Tuesday, March 31, 2026
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટટ્રેનમાં ડિસ્પોઝેબલ કન્ટેનર્સ ધોઈને ફરી ભોજન પીરસવામાં આવી રહ્યું હોવાનો કોંગ્રેસનો દાવો,...

    ટ્રેનમાં ડિસ્પોઝેબલ કન્ટેનર્સ ધોઈને ફરી ભોજન પીરસવામાં આવી રહ્યું હોવાનો કોંગ્રેસનો દાવો, IRCTCએ કરી દીધું ફેક્ટચેક

    કંપનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ટ્રેનમાં પીરસવામાં આવતો તમામ ખોરાક IRCTCના અધિકૃત કિચનમાં અને કડક સ્વચ્છતા ધોરણો હેઠળ તાજો તૈયાર કરવામાં આવે છે, તેથી ખાદ્ય સુરક્ષાનું કોઈ ઉલ્લંઘન થયું નથી.

    - Advertisement -

    વારંવાર ફેક ન્યુઝ ફેલાવવાની આદત ધરાવતી કોંગ્રેસે ફરી એક વખત ફેક ન્યુઝ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ વખતે તેણે રેલવે મંત્રીને ટાર્ગેટ કરીને સરકાર પર દોષ ઢોળવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં એક માણસ ટ્રેનમાં ડિસ્પોઝેબલ કન્ટેનર્સ (માત્ર એક વખત ભોજન માટે વપરાતા ડબ્બા) ધોઈ રહ્યો હતો અને તેને જમા કરી રહ્યો હતો. આ વિડીયોના આધારે કોંગ્રેસે એવો દાવો કરી દીધો કે રેલવેમાં કન્ટેનર્સને ધોઈને ફરીથી જ તેમાં ભોજન આપીને લોકોને પીરસવામાં આવે છે. જોકે, આ મામલે ભારતીય રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશને (IRCTC) કોંગ્રેસનું ફેક્ટચેક કરી નાખ્યું હતું. 

    વિગતો એવી છે કે કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રેલ મંત્રીને ટેગ કરીને એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વિડીયો અમૃત ભારત એક્સપ્રેસનો (16601) છે. કોંગ્રેસે આરોપ લગાવતા લખ્યું હતું કે ગંદા ડિસ્પોઝેબલ ફૂડ કન્ટેનર્સને ધોઈને ફરીથી ભોજન પીરસવા માટે તેને જમા કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે સરકારને ટાર્ગેટ કરતા કહ્યું કે, “જનતા પાસેથી ટિકિટની વસૂલી કરવામાં આવે છે અને બીજી તરફ આવી હરકતો થઈ રહી છે.” 

    કોંગ્રેસની આ પોસ્ટના આધારે ઘણા કોંગ્રેસીઓએ પણ આ વિડીયો પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું અને સરકાર સવાલો ઉઠાવવાના શરૂ કરી દીધા હતા. જોકે, વિડીયોમાં કોઈપણ જગ્યાએ એવું સ્પષ્ટ નહોતું દેખાઈ રહ્યું કે કન્ટેનર્સને ધોઈને તેમાં ફરી ભોજન ભરવામાં આવી રહ્યું હોય કે લોકોને તેમાં પીરસવામાં આવી રહ્યું હોય. તેમ છતાં કોંગ્રેસે આ પોસ્ટ કરીને સરકારને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

    - Advertisement -

    IRCTCએ કરી નાખ્યું ફેક્ટચેક

    કોંગ્રેસની આ પોસ્ટને લઈને તરત જ IRCTCએ તેનું ફેક્ટચેક કરી નાખ્યું હતું અને સ્પષ્ટતા પણ આપી હતી. IRCTCએ પોસ્ટ કરીને જણાવ્યું છે કે, વિડીયો સામે આવ્યા બાદ તરત જ તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ IRCTCએ સ્પષ્ટપણે તમામ આરોપોને ફગાવી દીધા હતા. કોર્પોરેશને કહ્યું કે, કન્ટેનર્સનો ઉપયોગ માત્ર એક વખત થયો છે, ન કે બીજી વાર. સ્પષ્ટતા આપતા આગળ કહેવાયું કે તેને સ્વચ્છ કરીને ડિસ્પોઝ કરવામાં આવી રહ્યા હતા. આ બાબતે કરવામાં આવેલી તથયાત્મક તપાસમાં તે સ્પષ્ટપણે સામે આવ્યું છે. 

    કોર્પોરેશને કોંગ્રેસને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે ખાદ્ય પદાર્થો માટે કન્ટેનર્સનો બીજી વખત ઉપયોગ થતો હોવાના ભ્રામક સમાચારો ન ફેલાવો. કોર્પોરેશને ફૂડ વેન્ડર અને સ્ટાફના નિવેદનો પણ સાથે પોસ્ટ કર્યા છે. જેમાં બંને તરફથી આ બાબતે સ્પષ્ટતા આપવામાં આવી છે. ફૂડ સર્વિસ કંપનીએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કન્ટેનર્સમાં બીજી વખત ભોજન પીરસવામાં આવતું નથી અને તે કન્ટેનર્સ એક વખતના વપરાશ માટે જ બન્યું છે. 

    એક્સપ્રેસ ફૂડ સર્વિસ કંપનીએ સ્પષ્ટતા આપતા કહ્યું છે કે, તપાસમાં સામે આવ્યું છે કે એક વેન્ડર ન વેચાયેલા ખાદ્ય પેકેટ્સના ડબ્બા ધોઈને તેણે ભંગારમાં આપવા માટે જમા કરી રહ્યો હતો. આ ડબ્બા બીજી વખત ભોજન પીરસવા માટે નહોતા ધોવાઈ રહ્યા. કંપનીએ એવું પણ સ્પષ્ટ કર્યું છે કે રેલવે અધિકારીઓ કે ફૂડ સર્વિસ કંપનીની જાણ બહાર આ કામ કરવામાં આવ્યું હતું. 

    કંપનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ટ્રેનમાં પીરસવામાં આવતો તમામ ખોરાક IRCTCના અધિકૃત કિચનમાં અને કડક સ્વચ્છતા ધોરણો હેઠળ તાજો તૈયાર કરવામાં આવે છે, તેથી ખાદ્ય સુરક્ષાનું કોઈ ઉલ્લંઘન થયું નથી. ટ્રેન સ્ટાફ અને કેટરિંગ પાર્ટનર એક્સપ્રેસ ફૂડ સર્વિસીસના સત્તાવાર પત્રોમાં જણાવાયું છે કે આ ઘટના માત્ર એક જ ઘટના હતી અને તે કોઈ નિયમિત કે સિસ્ટમ દ્વારા થતી ભૂલ નહોતી.

    કંપનીએ અપીલ કરી છે કે વાયરલ પોસ્ટ ખોટી અને ભ્રામક છે, તેથી તેને સત્ય ગણવામાં ન આવે. સાથે એ પણ નોંધવા જેવું છે કે, આ ડિસ્પોઝેબલ ખાદ્ય કન્ટેનર એલ્યુમિનિયમના બનેલા હોય છે અને ભંગાર તરીકે વેચવામાં આવતા તેની કિંમત કાગળ અને પ્લાસ્ટિક કરતાં વધુ મળે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં