Tuesday, March 31, 2026
More
    હોમપેજમિડિયાકેસ લવ જેહાદનો, મીડિયા રમે છે કોર્ટની ટિપ્પણી પર: કેવી રીતે અફાક...

    કેસ લવ જેહાદનો, મીડિયા રમે છે કોર્ટની ટિપ્પણી પર: કેવી રીતે અફાક અહમદના કેસને અપાયો એંગલ, આરિફ-સાદિકની કરતૂત પર કરાયો ઢાંકપિછોડો

    રસપ્રદ વાત એ છે કે અફાકના પરિવાર સામે એક નહીં, પરંતુ ત્રણ FIR નોંધાઈ છે. એક આરિફ સામે, બીજી અફાક સામે અને ત્રીજી તેમના કાકા સાદિક સામે, જેમણે સ્થાનિક ચેનલ પર કહ્યું હતું કે, “તેમના ભત્રીજાને ખોટો ફસાવાયો છે.”

    - Advertisement -

    અલાહાબાદ હાઇકોર્ટની તાજેતરની ટિપ્પણી મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. કેટલાક સમાચારપત્રો અને ઓનલાઈન પોર્ટલ્સે હેડલાઈન્સ આપી છે કે કોર્ટે વોટ્સએપ પરના ‘વણકહ્યા શબ્દો’ને નફરત ફેલાવવાનું માધ્યમ ગણાવ્યું છે. આ હેડલાઈન્સ ક્યારેક એવી રીતે રજૂ થઈ છે કે જાણે કોર્ટે કોઈની ચૂપકીદીને પણ ગુનો ગણાવી દીધી, પરંતુ હકીકત એ છે કે આ મામલો લવ જેહાદ અને બળજબરીથી ધર્માંતરણ સાથે સંકળાયેલો છે.

    આ ટિપ્પણી બિજનૌરના એક કેસમાં સામે આવી છે, જેમાં અફાક અહમદ નામના મુસ્લિમ યુવકે પોતાની વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરવા અરજી કરી હતી. કોર્ટે અરજી ફગાવતાં કહ્યું:

    “વોટ્સએપ પર મોકલેલો કોઈ સંદેશ ભલે ધર્મનો સીધો ઉલ્લેખ ન કરે, પરંતુ જો તેમાં વણકહેલાં શબ્દો કે સંકેતો દ્વારા કોઈ સમુદાય પ્રત્યે નફરત, દુશ્મની કે દ્વેષ ફેલાવવાનો ઈરાદો હોય તો તે ગુનો ગણાશે.”

    - Advertisement -

    શું છે સમગ્ર મામલો?

    આ સમગ્ર મામલો હકીકતે લવ જેહાદ અને બળજબરીથી ધર્માંતરણનો છે. અફાકનો ભાઈ આરિફ અહમદ હાલ જેલમાં છે. આરિફ પર આરોપ છે કે તેણે એક હિંદુ યુવતી સાથે સંબંધ બાંધીને તેને ધર્માંતરણ માટે દબાણ કર્યું અને તેને દુબઈ લઈ જવાની યોજના બનાવી હતી.

    આ ફરિયાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) કાર્યકર્તા સંદીપ કૌશિકે નોંધાવી હતી. શરૂઆતમાં નાની કલમો હેઠળ નોંધાયેલી FIR બાદમાં ગંભીર કલમોમાં ફેરવાઈ, જેમાં બળાત્કાર, છેતરપિંડી, ઝેર આપવું અને ધર્માંતરણ અધિનિયમ, 2021નો સમાવેશ થાય છે.

    ધરપકડ બાદ અફાકે તેના પરિચિતોને વોટ્સએપ સંદેશ મોકલ્યો હતો. તેણે લખ્યું કે તેના ભાઈને રાજકીય દબાણ હેઠળ ખોટા કેસમાં ફસાવાયો છે અને તેના પરિવારના બહિષ્કારની વાતો થઈ રહી છે. તેણે એમ પણ લખ્યું કે, “તેને ડર છે કે ટોળું તેને મારી ન નાખે,” પરંતુ સાથે જ તેણે કોર્ટ અને ન્યાયવ્યવસ્થામાં વિશ્વાસ વ્યક્ત કર્યો.

    આ સંદેશ દેખીતી રીતે સામાન્ય લાગે, પરંતુ કોર્ટે તેને ગંભીરતાથી લીધો. જસ્ટિસ જે.જે. મુનીર અને જસ્ટિસ પ્રમોદ કુમાર શ્રીવાસ્તવની ખંડપીઠે કહ્યું કે “આ સંદેશમાં ધર્મનો સીધો ઉલ્લેખ નથી, પરંતુ તેના વણકહેલાં શબ્દો સ્પષ્ટપણે એવું ચિત્ર ઉભું કરે છે કે આરોપીનો ભાઈ મુસ્લિમ હોવાને કારણે નિશાન બન્યો છે.” કોર્ટે ઉમેર્યું કે, “આ ‘Unsaid World’ એક ચોક્કસ સમુદાયની ધાર્મિક લાગણીઓ ભડકાવી શકે છે અને બે સમુદાયો વચ્ચે દુશ્મની, નફરત કે અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરી શકે છે.”

    કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ મામલો ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 353(3) (ધાર્મિક સ્થળે ગુનો) હેઠળ ન આવે, પરંતુ કલમ 353(2) હેઠળ ગુનો બને છે, કારણ કે આ સંદેશમાં નફરત ફેલાવવાની ક્ષમતા છે. કોર્ટે કહ્યું કે, “આ મામલો માત્ર એક વ્યક્તિની વ્યક્તિગત વેદનાનો નથી, પરંતુ તે સમાજની સાંપ્રદાયિક રચનાને અસર કરી શકે છે.”

    તેથી કોર્ટે અફાકની અરજી ફગાવી અને કહ્યું કે, “આ મામલો તપાસને પાત્ર છે અને તેને શરૂઆતના તબક્કે રોકી શકાય નહીં.”

    આ પહેલો કેસ નથી જ્યારે લવ જેહાદના આરોપો બાદ આવા વિવાદો ઊભા થયા હોય. કોર્ટે આ વખતે સ્પષ્ટ કર્યું કે ધાર્મિક ઓળખના નામે પોતાને પીડિત ગણાવતાં નિવેદનો પણ આડકતરી રીતે નફરત ફેલાવવાનું કારણ બની શકે છે.

    રસપ્રદ વાત એ છે કે અફાકના પરિવાર સામે એક નહીં, પરંતુ ત્રણ FIR નોંધાઈ છે. એક આરિફ સામે, બીજી અફાક સામે અને ત્રીજી તેમના કાકા સાદિક સામે, જેમણે સ્થાનિક ચેનલ પર કહ્યું હતું કે, “તેમના ભત્રીજાને ખોટો ફસાવાયો છે.”

    ફરિયાદ કરનારા RSS કાર્યકર્તા સંદીપ કૌશિકે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ને જણાવ્યું હતું કે, “યુવતીનો પરિવાર ડરના ઓથાયામાં હતો. મેં જવાબદાર નાગરિક તરીકે પોલીસમાં ફરિયાદ કરી. આ સમાજની સુરક્ષાનો મામલો હતો.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં