Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતબૂઆના ઘેર રહેતી હતી અમ્મી-અબ્બુ વગરની સગીરા, ફૂફા સહિત અનેક પરિચિતોએ બળાત્કાર...

    બૂઆના ઘેર રહેતી હતી અમ્મી-અબ્બુ વગરની સગીરા, ફૂફા સહિત અનેક પરિચિતોએ બળાત્કાર કરી ગર્ભવતી બનાવી: 5 સામે ફરિયાદ, તપાસમાં વધુ 10 નામ ખુલે તેવી શક્યતા

    બાળકી લગભગ છેલ્લા 8 મહિનાથી બળાત્કારનો ભોગ મની રહી હતી. આ દરમિયાન તેને 6 મહિનાનો ગર્ભ રહી ગયો હતો અને જેના કારણે આખી ઘટના સામે આવી હતી.

    - Advertisement -

    સુરેન્દ્રનગરના વઢવાણથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘટનામાં મુસ્લિમ પરિવારની એક અનાથ બાળકી પર પાશવી બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. આ બળાત્કારને અંજામ આપનાર અન્ય કોઈ નહીં, પરંતુ તેના સગ્ગા ફૂફા અને પરિચિત લોકો જ હતા. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા અનેક મહિનાઓથી બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવી રહ્યો હતો. વારંવાર બળાત્કારનો ભોગ બનવાથી બાળકી ગર્ભવતી બની હતી અને આખી ઘટના પ્રકાશમાં આવી છે. વઢવાણમાં સગીરા પર બળાત્કાર થયાની ઘટનાથી આખા પંથકમાં ચકચાર મચી છે.

    મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે રહેતી એક મુસ્લિમ પરિવારની બાળકી તેના અમ્મી-અબ્બુના મોત બાદ તેની બૂઆના ઘરે રહેતી હતી. અસહાય સગીરા તે નહોતી જાણતી કે આ ઘરમાં તેના પર જહન્નમ કરતા પણ વધુ જુલમ કરવામાં આવશે. વાત એમ છે કે અમ્મી-અબ્બુ વગરની આ બાળકી પર તેના જ સગ્ગા ફૂફા રેહમાને નજર બગાડી હતી અને બળાત્કારનો ભોગ બનાવી હતી.

    આ ઘટનાક્રમ આટલે જ ન અટક્યો, ફૂફા રેહમાન બાદ સલમાન મલેક, અમીર મલેક, અબ્દુલ મિરઝા, અને મોહમ્મદ અબ્દુલે પણ 16 વર્ષની બાળકી પર નજર બગડી અને બળાત્કાર કર્યો. અહેવાલોમાં જણાવ્યા અનુસાર અમીરે એક વાર અને અન્ય લોકોએ અનેક વાર બાળકીના શરીરને ચૂંથ્યુ હતું. આરોપ તેવો પણ છે કે સલમાન મલેક અને અબ્દુલ મિરઝા બાળકીને વારંવાર બાઈક પર બેસાડી અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારના પગલે બાળકીને 6 મહિનાનો ગર્ભ રહી જતા આ ભાંડો ફૂટ્યો હતો. (પીડિતા સગીર હોવાથી અહીં દરેક આરોપીના નામ બદલવામાં આવ્યા છે.)

    - Advertisement -

    બળાત્કારનો ભોગ બન્યા બાદ બાળકી ગર્ભવતી, તપાસમાં હજૂ 10 નામ ખૂલે તેવી શક્યતા

    ઉલ્લેખનીય છે કે બાળકી લગભગ છેલ્લા 8 મહિનાથી બળાત્કારનો ભોગ મની રહી હતી. આ દરમિયાન તેને 6 મહિનાનો ગર્ભ રહી ગયો હતો અને જેના કારણે આખી ઘટના સામે આવી હતી. બાળકી ગર્ભવતી હોવાની જાણ થતાં જ સુરેન્દ્રનગર પોલીસે આરોપીઓ વિરદ્ધ ધાક-ધમકી, પોક્સો અને બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    પ્રાથમિક તપાસ અનુસાર બાળકીના ફૂફા સહિત પાંચ લોકોએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ સંદેશે આપેલા અહેવાલ અનુસાર આ ઘટનામાં વધુ તપાસ બાદ બીજા 10 લોકોના નામ પણ સામે આવે તેવી શક્યતાઓ છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર બળાત્કાર કરનાર આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે.

    બીજી તરફ ઑપઇન્ડિયાએ આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ત્યાંથી અમારી ટીમને જણાવવામાં આવ્યું હતું કે આરોપીઓની ધરપકડ હજુ બાકી છે અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ મામલે વધુ વિગતો મળતાની સાથે જ અમે આ લેખને અપડેટ કરીશું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં