છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ‘આઈ લવ મુહમ્મદ’ કેમ્પેઇનના નામે સામાજિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ બાદ હવે ગુજરાતને પણ આ કેમ્પેઇને તેની ઝપેટમાં લઈ લીધું છે. ગુજરાતમાં ગોધરા સહિત વિવિધ સ્થળોએ ‘આઈ લવ મુહમ્મદ’ના નામે મુસ્લિમો ઉત્પાત મચાવી ચૂક્યા છે. ત્યારે 25 સપ્ટેમ્બરની રાત્રે ગુજરાતના દહેગામના બહિયલ ગામમાં પણ મુસ્લિમોએ ગરબા દરમિયાન પથ્થરમારો કરી દીધો હતો. આ હિંસાના પીડિતોએ ઑપઇન્ડિયા સાથે વાતચીત કરી હતી જેમાં ચોંકાવનારા ઘસ્ફોટ થયા છે.
શું હતો સમગ્ર મામલો?
એક હિંદુ યુવકે ‘આઈ લવ મહાદેવ’ની પોસ્ટ કરી હતી. કેટલાક મુસ્લિમોએ આ પોસ્ટને ‘આઈ લવ મુહમ્મદ’ની પ્રતિક્રિયા તરીકે જોઈ હતી. જેને લઈને મુસ્લિમ કટ્ટરપંથીઓ યુવકની દુકાન પર પહોંચ્યા અને તેને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ રાત્રિના સમયે જ્યારે હિંદુઓ ગરબા રમી રહ્યા હતા ત્યારે ઇસ્લામી ટોળાએ તેમના ઘરોની છતો પરથી ચાલુ ગરબામાં પથ્થરમારો કરી દીધો હતો.
આ સિવાય હથિયારો સાથે 300-400 મુસ્લિમોનું ટોળું તૂટી પડ્યું હતું. ઈલેક્ટ્રોનિકની દુકાન, ઝેરોક્ષની દુકાન સહિત અનેક દુકાનો આગના હવાલે કરવામાં આવી હતી અને ગાડીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે પરિસ્થિતિ શાંત કરવા ટિયર ગેસના શેલ છોડ્યા તો પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
પોલીસના સરકારી વાહનો તેમજ આગ બુઝાવા માટે આવેલ ફાયર બ્રિગેડની ગાડી ઉપર પણ પથ્થરમારો કરાયો હતો અને કાચ તોડી નખાયા હતા. ઘટના બાદ પોલીસે CCTV ફૂટેજ અને ઘટનાના વાયરલ વિડીયોના આધારે 60 લોકોની અટકાયત કરી છે. આ ઉપરાંત પોલીસે 83 લોકો સામે નામજોગ જ્યારે 1500 અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
પીડિતો સાથે ઑપઇન્ડિયાની વાતચીત
આ ઘટનાની વાસ્તવિકતા જાણવા ઑપઇન્ડિયા ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને પીડિતો પાસેથી આંખોદેખી વાસ્તવિકતા જાણી હતી. એક હિંદુ મહિલાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ હુમલો જાણીજોઈને પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે થયો હતો. તેમનું કહેવું હતું કે તાત્કાલિક ધોરણે એટલી વધુ માત્રામાં પથ્થરો, કાચની બોટલો એકઠી કરવી અશક્ય છે, તેથી પહેલાં આ બધી વસ્તુઓ એકઠી કરવામાં આવી હતી અને ત્યારપછી જાણીજોઈને ગરબાના સમયે હુમલો કરવામાં આવ્યો હતો.
મહિલાએ જણાવ્યું હતું કે આ અગાઉ પણ 2 વર્ષ પહેલાં રામનવમી દરમિયાન મુસ્લિમ કટ્ટરપંથીઓએ પથ્થરમારો કર્યો હતો પરંતુ એ વખતે કોઈ કાર્યવાહી થઈ નહોતી અને આ વખતે હદ થઈ ગઈ છે. કારણ કે હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. મહિલાના જણાવ્યા અનુસાર ગામના સરપંચ પણ મુસ્લિમ સમુદાયના જ છે, તેથી મુસ્લિમ સમુદાયના લોકોએ સાર્વજનિક જમીન પર કરેલ દબાણનો કોઈ નિકાલ આવતો નથી.
અવૈધ અતિક્રમણ, મસ્જિદોમાં હથિયાર, મુસ્લિમ સરપંચની નાલાયકી અને બીજું ઘણું…
— ઑપઇન્ડિયા (@OpIndia_G) September 25, 2025
"ગામમાંથી આરોપીઓનું સરઘસ નીકળવું જોઈએ, એ પણ જૂતા પહેરાવીને."
"લડવું હોય તો સામે આવી જાવ, પથ્થરમારો કેમ કરો છો?"
બહિયલ ગામની પીડિત હિંદુ મહિલાઓની ઑપઇન્ડિયા સાથે ખાસ વાતચીત..
