Monday, November 11, 2024
More
    હોમપેજદેશફઝલુદ્દીનને બ્લાસ્ટ કરવી હતી મુંબઈ-હાવડા મેલ: એક જ રાતમાં એક ટ્રેન અને...

    ફઝલુદ્દીનને બ્લાસ્ટ કરવી હતી મુંબઈ-હાવડા મેલ: એક જ રાતમાં એક ટ્રેન અને 2 ફ્લાઇટને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, તપાસ ચાલુ

    એર ઇન્ડીયાની ફ્લાઈટે ગઈ રાત્રે 2 વાગ્યે મુંબઈથી ન્યૂયોર્ક માટે ઉડાન ભરી હતી. ટેક-ઓફ થયાના થોડા જ સમયમાં તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. તો બીજી તરફ મુંબઈ-હાવડા મેલમાં પણ ટ્રેનમાં ટાઈમ બોમ્બ છે અને તે નાસિક પહોંચતા જ ફૂટી જશે તેવી ધમકી અપાઈ હતી.

    - Advertisement -

    છેલ્લા 24 કલાક જ મુંબઈથી ન્યૂ યોર્ક (New York) જઈ રહેલા એર ઇન્ડિયાની ફ્લાઈટ (Air India), મસ્કત જતી ઈન્ડીગોની ફ્લાઈટ અને મુંબઈ હાવડા મેલને (Mumbai-Hawra Express) બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. ધમકી મળ્યા બાદ ફ્લાઈટને દિલ્હી ડાઈવર્ટ કરી દેવામાં આવી હતી, જયારે મુંબઈ-હાવડા મેલને રોકીને તેનું સઘન સુરક્ષા તપાસ કરવામાં આવી હતી. ત્રણેવ કિસ્સાઓને લઈને સુરક્ષા એજન્સીઓ હરકતમાં છે.

    પહેલા વાત કરીએ એર ઇન્ડિયાની ફ્લાઈટની તો, આ ફ્લાઈટે ગઈ રાત્રે 2 વાગ્યે મુંબઈથી ન્યૂયોર્ક માટે ઉડાન ભરી હતી. ટેક-ઓફ થયાના થોડા જ સમયમાં તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતાની સાથે જ ફ્લાઈટને દિલ્હી ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. દિલ્હી પહોંચતાની સાથે જ તમામ યાત્રીઓને સુરક્ષિત ઉતારીને સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

    તાત્કાલિક યાત્રીઓ અને સ્ટાફની સુરક્ષાને ધ્યાને લઈને તમામ માનક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું. તપાસ બાદ પ્લેનમાં કોઈ જ વાંધાજનક બાબત મળી આવી નહોતી. આ મામલે અધિકારીઓ જણાવ્યું હતું કે તમામ યાત્રીઓ સુરક્ષિત છે અને કોઈ જ વાંધાજનક વસ્તુ નથી મળી આવી. આ ધમકી કોના દ્વારા આપવામાં આવી છે તે દિશામાં તપાસ ચાલુ છે.

    - Advertisement -

    ઈન્ડીગોની મસ્કત જતી ફ્લાઈટને પણ ધમકી

    નોંધનીય છે કે એર ઇન્ડિયા બાદ ઇન્દીગોની મસ્કત જતી ફ્લાઈટને પણ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી મળ્યા બાદ પ્લેનને સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યું હતું અને તેનું પણ પ્રોટોકોલ મુજબ સઘન સુરક્ષા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે તેમાં પણ કશુજ વાંધાજનક નહોતું મળી આવ્યું.

    મુંબઈ-હાવડા એક્સપ્રેસમાં બ્લાસ્ટની ધમકી

    એર ઇન્ડીયાને ધમકી બાદ મુંબઈ-હાવડા મેલમાં પણ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી. આ ધમકી X પરથી આપવામાં આવી હતી. ધમકી આપવામાં આવી હતી કે ટ્રેનમાં ટાઈમ બોમ્બ છે અને તે નાસિક પહોંચતા જ ફૂટી જશે. ધમકી મળતાની સાથે જ જલગાંવ ખાતે સવારે 4:15 વાગ્યે ટ્રેન રોકી દેવામાં આવી અને સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. અહીં પણ સુરક્ષા કર્મીઓને કશું જ નહોતું મળ્યું.

    નોંધનીય છે કે ફઝલુદ્દીન નામના X હેન્ડલ પરથી આ પ્રકારની બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીમાં લખવામાં આવ્યું હતું કે, “ક્યાબે હિન્દુસ્તાની રલવે! આજે સવારે તમે બધા લોહીના આંસુ રડશો. આજે ફ્લાઈટમાં પણ બોમ્બ મુકાયો છે અને 12809 ટ્રેનમાં પણ, નાસિક આવતાની સાથે જ ભીષણ વિસ્ફોટ થશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં