ગોધરામાં (Godhra) મુસ્લિમ ટોળાંએ (Muslim Mob) પોલીસ સ્ટેશનનો (Police Station) ઘેરાવો કરીને ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે નવરાત્રિ પહેલાં ગોધરા પોલીસે કાયમ ભડકાઉ વિડીયો બનાવતા એક મુસ્લિમ શખ્સને સમજાવવા માટે બોલાવ્યો હતો. જે બાદ અચાનક મુસ્લિમ ટોળાં એકઠા થવા લાગ્યા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને હુમલો કરી દીધો હતો. જોત-જોતાંમાં ટોળાંએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો અને તોડફોડ પણ કરવાની શરૂ કરી દીધી. ઘટનાને લઈને પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર ઘટના 18 સપ્ટેમ્બરના રોજ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનવા પામી હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર ભડકાઉ વિડીયો બનાવીને પોસ્ટ કરનાર એક મુસ્લિમ શખ્સને ગોધરા પોલીસે પોલીસ સ્ટેશન પર બોલાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેને બોલાવવા માટેનું એકમાત્ર કારણ એ હતું કે નવરાત્રિ જેવા સંવેદનશીલ તહેવારમાં તે કોઈ ભડકાઉ પોસ્ટ ન કરે તે બાબતે તેને સમજણ આપવી. પરંતુ, મુસ્લિમ શખ્સને બોલાવ્યા બાદ મુસ્લિમ ટોળાં પોલીસ સ્ટેશન પર એકઠા થઈ ગયા હતા અને ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે હુમલો કરી દીધો હતો.
મુસ્લિમ ટોળાંએ પોલીસ પર કર્યો પથ્થરમારો, તોડફોડ
મુસ્લિમ શખ્સને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા બાદ મુસ્લિમ ટોળાં એકઠા થઈ ગયા હતા અને ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવીને ભારે હોબાળો કરવા લાગ્યા હતા. ત્યારબાદ પરિસ્થતિ નિયંત્રણમાંથી નીકળી ગઈ હતી. દરમિયાન ટોળાંએ ચોકી નંબર ચાર પર પથ્થરમારો પણ કર્યો હતો અને તોડફોડ પણ શરૂ કરી દીધી હતી. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જે બાદ ટોળું વિખેરાયું હતું અને સ્થિતી નિયંત્રણમાં આવી હતી. ઘટનાસ્થળે રેન્જ IG, જિલ્લા પોલીસ વડા સહિતનો મોટો પોલીસ કાફલો ખડકવામાં આવ્યો હતો અને પરિસ્થિતિને કાબુમાં લેવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.
20 સપ્ટેમ્બર, જુમ્માની રાતે ગોધરામાં મુસ્લિમ ટોળાએ મચાવ્યો આતંક, પથ્થરમારો કરીને શહેરને બાનમાં લીધું…
— ઑપઇન્ડિયા (@OpIndia_G) September 20, 2025
પોલીસ સ્ટેશન પર પણ કર્યો હુમલો…
કારણ- નવરાત્રી પહેલા સાંપ્રદાયિક સૌહાર્દ બગડે તેવી પોસ્ટ કરનાર મુસ્લિમ શખ્સને પૂછપરછ માટે પોલીસે સ્ટેશન બોલાવાયો હતો.
Godhra | Muslim Mob pic.twitter.com/vtBSDZ4yjg
પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાપૂર્વક તપાસ શરૂ કરી છે. વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે. બીજી તરફ પોલીસ દ્વારા મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે બેઠક બોલાવવામાં આવી હતી અને પરિસ્થિતિને સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.
મુસ્લિમ શખ્સને સમજાવવા માટે બોલાવ્યા બાદ હોબાળો- પોલીસ
પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધાતે આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, એક મુસ્લિમ વ્યક્તિ જે વારંવાર સોશિયલ મીડિયામાં અમુક ભડકાઉ પોસ્ટ વાયરલ કરી રહ્યો હતો, તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ આગળ જણાવ્યું છે કે આ નવરાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈને તે વ્યક્તિ કોઈ એવો વિવાદિત વિડીયો ન બનાવે તે માટે તેને સમજાવવા માટે બોલાવ્યો હતો.
પોલીસ અધિકારી મુજબ, મુસ્લિમ શખ્સને બોલાવ્યા બાદ એવી અફવાઓ ફેલાઈ કે એક મજહબી પોસ્ટર લગાવવાના કારણે પોલીસે તેને ધમકી આપી છે. જોકે, એવું કશું હતું નહીં. પણ આ અફવાના કારણે મોટી સંખ્યામાં મુસ્લિમ ટોળાં પોલીસ સ્ટેશનમાં એકઠા થઈ ગયા હતા અને ભારે હોબાળો શરૂ કરી દીધો હતો. જે દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
પોલીસે એવું પણ જણાવ્યું છે કે આ ભાગદોડના કારણે પોલીસના જવાનોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં સ્થિતિને નિયંત્રણમાં લઈ લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે પણ બેઠક યોજવામાં આવી છે.


