જંતર-મંતર પર ભેગા થયેલા કોકરોચ નવું લાવ્યા: લાલ રંગની ‘પર્સનલ ડાયરી’ લઈને પ્રદર્શન માટે પહોંચ્યો યુવક, પૂછ્યું તો કહ્યું– યહી હૈ સંવિધાન

‘જંતર મંતર’ પર ઑપઇન્ડિયાના પત્રકાર અનુરાગ મિશ્રા સાથે વાતચીત કરતો પ્રદર્શનકારી

સોશિયલ મીડિયા પર ઊભી થયેલી ‘કોકરોચ જનતા પાર્ટી’એ આજે 6 જૂનના રોજ દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરવાની ઘોષણા કરી હતી. આ માટે પોલીસ પરવાનગી લેવામાં આવી ન હતી અને 7 દિવસના નિયમથી વિપરીત અંતિમ ક્ષણે દિલ્હી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો, તેમ છતાં પોલીસે પરવાનગી આપી દીધી હતી. સવારથી પ્રદર્શન શરૂ થયું છે પરંતુ ખાસ ભીડ જોવા મળી રહી નથી અને પ્રદર્શનકારીઓ કરતાં મીડિયાકર્મીઓ અને પોલીસકર્મીઓની સંખ્યા વધી રહી છે. દરમ્યાન ઑપઇન્ડિયાના કેમેરામાં એક પ્રદર્શનકારીના ‘ક્રાંતિકારી’ વિચાર કેદ થઈ ગયા.

પ્રદર્શનમાં રિપોર્ટિંગ માટે પહોંચેલા ઑપઇન્ડિયાના પત્રકાર અનુરાગ મિશ્રાએ એક યુવક સાથે વાતચીત કરી. યુવક પાસે એક લાલ રંગની ડાયરી હતી, જેના વિશે પૂછતાં તેણે કહ્યું કે આ ‘ભારતનું બંધારણ’ છે.

ડાયરી ખોલતાં જાણવા મળ્યું કે યુવકે અંદર પોતાની રીતે ઘણું લખ્યું હતું. પત્રકારે પૂછતાં કહ્યું કે આ તેના ‘અંતરાત્માના વિચાર’ છે અને તેને તે બંધારણ માને છે. ત્યારબાદ તે ‘બંધારણ આપણને ફ્રીડમ ઑફ સ્પીચ આપે છે’ જેવી વાતોએ ચડી જાય છે.

યુવક આગળ કહે છે કે ડાયરીમાં તેણે પોતાનું વિઝન લખ્યું છે અને પાર્ટી કઈ રીતે આગળ વધશે અને શું કરશે તે વિશે પણ લખ્યું છે

ત્યારબાદ તે ‘સ્વતંત્રતા’ની વાતો કરવા માંડે છે અને કહે છે કે સરદાર વલ્લભભાઈ સહિતના નેતાઓ પણ જેલ ગયા હતા. આગળ જ્યારે પ્રશ્નોના જવાબ ન આપી શકે ત્યારે યુવક ‘ગોદી મીડિયા’ની વાતો કરવા માંડે છે અને કહે છે કે મીડિયા અમારી વાતો પહોંચવા દેતું નથી.