Attack On Hindus | Dahegam pic.twitter.com/FTkIDaFf6J
તે મહિલાએ વારંવાર એક જ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે સમગ્ર હુમલો પૂર્વઆયોજિત હતો. તેમણે કહ્યું કે આ મીડિયામાં સ્ટેટ્સ અને પોસ્ટની જે વાતો થઈ રહી છે એ બધી ખોટી છે. તેમણે કહ્યું કે આ પહેલાં પણ 2 દિવસ પહેલાં જ્યારે આરતી થઈ રહી હતી, ત્યારે મુસ્લિમ બાળકો અને ખાતૂનો રેલી કાઢીને હેરાનગતિ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે રાત્રિના સમયે પટેલ વાસ અને બારોટ વાસની બંને તરફથી 300-300 (કુલ 600) મુસ્લિમોના ટોળાએ હુમલો કરી દીધો હતો.
તેમણે કહ્યું કે, “સરકાર સમક્ષ એક જ વિનંતી છે કે આ વખતે ઢીલ ન મૂકવી જોઈએ તેમણે મંદિર પર હુમલો કર્યો છે તો મસ્જિદ પર પણ બુલડોઝર ચઢાવવું જોઈએ.” તેમણે એમ પણ કહ્યું કે સરકારને કહો કે મસ્જિદોમાં દરોડા પાડે ત્યાંથી હથિયારો મળી આવશે. નોંધનીય છે કે બહિયલ ગામમાં મુસ્લિમોની બહુમતી છે અને ગામના સરપંચ પણ મુસ્લિમ જ છે.
અન્ય એક મહિલાએ કહ્યું કે આ પથ્થરમારામાં ઘણા નાના બાળકોને પણ પથ્થર વાગ્યા છે. તેમનું કહેવું હતું કે હુમલો થયો એ વખતે લાઈટો પણ બંધ કરી દેવામાં આવી હતી. લાઈટ બંધ થયા પછી વધુ પથ્થરો મારવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે લડવું હોય તો સામ-સામે આવી જાવ પથ્થરમારો કરવાનો કોઈ અર્થ નથી.
હિંદુઓ કરી રહ્યા હતા ગરબા અને
— ઑપઇન્ડિયા (@OpIndia_G) September 25, 2025
મુસ્લિમ ટોળાએ માતાના મંદિર પર કર્યો પથ્થરમારો,
શિખર કર્યું ખંડિત….
દહેગામના બહિયલની નવરાત્રિ પર હુમલાની ઘટનામાં હિંદુઓ જ નહીં, હિંદુઓના મંદિર પણ હતા જેહાદીઓના ટાર્ગેટ
ઑપઇન્ડિયા વિશેષ
Navaratri | Attack on Hindus | Dahegam, Gandhinagar pic.twitter.com/D1GGy492cJ
અન્ય એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે તેમના ઘરની બહાર તેમના કુળદેવી માતાના મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી છે. મંદિરનું શિખર ખંડિત કરી દેવામાં આવ્યું છે. તેમણે પણ એ જ બાબતનો પુનરોચ્ચાર કર્યો હતો કે આ હુમલો પૂર્વઆયોજિત હતો અને આ પહેલાં પણ મુસ્લિમોએ આવી રીતે હુમલા કર્યા છે. તેમણે કહ્યું કે આવું ઘણી વખત થઈ ચૂક્યું છે તેમના ઘરના કાચ પણ તોડી નાખવામાં આવ્યા છે.
મુસ્લિમ ટોળું આવ્યું,
— ઑપઇન્ડિયા (@OpIndia_G) September 25, 2025
હિંદુઓની દુકાનોનો માલસામાન લૂંટ્યો અને
આગને હવાલે કરી દીધી…
દહેગામના બહિયલની નવરાત્રિમાં હિંદુઓ પર હુમલાની ઘટનામાં જેમની દુકાન સળગાવાઈ તે પીડિત યુવાન સાથે ઑપઇન્ડિયાની ખાસ વાતચીત
Navaratri | Attack on Hindus | Dahegam, Gandhinagar pic.twitter.com/k9Uv9bjzml
અન્ય એક પીડિત હિંદુ યુવાને જણાવ્યું હતું કે તેમની 25 વર્ષ જૂની દુકાન આગને હવાલે કરવામાં આવી હતી. આ પહેલાં દુકાનમાં ગીઝર, હીટર સહિતનો સામાન પણ લૂંટી લેવામાં આવ્યો હતો. યુવાને જણાવ્યું કે નાના-નાના બાળકો સહિતના લોકો 2-3 દિવસથી ‘આઈ લવ મુહમ્મદ’ના નામે રેલી કાઢતા હતા અને ગઈકાલે હુમલો કરી દીધો છે. યુવાને જણાવ્યું કે તેમની દુકાનમાં આગચંપી કરવામાં આવી જેમાં ₹25 લાખનો સમાન ખાક થઈ ગયો હતો. યુવાને કહ્યું કે હિંદુઓએ એક થવાની જરૂર છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર છે.
નોંધનીય છે કે દર વખતે હિંદુઓના તહેવારો પર આવી ઘટનાઓ બનતી હોય છે અને હિંદુ સમાજને ન્યાયની રાહ હોય છે. આ ઘટના બાદ પણ હિંદુ સમાજના લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે. પોલીસે પણ FIR નોંધીને ધરપકડ સહિતની કાર્યવાહી શરૂ કરી છે.


