Monday, October 7, 2024
More
    હોમપેજગુજરાતપીરાણા ખાતેના પ્રેરણાપીઠ નિષ્કલંકી મંદિર પર મુસ્લિમ ટોળા દ્વારા ઘાતક હુમલો: VHP...

    પીરાણા ખાતેના પ્રેરણાપીઠ નિષ્કલંકી મંદિર પર મુસ્લિમ ટોળા દ્વારા ઘાતક હુમલો: VHP અનુસાર આ પૂર્વ-આયોજિત હુમલામાં દેવી-દેવતાઓની અનેક મૂર્તિઓ ખંડિત કરાઈ

    આ સ્થળે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. જેમાં મુસ્લિમ પક્ષ આ મંદિર એક દરગાહ હોવાની વાત કરતો આવ્યો છે, જ્યારે હિંદુ પક્ષ તેને મંદિર ગણાવી રહ્યો છે.

    - Advertisement -

    અમદાવાદના પીરાણા ખાતે આવેલ પ્રેરણાપીઠ નિષ્કલંકી મંદિર પર મુસ્લિમ ટોળા દ્વારા હુમલો કરાયો છે. આ હુમલાનો એક વિડીયો પણ વાઇરલ થઈ રહ્યો છે જેમાં કેટલાય લોકો જેમાં મોટાભાગના જાળીદાર ટોપી પહેરેલી દેખાય છે, તેઓ લાઠી દંડાઓ સાથે મંદિર પર હુમલો કરતા દેખાય છે. VHPએ પોતાની પોસ્ટમાં દાવો કર્યો છે કે આ હુમલો પૂર્વ-આયોજિત હતો અને તેમાં હિંદુ દેવી-દેવતાઓની અનેક મૂર્તિઓ પણ ખંડિત કરાઈ છે.

    નોંધનીય છે કે આ સ્થળે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. જેમાં મુસ્લિમ પક્ષ આ મંદિર એક દરગાહ હોવાની વાત કરતો આવ્યો છે, જ્યારે હિંદુ પક્ષ તેને મંદિર ગણાવી રહ્યો છે.

    તેવામાં વાત વહેતી થઈ કે અહીંથી અમુક કબરો હટાવવામાં આવી છે. આ વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિક મુસ્લિમોના ટોળા એકઠા થઈ ગયા હતા. થોડી જ વારમાં આવા એક ટોળાએ મંદિરમાં ઘૂસીને તોડફોડ શરૂ કરી દીધી હતી. ટોળાના હાથમાં લાકડા અને લોખંડના દંડાઓ પણ જોવા મળી રહ્યા હતા.

    - Advertisement -

    વિશ્વ હિંદુ પરિષદ, ગુજરાતના આધિકારિક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ હુમલાનો એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો અને સાથે દાવો કરવામાં આવ્યો હતો કે હુમલો પૂર્વ આયોજિત હતો. હિંદુ સંગઠને આગળ દાવો કર્યો છે કે આ હુમલામાં મંદિરની અંદર સ્થાપિત દેવી-દેવતાઓની અનેક મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે. ઑપઇન્ડિયાએ આ બાબતે VHPનો સંપર્ક કરવાઓ પ્રયત્ન કરુણ છે પરંતુ તે સધાઈ શક્યો ને.

    ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસવડા અને SOG, LCB સહિતનો પોલીસકાફલો પણ તાત્કાલિક પીરાણા ખાતે પહોંચી ગયો હતો. તેઓએ તુરંત જ સ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલ આ બાબતે વધુ તપાસ શરૂ થઈ ગઈ છે. વધુ જાણકારી પ્રકાશમાં આવતા આ રિપોર્ટને અપડેટ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં