Friday, March 14, 2025
More

    પાકિસ્તાન નૌસેનાની અવળચંડાઈ: ગુજરાતના દરિયા નજીક ફાયરિંગ કરીને ડૂબાડી ભારતીય નાવ, કોસ્ટ ગાર્ડે તમામ માછીમારોને બચાવ્યા

    પાડોશી દેશ પાકિસ્તાન દુનિયાભરમાં ભીખ માંગીને દેશના અર્થતંત્રને ટકાવવા મહેનત કરી રહ્યો છે. આવી વિકટ અને ભયાનક પરિસ્થિતિમાં પણ તે સુધરવાનું નામ નથી લઈ રહ્યો હતો. રવિવારે (17 નવેમ્બર) મોડી રાત્રે ઓખાના દરિયા નજીક પાકિસ્તાન મરીને (Pakistan Marine) ફાયરિંગ (Firing) કરી દીધું હતું અને એક ભારતીય ફિશિંગ બોટને (Indian Fishing Boat) ડૂબાડી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) એક્શનમાં આવી હતી અને તમામ માછીમારોને બચાવી પણ લેવાયા હતા.

    માહિતી અનુસાર, રવિવારે અરબી સમુદ્રમાં IMBL નજીક ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ભારતીય માછીમારોની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરાવામાં આવ્યું હતું. જોકે, પાકિસ્તાન તરફથી ફાયરિંગ થતાં જ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી અને માછીમારોનો આબાદ બચાવ કર્યો હતો. જોકે, સમગ્ર ફાયરિંગની ઘટનામાં માછીમારોની બોટમાં નુકસાન થતાં તે પાણીમાં ડૂબી ગઈ હતી.

    સાથે એ પણ નોંધવા જેવું છે કે, સોમવારે (18 નવેમ્બર) બપોર પછી બચાવાયેલા તમામ માછીમારોને ઓખા લાવવામાં આવશે. પરંતુ પાકિસ્તાન મરીનની આ હરકતના કારણે ગુજરાતના ઘણા માછીમારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.