Monday, May 6, 2024
More
    હોમપેજરાજકારણફિક્સ પેના કર્મચારીઓ આનંદો, દિવાળી સુધારશે ગુજરાત સરકાર: તહેવારો પહેલા મળી શકે...

    ફિક્સ પેના કર્મચારીઓ આનંદો, દિવાળી સુધારશે ગુજરાત સરકાર: તહેવારો પહેલા મળી શકે છે 30% નો પગાર વધારો, બેઠકમાં થઈ ચર્ચા

    ગુજરાત સરકાર કર્મચારીઓની પડતર માંગો પર એક બાદ એક નિરાકરણ આપી રહી છે. ફિક્સ પેના કર્મચારીને 30% પગાર વધારો આપવા સિવાય થોડા સમય પહેલા જ ગુજરાત સરકારે કરાર આધારિત નોકરી કરતા કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી હતી.

    - Advertisement -

    ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ફિક્સ પગાર પર રહેલા કર્મચારીઓના પગાર વધારાની માંગ હતી. જોકે હવે તે માંગ પૂર્ણ થાય તેવા અણસાર નજરે પડી રહ્યા છે, કારણકે ગુજરાત સરકાર ફિક્સ પેના કર્મચારીઓનો પગાર વધારો કરવાનો નિર્ણય લઇ શકે છે. 18 ઓકટોબર 2023ના રોજ યોજાયેલી કેબીનેટની બેઠકમાં આ પગાર વધારવાની કરવાની ચર્ચા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સાંજે 5 કલાકે યોજાનાર પત્રકાર પરિષદમાં આની સત્તાવાર જાહેરાત થઇ શકે છે.

    અહેવાલો અનુસાર આજે સાંજે 5 વાગ્યે યોજાનાર પત્રકાર પરિષદમાં ગુજરાતના ફિક્સ પેના કર્મચારીઓને પગાર વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર સરકાર ફિક્સ પેના કર્મચારીઓને 30% પગાર વધારો આપવાનો નિર્ણય લઈ શકે છે. છેલ્લો પગાર વધારો જયારે છઠ્ઠુ પગારપંચ લાગુ કરવામાં આવ્યું ત્યારે આપવામાં આવ્યો હતો. જે બાદ છેલ્લા ઘણા સમયથી લઈને કર્મચારીઓમાં પગાર વધારાની માંગ હતી.

    તેવામાં હવે આ માંગને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે ફિક્સ પેના કર્મચારીઓને 30% સુધીનો પગાર વધારવાની વિચારણા કરી છે. જોકે આ પગાર વધારા સાથે એરીયસ પણ આપવામાં આવશે કે કેમ તે વિશે હજુ કોઈ માહિતી સામે નથી આવી. પરંતુ આ પગાર વધારા સાથે ફિક્સ પે પર રહેલા સરકારી કર્મચારીઓની દિવાળી ચોક્કસથી સુધરી જશે. ગુજરાત સરકાર દ્વારા બુધવારે (18 ઓકટોબર 2023) સાંજ સુધી આ વિશે જાહેરાત કરવામાં આવી શકે છે.

    - Advertisement -

    આ પહેલા કરાર આધારિત કર્મચારીઓ માટે લેવાયો હતો મહત્વપૂર્ણ નિર્ણય

    ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર કર્મચારીઓની પડતર માંગો પર એક બાદ એક નિરાકરણ આપી રહી છે. ફિક્સ પેના કર્મચારીને 30% પગાર વધારો આપવા સિવાય થોડા સમય પહેલા જ ગુજરાત સરકારે કરાર આધારિત નોકરી કરતા કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાત મુજબ કરારના સમય દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો કર્મચારીના પરિવારને 14 લાખની આર્થિક સહાય આપવાનો નિર્ણય રાજ્ય સરાકર દ્વારા લેવામાં આવ્યો હતો.

    ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ-3 અને વર્ગ-4ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં