Monday, October 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજૂનાગઢ હિંસા: પેસેન્જરોને લઈને આવતી ST બસ પર ટોળાએ કર્યો હતો હુમલો,...

    જૂનાગઢ હિંસા: પેસેન્જરોને લઈને આવતી ST બસ પર ટોળાએ કર્યો હતો હુમલો, દરવાજો બંધ કરીને સળગાવવાનું કાવતરું હતું, ડ્રાઈવરે કહ્યું- મારું નામ આસિફ જણાવ્યું ત્યારે ટોળું માન્યું હતું

    જૂનાગઢ-વિજયનગર બસ ઉપર પથ્થરમારો થયા બાદ મુસાફરો એટલા ડરી ગયા હતા કે પોતાનો સામાન લીધા વિના ભાગ્યા હતા.

    - Advertisement -

    જૂનાગઢમાં ગેરકાયદેસર દરગાહ મામલે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવ્યા બાદ હિંસક બનેલા ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો તેમજ પથ્થરમારો અને આગચંપી પણ કરી હતી. આ જ દરમિયાન અમુક સરકારી અને ખાનગી વાહનોને પણ નિશાન બનાવવામાં આવ્યાં હતાં. જેમાં એક એસટી બસ પણ સામેલ હતી. જૂનાગઢથી વિજયનગર જઈ રહેલી આ બસ પર હુમલો થતાં બસના ડ્રાઈવર, કંડક્ટર અને સિનિયર સિટીઝન સહિત ત્રણ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એસટી બસના કંડકટર અને ડ્રાઈવરે 16 જૂનની રાત્રે બનેલા ભયાનક બનાવ વિશે મીડિયાને જણાવ્યું હતું.

    બસના કંડકટર પંકજભારથીએ કહ્યું કે, “અમે રાત્રે 10.15 કલાકે જૂનાગઢ-વિજયનગર બસ લઈને જૂનાગઢ ડેપોમાંથી નીકળ્યા હતા. બસમાં 25 લોકો હતા. બસ મજેવડી દરવાજા પાસે પહોંચી ત્યારે બસ પર એકાએક પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આશરે 500 જેટલા લોકોનું ટોળું બસ તરફ ધસી આવ્યું હતું અને બસ ઉપર ચારેબાજુથી પથ્થરમારો કરીને કાચ ફોડી નાખ્યા હતા. એ પછી ટોળાએ બસનો દરવાજો બહારથી બંધ કરીને રાડો નાખી કે બસને સળગાવી નાખો. પરંતુ, સમયસર પોલીસે આવીને ટોળાને વિખેરી નાખ્યું હતું.”

    તો બસના ડ્રાઈવર આસીફ કુરેશીએ કહ્યું કે, “ટોળાએ મોટા-મોટા પથ્થરો બસની અંદર ફેંક્યા હતા. સૌથી પહેલો પથ્થર ડ્રાઈવર સાઈડનો કાચ તોડીને આવ્યો અને મને જમણા હાથની કોણીએ વાગ્યો. બસમાં માણસો બેઠા હતા તો પણ ટોળાએ હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું. બસમાં બેઠેલા મુસાફરો સીટમાં નીચા વળી ગયા હતા. અમે ટોળાને બે હાથ જોડીને વિનંતી કરી કે, અમને અને પેસેન્જરોને પહેલાં નીચે ઉતરી જવા દો. છેવટે મેં મારું નામ આસીફભાઈ કહ્યું ત્યારે માંડ ટોળું માન્યું અને અમને નીચે ઉતરવા દીધા.”

    - Advertisement -

    જૂનાગઢ-વિજયનગર બસ ઉપર પથ્થરમારો થયા બાદ મુસાફરો એટલા ડરી ગયા હતા કે પોતાનો સામાન લીધા વિના ભાગ્યા હતા. ડ્રાઈવરે કહ્યું કે, મુસાફરો ઉતર્યા પછી તો ટોળાએ બસને વધારે નુકસાન પહોંચાડ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના મજેવડી ગેટની બહાર રસ્તા પર વચ્ચે આવેલી એક ગેરકાયદેસર દરગાહને મહાનગરપાલિકાએ નોટિસ પાઠવીને 5 દિવસમાં પુરાવા રજૂ કરવા માટે જણાવ્યું હતું. જેનાથી ઉશ્કેરાઈને સાંજથી જ દરગાહ પાસે મુસ્લિમ સમુદાયનાં ટોળાં એકઠાં થવા માંડ્યાં હતાં અને રાત્રે 10 વાગ્યાના અરસામાં પોલીસ પર હુમલો કરી દીધો હતો. ટોળાએ ઉત્પાત મચાવતાં ગાડીઓને નુકસાન કર્યું હતું તો અમુક વાહનો સળગાવી પણ દીધાં હતાં. આ સિવાય પથ્થરમારો પણ થયો હતો. આ પથ્થરમારામાં એક હિંદુ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં