રાહુલ ગાંધી જાહેર સભાઓમાં ભાષણ કરતી વખતે ‘સેલ્ફગોલ’ કરવા માટે જાણીતા છે. હમણાં તેમણે ફરી આવું કર્યું છે. ગુજરાત પ્રવાસ દરમિયાન શનિવારે (8 માર્ચ) અમદાવાદમાં તેમણે એક સભા સંબોધિત કરી. અહીં તેમણે એક ટિપ્પણી કરી, જેના વિડીયો હવે વાયરલ થઈ રહ્યા છે.
રાહુલ ગાંધીએ સભામાં કહ્યું, “એક વખત મારી મીટિંગ થઈ રહી હતી અને ત્યાં મધ્ય પ્રદેશનું પ્રતિનિધિમંડળ હતું. એક કાર્યકર્તા ઊભો થયો અને કહ્યું, રાહુલજી તમે એક કામ કરી દો. બે પ્રકારના ઘોડાઓ હોય છે. એક રેસનો, એક લગ્નનો. કોંગ્રેસ રેસના ઘોડાને જાનમાં મોકલી દે છે અને લગ્નના ઘોડાને રેસમાં લગાવી દે છે.”
આગળ તેમણે કહ્યું, “ગુજરાતની જનતા કહી રહી છે કે કોંગ્રેસે રેસમાં જાનનો ઘોડો મોકલી દીધો. એટલે આપણે સંબંધ બનાવવા હોય તો આપણે બે કામ કરવાનાં છે. પહેલું કામ બે જૂથને અલગ કરવાનાં છે અને કડક કાર્યવાહી કરવી પડે. 10, 15, 20, 30, 40…લોકોને કાઢવા પડે કાઢી મૂકવા જોઈએ.
રાહુલ ગાંધીની આવી વાતો પર તાળીઓ પણ બહુ પડી હતી. પણ ઈન્ટરનેટ પર લોકો કહી રહ્યા છે કે આ તો સેલ્ફગોલ કરવા જેવું થયું, કારણ કે કોંગ્રેસ સૌથી વધુ ચૂંટણીઓ રાહુલ ગાંધીના નેતૃત્વમાં જ હારી છે અને તે રીતે જોવા જઈએ તો ‘બારાત કે ઘોડે’વાળી વાત તેમને જ સૌથી વધુ લાગુ પડે છે.