તીર્થરાજ પ્રયાગરાજમાં મહાકુંભ 2025નો શુભારંભ થઈ ચૂક્યો છે. સનાતનના સહુથી મોટા ધાર્મિક મેળાવડામાં વિશ્વભરના લોકો જોડાઈ રહ્યા છે. એક અંદાજ અનુસાર 45 કરોડ લોકો આ મહાકુંભને મ્હાલશે. હાલ મહાકુંભ વિશ્વ આખા માટે આકર્ષણનું કેંન્દ્ર બન્યો છે. તેવામાં કેટલાક લોકો કુંભને બદનામ કરવા પર ઉતરી આવ્યા છે. વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મહાકુંભને લઈને ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મહાકુંભ મેળાના હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે.
તે જ શ્રેણીમાં હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં એક તંબુ પાસેથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. ફાયર વિભાગના કેટલાક કર્મચારી અહીં કાર્યરત જોવા મળી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ધડાધડ શેર કરવામાં આવી રહ્યો છે, સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે મહાકુંભ મેળાના હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે.
જુઠ્ઠાણું ફેલાવનાર મોટાભાગના મુસ્લિમો
એડવોકેટ નાઝનીન અખ્તર નામના એક X હેન્ડલ પરથી આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. સાયમા અખ્તર નામની એક અન્ય યુઝરે પણ આ વિડીયો પર લખ્યું છે કે, “મહાકુંભ મેળા ક્ષેત્રના હોસ્પિટલમાં લાગી ભીષણ આગ.” સૈયદ હસન ઈમામ જૈદ ઈમામ નાના વ્યક્તિએ પણ આ વિડીયો શેર કરીને આવો જ દાવો કર્યો.
महाकुंभ मेला क्षेत्र के हॉस्पिटल में लगी भीषण आग pic.twitter.com/DyHk6Ky57D
— Saima Khan (@saimakhan__86) January 12, 2025
महाकुंभ मेला क्षेत्र के हॉस्पिटल में लगी भीषण आग,,,#KumbhMela2025 https://t.co/JXXFQXJUtE
— Syed Hasan Imam Zaidi (@Syed_1109084) January 13, 2025
પ્રયાગરાજ મહાકુંભને બદનામ કરવા માટે આ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. આ મામલે સુદર્શન ન્યુઝના પત્રકાર સાગર કુમારે પણ આ મામલો ઉઠાવ્યો છે. તેમણે આ પ્રકારની અફવા ફેલાવનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા આપીલ કરી છે. તેમણે ઉત્તર પ્રદેશ પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે.
પત્રકાર સાગરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું હતું કે, “જેહાદીઓ કુંભને બદનામ કરવા માટેના કાવતરા કરી રહ્યા છે. મોકડ્રીલને જુઓ કેવીરીતે દર્શાવવામાં આવી રહી છે.
कैसे जिहादी।
— Sagar Kumar “Sudarshan News” (@KumaarSaagar) January 13, 2025
कुंभ को बदनाम करने पर लगे हुए है।
मॉक ड्रिल को देखिए कैसे बताया जा रहा है।@Uppolice नज़नीन अख़्तर के ख़िलाफ़ सख़्त से सख़्त कार्यवाही की जाए। https://t.co/sG5HAjJuLP
અહીં નોંધવું જરૂરી છે કે, પોષ પૂર્ણિમાના પ્રથમ પવિત્ર સ્નાન પહેલા જ આ પ્રકારના વિડીયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે માત્ર આજ જ નહીં, છેલ્લા ઘણાં દિવસોથી સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એમપી કવરેજ નામના હેન્ડલે 3 જાન્યુઆરી 2025ના રોજ લખ્યું હતું કે, “પ્રયાગરાજ મહાકુંભ મેળા ક્ષેત્રમાં આવેલા હોસ્પિટલમાં લાગી આગ, 8 લોકોના ઘાયલ થવાની સુચના.”
ત્યાર બાદ 6 જાન્યુઆરીના રોજ પણ આ પ્રકારનો જ દાવો કરવામાં આવ્યો હતો.
વાસ્તવમાં આ ઘટના એક મોકડ્રીલ હોવાનું પત્રકારે જણાવ્યું હતું. આ મોકડ્રીલના વિડીયોને આગ લાગવાની અફવા સાથે સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં, કેટલાક લોકો ઘાયલ થયા હોવાના પણ ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે. જો વાસ્તવમાં આગની ઘટનાની વાત કરીએ તો, સમાજવાદી પાર્ટીના રાજમાં વર્ષ 2013ના કુંભ મેળામાં ભીષણ આગ લાગી હતી. તે સમયે ત્યાં 6 મહિલાઓ અને 3 બાળકો સહિત લગભગ 24 લોકોના મોત નીપજ્ય હતા. તે સમયે કુંભ મેળાના પ્રબંધનની જવાબદારી આઝમખાનને સોંપવામાં આવી હતી.