થોડા દિવસ પહેલાં ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે કરવામાં આવેલી એક યુવકની હત્યા મામલે આરોપીનું એનકાઉન્ટર કરવામાં આવ્યું છે. પોલીસ ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે આરોપી વિપુલ પરમારને એ જ સ્થળ પર લઈ ગઈ હતી, જ્યાં રિવોલ્વર ઝૂંટવીને ભાગવા જતાં પોલીસે જવાબી કાર્યવાહી કરવી પડી અને તેમાં આરોપીને ઠાર કરવામાં આવ્યો.
આરોપીની ધરપકડ 23 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાંથી કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે તેને રિકન્સ્ટ્રક્શન માટે સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો.
ઘટના એવી છે કે ગત 20 સપ્ટેમ્બરના રોજ અડાલજ પાસે આવેલી કેનાલ પરના રોડ પર એક યુવક અને યુવતી યુવકની બર્થ ડે સેલિબ્રેશન માટે કારમાં બેઠાં હતાં ત્યારે લૂંટના ઇરાદે એક અજાણ્યો શખ્સ ત્યાં આવી પહોંચ્યો અને ધાકધમકી આપવા માંડ્યો હતો. યુવાને પ્રતિકાર કરતાં લૂંટારાએ છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી. ઉપરાંત યુવતી પર પણ હુમલો કર્યો હતો.
હત્યા બાદ આરોપી યુવકની જ કાર લઈને ભાગવા ગયો પણ કાર ઓટો પુશ બટન સ્ટાર્ટ હોવાથી થોડે દૂર જઈને બંધ પડી ગઈ, કારણ કે ચાવી યુવકના ખિસ્સામાં હતી. જેથી આરોપી કાર મૂકીને ભાગી ગયો હતો. પછીથી એક હોમગાર્ડ જવાનને જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી અને ત્યારબાદ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો.
વૈભવના હત્યારા સાયકો કીલર વિપુલનું એન્કાઉન્ટર : ગજબની સ્ટોરી.
— Janak Dave (@dave_janak) September 24, 2025
20/09/2025.. રાત્રીના 12:000 વાગ્યે હેપ્પી બર્થડે વૈભવ……ની ટ્યૂન અને મિત્રોની શુભેચ્છાઓ વચ્ચે અમદાવાદના SG હાઈવેની ફાઈવ સ્ટાર હોટેલ તાજ વિવાંતામાં વૈભવ જન્મદિવસ મનાવી રહ્યો હતો.
રાત્રે લગભગ ૧૨:૩૦ ની આસપાસ બાકી… pic.twitter.com/h8em12XVLe
પોલીસે પછીથી યુવક-યુવતીને હોસ્પિટલ પહોંચાડ્યાં હતાં, જ્યાં તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ પોલીસે તપાસ કરતાં સીસીટીવીમાં આરોપી વિપુલ પરમાર ઓળખાઈ ગયો હતો. પરંતુ ફરાર હતો. ત્રણ દિવસની શોધખોળ બાદ તે રાજકોટથી ઝડપાયો હતો.
પોલીસ અનુસાર આરોપી મનોવિકૃત છે અને આ રીતે લૂંટના ઈરાદે લોકોને અને ખાસ કરીને કપલને ટાર્ગેટ કરતો રહેતો હતો. તેની સામે લૂંટ, ચોરી, હુમલાના નવેક કેસ નોંધાઈ ચૂક્યા હતા અને અગાઉ પણ પકડાયો હતો.

