપમાં દર્શાવવામાં આવ્યું છે, પરંતુ એ નથી જણાવ્યું કે આ ઘરો ગેરકાયદેસર રીતે બનાવાયા હતા.

    બૉમ્બ-બંદૂક નહીં, નેરેટિવની લડાઈ

    ‘અલ-જઝીરા’, ‘બીબીસી’, ‘વોશિંગ્ટન પોસ્ટ’ જેવી સંસ્થાઓ વારંવાર ભારતની દરેક આંતરિક ઘટનાને ‘મુસ્લિમ વિરુદ્ધ રાજ્ય’ના ચશ્માથી દર્શાવવાનો પ્રયાસ કરે છે. તેઓ ફક્ત સમાચાર નથી આપતા, પરંતુ એક નેરેટિવ ઊભો કરવાના પ્રયાસો કરે છે કે ભારતને હિંદુ બાહુલ્ય અને મુસ્લિમવિરોધી દેશ તરીકે કેવી રીતે દર્શાવવું. સ્વાભાવિક છે કે તેઓ આવા બધા કારસ્તાનો દ્વારા આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે.

    કોઈપણ ધર્મ, પંથ, મત કે મજહબમાં પોતાના પયગંબર પ્રત્યે પ્રેમ હોવો સ્વાભાવિક છે. પરંતુ જ્યારે આવા ભાવનાત્મક નારાનો ઉપયોગ ભીડને ઉશ્કેરવા, રાજકારણ કરવા કે કોઈ સમુદાય સામે લામબંધી કરવા માટે થાય છે, ત્યારે તે મજહબી પ્રેમ નથી રહેતો, પરંતુ ‘મજહબી હથિયાર’ બની જાય છે.

    આવા હથિયારનો ઉપયોગ કટ્ટરપંથીઓ કરે છે અને જ્યારે પોલીસ કાયદા અનુસાર તેમની સામે કાર્યવાહી કરે છે, ત્યારે વિદેશી મીડિયા તેને મુસ્લિમો સામેનું ષડ્યંત્ર ગણાવે છે. આ સંસ્થાઓ ક્યારેય એ સવાલ નથી ઉઠાવતી કે શું પથ્થરમારો, રમખાણો કે હિંસાનું આયોજન કરવું એ કોઈ મજહબનો ભાગ છે? શું પોલીસે માત્ર એટલા માટે હાથ બાંધી લેવા જોઈએ કે આરોપી વિશેષ સમુદાયમાંથી આવે છે?

    આજનો સમય ફક્ત બૉમ્બ અને બંદૂકનો નથી, નેરેટિવની લડાઈનો છે. જ્યારે ભારત કાયદા-વ્યવસ્થાને મજબૂતીથી લાગુ કરે છે, ત્યારે વૈશ્વિક મીડિયા તેનો ઉપયોગ પોતાની સુવિધા મુજબ ભારત વિરુદ્ધ કરવા મંડાઈ પડે છે. આવી સંસ્થાઓનો પ્રયાસ રહે છે કે મુસ્લિમોને પીડિત બતાવીને આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવામાં આવે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં