Saturday, March 15, 2025
More
    હોમપેજદેશઆ દલિત રામભક્ત સામે એક દિવસમાં નોંધાયા હતા 76 કેસ.. ISIએ કરી...

    આ દલિત રામભક્ત સામે એક દિવસમાં નોંધાયા હતા 76 કેસ.. ISIએ કરી હતી હત્યા.. ચિતાની રાખમાંથી નીકળ્યા હતા 40 ખીલા: જાણો કોણ હતા કાલા બચ્ચા સોનકર, જે કહેવાતા હતા ‘હિંદુઓ કા ભૌકાલ’

    કાલા બચ્ચાનું નામ પહેલેથી પ્રખ્યાત તો હતું જ, પણ તેઓ હીરો બનીને ત્યારે ઊભરી આવ્યા, જ્યારે બાબરી વિધ્વંસ પછી કાનપુરમાં તેમણે હિંદુઓને બચાવ્યા હતા.

    - Advertisement -

    કાલા બચ્ચા સોનકર (Kala Bachcha Sonkar) એ એક એવા રામભક્તનું (Ram Bhakta) નામ છે, જેમની સામે ઉત્તર પ્રદેશમાં (UP) ‘રામકાજ’ માટે એક જ દિવસમાં 76 FIR દાખલ કરવામાં આવી હતી. જેમને પાકિસ્તાનની કુખ્યાત ખુફિયા એજન્સી ISIએ 9 ફેબ્રુઆરી 1994ના રોજ બૉમ્બથી (Bomb) ઉડાવી દીધા હતા. તેમની ચિતાની રાખમાંથી લગભગ બૉમ્બના 40 ખીલા મળી આવ્યા હતા. જેમની હાજરી કાનપુરમાં હિંદુઓની સુરક્ષાની ગેરંટી હતી. જેમને ‘હિંદુઓ કા ભૌકાલ’ કહેવામાં આવતા હતા.

    કોણ હતા કાલા બચ્ચા સોનકર?

    ‘ખટિક’ સમાજમાંથી આવતા મુન્ના સોનકર ઉર્ફે ‘કાલા બચ્ચા’ સોનકર કાનપુરના બિલહૌરના રહેવાસી હતા. ખટિક સમાજ દલિત સમુદાયનો એક મોટો ભાગ છે. કાલા બચ્ચા સોનકર કાનપુરમાં આ સમાજનું નેતૃત્વ કરતા હતા. તેઓ ખટિકોની સાથે સમગ્ર હિંદુ સમાજમાં ખૂબ લોકપ્રિય હતા. તેઓ ભાજપ સાથે પણ જોડાયેલા હતા. ઇસ્લામી કટ્ટરપંથીઓના આતંકથી હિંદુઓને બચાવનાર કાલા બચ્ચા અગાઉ ડુક્કર પાળવાનું કામ કરતા હતા. આ સાથે, તેઓ સ્થાનિક રાજકારણમાં પણ સક્રિય હતા.

    કાલા બચ્ચા સોનકર

    હિંદુઓ પર પકડ અને દલિતોમાં મોટું નામ ધરાવતા મુન્ના સોનકરને ભાજપે 1993માં બિલહૌર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. જોકે, તેઓ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સામે હારી ગયા હતા. પરંતુ હાર પછી પણ, તેઓ કાનપુર ક્ષેત્રમાં ભાજપના પોસ્ટર બોય હતા. કાલા બચ્ચા સોનકરના પુત્ર રાહુલ બચ્ચા સોનકર હાલમાં આ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. તેઓ સતત લોકોને તેમના પિતાના બલિદાન અને હિંદુઓ માટે તેમણે કરેલા કાર્યની યાદ અપાવે છે.

    - Advertisement -

    રામ મંદિર આંદોલન અને કાલા બચ્ચા

    કાલા બચ્ચાનું નામ પહેલેથી પ્રખ્યાત તો હતું જ, પણ તેઓ હીરો બનીને ત્યારે ઊભરી આવ્યા, જ્યારે બાબરી વિધ્વંસ પછી કાનપુરમાં તેમણે હિંદુઓને બચાવ્યા હતા. 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી ઢાંચાના ધ્વંસ પછી, દેશના બાકીના ભાગોની સાથે કાનપુરમાં પણ રમખાણો ફાટી નીકળ્યા હતા. બાબુપુરવા અને જુહી સહિતના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો ઉપરાંત, ઘણી જગ્યાએ હિંસા ભડકી ઉઠી હતી.

    6 ડિસેમ્બર પછી, મુસ્લિમોએ એક રેલીનું આયોજન કર્યું હતું, જે હેઠળ ભારે રક્તપાત થયો હતો. આ રમખાણો દરમિયાન, કાલા બચ્ચા સોનકરે હિંદુઓને આક્રમક મુસ્લિમ ટોળાથી બચાવ્યા હતા અને મુસ્લિમોનો પ્રતિકાર કર્યો હતો.

    1994માં થઈ હતી હત્યા

    1992માં તેમના પર અનેક કેસ ચલાવવામાં આવ્યા, પરંતુ તેમની લોકપ્રિયતા વધતી રહી. 1993માં ચૂંટણીમાં કાલા બચ્ચા સોનકરને બિલહૌરથી ભાજપની ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. આ ચૂંટણીના થોડા દિવસો પછી, 9 ફેબ્રુઆરી, 1994ના રોજ તેમની હત્યા થઈ હતી. હત્યાના દિવસે કાલા બચ્ચા સોનકર સ્કૂટર પર જઈ રહ્યા હતા. તે દરમિયાન જ કાનપુરમાં તેમના પર બૉમ્બ ફેકવામાં આવ્યા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

    જૂના અહેવાલો અનુસાર, આ બૉમ્બ વિસ્ફોટમાં તેમના શરીરનો ફક્ત એક જ ભાગ બચ્યો હતો. તેમના પર એટલા શક્તિશાળી બૉમ્બ ફેંકવામાં આવ્યા કે બાદમાં તેમના અસ્થિમાંથી પણ 40 લોખંડના ટુકડા મળી આવ્યા હતા.

    ISIની સંડોવણીનો ખુલાસો, મુંબઈથી થયું હતું ફંડિંગ

    કાલા બચ્ચાના હત્યા કેસમાં કેટલાક મુસ્લિમોને આરોપી બનાવવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાકની પાછળથી હત્યા પણ થઈ ગઈ હતી. આ કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, કાલા બચ્ચાને નિશાન બનાવનારા લોકો ISI સાથે સંકળાયેલા હતા. સોનકરને મારવા માટે મુંબઈથી પૈસા મોકલવામાં આવ્યા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું. તેમના પુત્ર રાહુલ સોનકર કહે છે કે, મુંબઈથી ₹10 લાખ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી ₹4 લાખ હત્યામાં વાપરવામાં આવ્યા હતા.

    મુલાયમ સિંઘે નહોતો આપ્યો મૃતદેહ, પરિવાર સાથે પણ કરી હતી મારપીટ

    કાલા બચ્ચા સોનકરના પરિવાર પર પણ તત્કાલીન મુલાયમ સિંઘ યાદવની સરકારે ઘણા અત્યાચારો કર્યા હતા. કાલા બચ્ચા સોનકરના પરિવારને તેમનો મૃતદેહ પણ આપવામાં આવ્યો ન હતો. પોલીસે તેમનો મૃતદેહ કબજે કર્યો હતો. ભાજપના નેતા બ્રહ્મદત્ત દ્વિવેદી પણ પોલીસ સાથે વાત કરવા કાનપુર પહોંચ્યા હતા. પહેલાં પોલીસે મૃતદેહ પરત કરવા સંમતિ આપી અને ભાજપના નેતાઓને તૈયારીઓ કરવા કહ્યું. પરંતુ બાદમાં મુલાયમ સરકારે મૃતદેહ પરત કરવાનો ઇનકાર કરી દીધો હતો. પોલીસે સવારે 4 વાગ્યે સિંધી સ્મશાનભૂમિમાં ગુપ્ત રીતે કાલા બચ્ચાના મૃતદેહને સળગાવી દીધો હતો.

    આ પછી જ્યારે કાલા બચ્ચાના પરિવારે વિરોધ કર્યો અને કેસમાં કાર્યવાહીની માંગ કરી, ત્યારે મુલાયમ સિંઘ યાદવની પોલીસે તેમના વિધવા પત્ની અને વૃદ્ધ માતાને ઘેરી લીધા અને માર માર્યો હતો. વિરોધ કરવા આવેલા ભાજપના કાર્યકરોને પકડીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. કાલા બચ્ચાના પરિવારને શેરીઓમાં બહાર જવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

    આ કેસમાં, એવો પણ આદેશ આપવામાં આવ્યો હતો કે, હત્યાનો વિરોધ કરનારાઓને એવો પાઠ ભણાવવામાં આવે કે, તેઓ ભવિષ્યમાં વિરોધ કરવા લાયક પણ ન રહે.

    હવે પુત્ર રાહુલ છે ધારાસભ્ય, યાદ અપાવે છે પિતાનું બલિદાન

    કાલા બચ્ચા સોનકરના પુત્ર રાહુલ બચ્ચા સોનકરને ભાજપે 2022માં બિલહૌર વિધાનસભામાંથી ટિકિટ આપી હતી. તેમણે તેમના પિતાના કાર્યને આગળ ધપાવવા માટે પ્રચાર કર્યો અને 2022માં 1 લાખથી વધુ મતોથી ચૂંટણી જીતી.

    2021માં, રાહુલ સોનકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (તત્કાલીન ટ્વિટર) પર તેમના પિતાને ‘કાનપુર કા ભૌકાલ’ કહ્યા હતા. હાલમાં રાહુલ સોનકર તેમના પિતાની જેમ જ આ વિસ્તારમાં દલિતોનો એક મોટો ચહેરો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં