Wednesday, May 15, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજૂનાગઢમાં મુસ્લિમ ટોળાનો પોલીસ પર હુમલો, ગેરકાયદેસર દરગાહ હટાવવા માટે નોટિસ મળ્યા...

    જૂનાગઢમાં મુસ્લિમ ટોળાનો પોલીસ પર હુમલો, ગેરકાયદેસર દરગાહ હટાવવા માટે નોટિસ મળ્યા બાદ હિંસા: પથ્થરો ફેંકાયા, વાહનો સળગાવાયાં; 4 પોલીસકર્મીઓને ઇજા

    શુક્રવારે બપોરે મહાનગરપાલિકાના અધિકારીઓએ દરગાહ પર જઈને આ નોટિસ ચોંટાડ્યા બાદથી જ મુસ્લિમ સમુદાયનાં ટોળાં એકઠાં થવા માંડ્યાં હતાં અને સાંજ સુધીમાં હજારો લોકો ભેગા થઇ ગયા હતા.

    - Advertisement -

    જૂનાગઢમાં શુક્રવારે (16 જૂન, 2023) ગેરકાયદેસર દરગાહ હટાવવા માટે નોટિસ મળ્યા બાદ મોડી રાત્રે મુસ્લિમ ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. જેમાં એક ડિસેપી સહિત ચાર પોલીસકર્મીઓને ઇજા પહોંચી છે જ્યારે અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ વાહનો, ખાનગી વાહનો અને એસટી બસને નિશાન બનાવ્યાં હતાં અને પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. પરિસ્થિતિ વણસતાં કાબૂ મેળવવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડવા પડ્યા હતા. 

    મામલાની વધુ વિગતો અનુસાર, જૂનાગઢના મજેવડી ગેટ પાસે બરાબર વચ્ચે એક દરગાહ બનાવવામાં આવી છે. ગેરકાયદેસર રીતે દબાણ કરીને બનાવી દેવાયેલી આ દરગાહ હટાવવા માટે અવારનવાર રજૂઆતો થતી રહેતી હતી. આ મામલે તાજેતરમાં મહાનગરપાલિકાના સિનિયર ટાઉન પ્લાનરે એક નોટિસ જારી કરીને દરગાહ સંચાલકોને પાંચ દિવસમાં માલિકીના પુરાવા રજૂ કરવા માટે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે જો તેમ ન થાય તો અનધિકૃત દબાણ હટાવી દેવામાં આવશે. 

    શુક્રવારે બપોરે મહાનગરપાલિકાના અધિકારીઓએ દરગાહ પર જઈને આ નોટિસ ચોંટાડ્યા બાદથી જ મુસ્લિમ સમુદાયનાં ટોળાં એકઠાં થવા માંડ્યાં હતાં અને સાંજ સુધીમાં હજારો લોકો ભેગા થઇ ગયા હતા. પરિસ્થિતિને જોતાં જૂનાગઢ પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો પરંતુ મોડી રાત્રે ટોળાએ પોલીસની ગાડીઓ અને અન્ય ખાનગી વાહનોની તોડફોડ શરૂ કરી દીધી હતી. 

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર અમુક વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં ટોળું પોલીસના વાહનોમાં તોડફોડ કરતું અને પથ્થરમારો કરતું જોઈ શકાય છે. એક વિડીયોમાં એક મોટરસાયકલની તોડફોડ જોવા મળે છે તો અમુક તસ્વીરોમાં વાહનો સળગાવાયેલાં પણ જોઈ શકાય છે. એક વિડીયોમાં ભીડ ‘નારા એ તકબીર, અલ્લાહુ અકબર’ના મઝહબી નારા પણ લગાવતી સાંભળી શકાય છે. 

    ટોળાએ રસ્તા પરથી પસાર થતી એક એસટી બસને પણ નિશાન બનાવી હતી અને પહેલાં પથ્થરમારો કર્યા બાદ તોડફોડ શરૂ કરી દીધી હતી. જેના કારણે અંદર સવાર મુસાફરોને પણ ઇજા પહોંચી હતી. ઉપરાંત, મજેવડી ગેટ પાસે આવેલી PGVCLની ઓફિસની બહાર ઊભેલાં સરકારી વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી, જેમાં એક ડ્રાઈવરને ઇજા પહોંચી હતી. 

    એસટી બસ અને પોલીસના વાહનને નુકસાન પહોંચાડાયું (તસ્વીર: Facebook/Only News Jnd)

    ઉત્પાત મચાવતા ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે હસ્તક્ષેપ કરતાં તેમની ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક ડીએસપી અને અન્ય ત્રણ પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આખરે પોલીસે ટિયરગેસના સેલ છોડીને ટોળાને વિખેર્યું હતું અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. 

    જે રીતે બપોર પછી અચાનક ટોળાં એકઠાં થવા માંડ્યાં હતાં અને પથ્થરમારો તેમજ વાહનો સળગાવવાની ઘટના બની તેને જોતાં આ હુમલો પૂર્વનિયોજિત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજા અહેવાલો અનુસાર પોલીસે હુમલો કરનારાઓની ઓળખ કરી લીધી છે અને 174 લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. આ હુમલામાં એક નાગરિકનું મોત થયું હોવાની પણ આશંકા છે. પોલીસે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ તે અંગે વધુ વિગતો મેળવી શકાશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં