Wednesday, February 5, 2025
More

    દિલ્હી વિધાનસભા માટે મતદાન ચાલુ, BJP-AAP-કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ: એક જ ચરણમાં છે ચૂંટણી, 8 ફેબ્રુઆરીએ મતગણતરી

    દિલ્હીમાં આજે એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Election) યોજાઈ રહી છે. તમામ 70 મતવિસ્તારોમાં સવારે 7:00 વાગ્યે મતદાન (Voting) શરૂ થયું હતું અને સાંજે 6:30 વાગ્યા સુધી ચાલુ રહેશે, જેમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચૂક્યા છે.

    રાષ્ટ્રીય રાજધાનીમાં રાજકીય પરિદૃશ્ય બદલવાની ક્ષમતા ધરાવતી ચૂંટણીમાં 13,766 મતદાન મથકો પર મતદાન થશે, જ્યાં 699 ઉમેદવારો મત માટે મેદાનમાં ઉતર્યા છે. મતદારો માટે નિર્ણય લેવાનો મોકો આવી ગયો છે કે તેઓ આમ આદમી પાર્ટીને (AAP) સતત ત્રીજા કાર્યકાળ માટે પાછી લાવવા માંગે છે કે ભાજપ કે કોંગ્રેસને રાજકીય પુનરુત્થાનની તક આપવા માંગે છે.

    સુલભતા વધારવા માટે, 733 મતદાન મથકો વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે સજ્જ કરવામાં આવી છે. વધુમાં, ભારતીય ચૂંટણી પંચે (ECI) મતદારોને વાસ્તવિક સમયમાં ભીડની માત્રાનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપવા માટે કતાર વ્યવસ્થાપન સિસ્ટમ (QMS) એપ્લિકેશન રજૂ કરી છે. નોંધનીય છે કે દિલ્હી ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર થશે.