Tuesday, September 10, 2024
More
    હોમપેજગુજરાત‘પોલીસવાળાને મારો, કોઈને છોડતા નહીં…બધું સળગાવી નાંખો’: જૂનાગઢમાં ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે...

    ‘પોલીસવાળાને મારો, કોઈને છોડતા નહીં…બધું સળગાવી નાંખો’: જૂનાગઢમાં ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે ઇસ્લામી ટોળાએ કર્યો હતો હુમલો, સામે આવી FIRની વિગતો

    ટોળાએ ‘નારા-એ-તકબીર, અલ્લાહુ અકબર’ના નારા સાથે પોલીસ પર હુમલો કરી દીધો હતો અને તેઓ ‘બધું સળગાવી નાંખો’, ‘પુલિસવાલોં કો મારો’, ‘કોઈ જિંદા નહીં બચના ચાહિયે’ જેવી બૂમો પાડતા હતા.

    - Advertisement -

    ગત શુક્રવારે (16 જૂન, 2023) જૂનાગઢમાં એક દરગાહને મળેલી નોટિસથી ઉશ્કેરાઈને મુસ્લિમ ટોળાંએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. ઉન્માદી ટોળાએ કરેલા પથ્થરમારા, આગચંપી અને હિંસામાં ચાર પોલીસકર્મીઓને ઇજા થઇ હતી તો એક હિંદુ વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા. આ સિવાય ST બસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલે 31 શખ્સો સામે નામજોગ અને બાકીના ટોળા સામે FIR દાખલ કરવામાં આવી હતી. જેની વધુ વિગતો સામે આવી છે. 

    દિવ્ય ભાસ્કરના એક રિપોર્ટમાં મહિલા પોલીસકર્મીએ જૂનાગઢ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદના આધારે દાખલ થયેલી FIR પરથી આ વિગતો જણાવવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે દરગાહની દીવાલ પર ગેરકાયદેસર દબાણને લગતી નોટિસ જોઈને તેના વિરોધમાં ટોળું ભેગું થયું હતું અને અધિકારીઓએ સમજાવવા છતાં ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે પોલીસ પર હુમલો કરી દીધો હતો અને પથ્થરમારો અને આગચંપી કરીને સરકારી-ખાનગી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું તો રાહદારીઓને પણ નિશાન બનાવ્યા હતા.

    મહિલા પોલીસકર્મીએ ફરિયાદમાં જણાવ્યું કે, 16 જૂનની રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં એ ડિવિઝન પોલીસ મથકના સોશિયલ મીડિયા ગ્રુપમાં મેસેજ આવ્યો હતો અને અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક મજેવડી દરગાહ ખાતે પીઆઈને રિપોર્ટ કરવા કહેવાયું હતું. ત્યારબાદ પોલીસકર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં દરગાહની દીવાલ પર ચોંટાડવામાં આવેલી ગેરકાયદેસર દબાણ અંગેની નોટિસના વિરોધમાં 500થી 600 સ્ત્રી-પુરૂષોનું ટોળું એકઠું થઇ ગયું હતું. 

    - Advertisement -

    FIR અનુસાર, હાજર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ટોળાના માણસોને સમજાવ્યા હતા કે તેમના જે કોઈ પણ પ્રશ્નો હોય તેની કાયદેસર રજૂઆત કરે જેથી તેનો નિકાલ કરી શકાય પરંતુ ગેરકાયદેસર રીતે ટોળું એકઠું ન કરે. ફરિયાદ છે કે આ દરમિયાન ટોળું ઉશ્કેરાઈ ગયું હતું અને સ્ત્રી-પુરૂષોએ નારાબાજી કરીને પોલીસ પર હુમલો કરી દીધો હતો. 

    ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે હુમલો, ટોળાએ કહ્યું- પોલિસ જ નડે છે, બધું સળગાવી નાંખો 

    ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે, ટોળાએ ‘નારા-એ-તકબીર, અલ્લાહુ અકબર’ના નારા સાથે પોલીસ પર હુમલો કરી દીધો હતો અને તેઓ ‘બધું સળગાવી નાંખો’, ‘પુલિસવાલોં કો મારો’, ‘કોઈ જિંદા નહીં બચના ચાહિયે’ જેવી બૂમો પાડતા હતા. ટોળામાંથી એવી બૂમો પણ સંભળાઈ હતી કે, ‘આ પોલીસવાળા જ આપણને નડે છે, તેમને મારો એટલે કોઈ આપણી આડે નહીં આવે.’ ત્યારબાદ ઓચિંતા જ ચારેતરફથી પોલીસ અને સરકારી અને ખાનગી વાહનો પર પથ્થરમારો શરૂ થઇ ગયો હતો અને ટોળાના માણસો વાહનોના કાચ તોડવા માંડ્યા હતા. 

    અમુકે દરગાહ પાસે એક સરકારી મોટરસાયકલ આડું પાડીને સળગાવી દીધું હતું અને રસ્તેથી પસાર થતાં વાહનો અને રાહદારીઓ પર પણ પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત ટોળાએ એક એસટી બસ પર પણ પથ્થરમારા કરીને લાકડીથી કાચ ફોડી નાંખ્યા હતા. આ હુમલામાં ડીવાયએસપી સહિત ચાર પોલીસ કર્મચારીઓ-અધિકારીઓને ઇજા પહોંચી હતી. જ્યારે પથ્થરમારામાં ભોજાભાઈ સુત્રેજાને ગંભીર ઇજા પહોંચી હતી, જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. 

    આ વ્યક્તિઓ સામે નોંધાઈ FIR

    1. નસીરુદ્દીન ડાડો 
    2. સિકંદર સુલેમાન મડમ 
    3. મુસ્તકીમ અશરફ મકવા 
    4. સાજિદ કલામુદ્દીન અન્સારી 
    5. જાકીર યુસુફ બાદશાહ 
    6. ફૈઝલખાન નાસીરખાન 
    7. અકબરમિયાં જાનુમિયાં કાદરી 
    8. શકીલ જેનુલહક અન્સારી 
    9. આફતાબ અસગ઼રઅલી અન્સારી 
    10. ફિરોઝ આમદ ઠેબા 
    11. મુસ્તાક મહમદ પીંજારા 
    12. બશીર મામદ માકડિયા 
    13. મુસ્તફા યુસુફ  ઠેબા 
    14. વસીમ ઉર્ફે લાદેન સુલેમાન મંઘરા 
    15. સબીર યુસુફ સુમરા 
    16. શબ્બીરહુસૈન મહમદહુસૈન રફાઈ 
    17. અમન બોદુ જુણેજા 
    18. ફૈઝાન ઇકબાલ શેખ 
    19. ફરદીન ઇકબાલ સાંધ 
    20. આસિફ યુનુસ જુણેજા 
    21. અરમાન અસલમ અરબ 
    22. સાજીદ ઇકબાલ સીડા 
    23. યુસુફ ઇકબાલ મલેક 
    24. અફઝલ અશરફ મેમણ 
    25. સાજીદ સરવદી 
    26. લાલ બાદશાહ 
    27. ફૈઝલ ફિરોજ 
    28. એજાઝ મુન્ના મકરાણી 
    29. રણજીત મુન્ના મકરાણી 
    30. અમન અદ્રેમાન પંજા 
    31. અદ્રેમાન આમદ પંજા 

    ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના મજેવડી ગેટની બહાર રસ્તા પર વચ્ચે આવેલી એક ગેરકાયદેસર દરગાહને મહાનગરપાલિકાએ નોટિસ પાઠવીને 5 દિવસમાં પુરાવા રજૂ કરવા માટે જણાવ્યું હતું. જેનાથી ઉશ્કેરાઈને સાંજથી જ દરગાહ પાસે મુસ્લિમ સમુદાયનાં ટોળાં એકઠાં થવા માંડ્યાં હતાં અને રાત્રે 10 વાગ્યાના અરસામાં પોલીસ પર હુમલો કરી દીધો હતો. ટોળાએ ઉત્પાત મચાવતાં ગાડીઓને નુકસાન કર્યું હતું તો અમુક વાહનો સળગાવી પણ દીધાં હતાં. આ સિવાય પથ્થરમારો પણ થયો હતો.

    આ હિંસામાં એક એસટી બસને પણ નિશાન બનાવાવમાં આવી હતી. બસ પસાર થઇ રહી હતી ત્યારે ટોળાએ ઘેરી વળીને પથ્થરમારો કર્યો હતો અને બહારથી દરવાજો બંધ કરીને સળગાવી નાંખવા માટે રાડો નાંખી હતી. ડ્રાઈવરે મીડિયાને વાતચીતમાં જણાવ્યું હતું કે અનેક વખત વિનંતી કરવા છતાં ટોળાએ તેમનું સાંભળ્યું ન હતું. આખરે તેમણે પોતાનું નામ આસિફ જણાવ્યું ત્યારે ટોળું શાંત પડ્યું હતું અને મુસાફરોને ઉતરવા દીધા હતા. જોકે, મુસાફરો ઉતરી ગયા બાદ ટોળાએ વધુ નુકસાન કર્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં