Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતફિક્સ પગારના કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ફરજ દરમિયાન મૃત્યુ થવા...

    ફિક્સ પગારના કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ફરજ દરમિયાન મૃત્યુ થવા પર પરિવારને મળશે 14 લાખ સુધીની સહાય

    પહેલા ફિક્સ પગારના કર્મચારીઓને તેમના ફિક્સ પગારની સેવા દરમિયાન અવસાનના મામલામાં તેમના પરિવારોને અન્ય કોઈ નાણાકીય લાભ મળવાપાત્ર નહોતા. નાણાકીય સહાયની રકમમાં વધારો કરવાની બાબત ઘણા સમયથી સરકારની વિચારણા હેઠળ હતી

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સરકારી કર્મચારીઓને ફિક્સ પગારમાંથી ફૂલ પગાર કરવાની માંગ ઉઠી રહી છે. આ બધા વચ્ચે ગુજરાત સરકાર દ્વારા ફિસ્ક પગાર પરના કર્મચારીઓ માટે સહાયનો મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવ મુજબ વર્ગ 3 અને 4 પર કાર્યરત કર્મચારીઓને 14 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે.

    મળતી માહિતી અનુસાર મળવા પાત્ર આ રકમ તેવા કર્મચારીઓના પરિવારોને મળવા પાત્ર રહેશે જે કર્મચારી ફરજ દરમિયાન મૃત્યુ પામે. ઠરાવમાં જણાવ્યા અનુસાર કરાર આધારિત કર્મચારીનું જો ફરજ દરમિયાન અવસાન થાય તો કર્મચારીઓના આશ્રિત કુટુંબને કર્મચારીની બાકી રહેલી નોકરીના સમયગાળાને ધ્યાનમાં રાખીને 14 લાખની સહાય આપવામાં આવશે. વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓને આ લાભ મળશે.

    ઠરાવમાં જણાવ્યાં મુજબ સા.વ.વિભાગનો તા. 24-09-2022નો ઠરાવ ક્રમાંક:રહમ-102009-1651-ક થી નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂંક પામેલા અને તા. 24-9-2022 કે ત્યાર બાદ ચાલુ નોકરીએ અવસાન પામાનારા વર્ગ-3 અને વર્ગ 4ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ચૂકવવા પાત્ર ઉચ્ચક નાણાકીય સહાયમાં વધારો કરીને તેને 14 લાખ કરવામાં આવી છે.

    - Advertisement -

    આ ઉપરાંત ઠરાવ (સા.વ.વિભાગનો તા.29-10-2022નો ઠરાવ ક્રમાંક:રહમ-102017-યુઓ-106(180995)-ક) થી કરારીય સમયગાળા દરમિયાન 29-10-2022 કે ત્યારબાદ અવસાન પામનાર વર્ગ 3 અને વર્ગ 4ના ફીક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને રૂપિયા 7 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની નીતિ દાખલ કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે આ પહેલા ફિક્સ પગારના કર્મચારીઓને તેમના ફિક્સ પગારની સેવા દરમિયાન અવસાનના મામલામાં તેમના પરિવારોને અન્ય કોઈ નાણાકીય લાભ મળવાપાત્ર નહોતા. જેથી ફિક્સ પગારની નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂંક પામેલા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન અવસાનના કિસ્સામાં મળવાપાત્ર ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવાની બાબત ઘણા સમયથી ગુજરાત સરકારની વિચારણા હેઠળ હતી, જેને હવે આ ઠરાવ પસાર કરીને લાગુ કરવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં