આસામના ધુબરીમાં એક મંદિરની બહાર ગૌમાંસ ફેંકાયા બાદ ફેલાયેલા સાંપ્રદાયિક તણાવના કિસ્સામાં CM હિમંતા બિસ્વા સરમાએ ઉપદ્રવીઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ જારી કર્યો છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે, 38 ઉપદ્રવીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ પોતે પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘ધુબરીમાં એક વિશેષ વર્ગ અમારા મંદિરોને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી સક્રિય થયું છે. અમે શૂટ-એટ-સાઇટનો આદેશ જારી કર્યો છે’.
धुबरी में एक विशेष वर्ग हमारे मंदिरों को क्षति पहुंचाने की नीयत से सक्रिय हो चुका है।
— Himanta Biswa Sarma (@himantabiswa) June 13, 2025
We have issued SHOOT AT SIGHT ORDERS. pic.twitter.com/DDYqe0Xe1f
હકીકતમાં, બકરી ઈદના દિવસે રવિવાર, 8 જૂનના રોજ, સવારે મંદિરની બહાર એક ગાયનું માથું મળી આવ્યું હતું, જેના કારણે ત્યાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. તણાવ વધતો જોઈને, રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા પણ ધુબરીની મુલાકાતે ગયા હતા.
સોમવારે આ ઘટના સામે વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, પરિસ્થિતિ વધુ વણસી રહી હોવાથી ત્યાં સુરક્ષાદળો તહેનાત કરવામાં આવ્યા હતા. આસામના મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે આરોપીઓને બક્ષવામાં આવશે નહીં.