Tuesday, May 7, 2024
More
    હોમપેજગુજરાતભરૂચ: વાગરાના ઓચ્છણમાં હિંદુ વેપારી પર હુમલો કરનાર આરોપીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી...

    ભરૂચ: વાગરાના ઓચ્છણમાં હિંદુ વેપારી પર હુમલો કરનાર આરોપીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી શરૂ; તસ્લીમા, ફિરોઝા અને સબીનાની ધરપકડ હજુ બાકી

    વાતચીત દરમિયાન PSI જાડેજાએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, આરોપી પક્ષે જામીન મેળવવા કોઈ અરજી કે એફિડેવિટ કરવામાં આવ્યું હોય તેવું હજુ ધ્યાને નથી આવી રહ્યું. કેસની ન્યાયિક તપાસ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

    - Advertisement -

    થોડા દિવસ અગાઉ ભરૂચના વાગરા તાલુકામાં આવેલા ઓચ્છણ ગામે કરિયાણાની દુકાન ચલાવતા કિશન નામના હિંદુ યુવક પર મુસ્લિમ ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ હવે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે. આરોપીઓની અટક કર્યા બાદથી પોલીસ ઘટનાના મૂળ સુધી જવા તપાસ ચલાવી રહી છે.

    સમગ્ર ઘટનામાં માહિતી લેવા ઑપઇન્ડિયાએ વાગરા પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા એ. કે જાડેજાનો સંપર્ક કર્યો હતો. તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “મહિલા આરોપીઓ સિવાયના બાકીના આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તમામને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. હાલ તેમના રિમાન્ડ નામંજૂર થયા છે. ગામમાં શાંતિ ન ડહોળાય તે માટે ગામમાં હજુ પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત છે. આ આખા કેસની તપાસ CPI કરી રહ્યા છે.”

    વાતચીત દરમિયાન PSI જાડેજાએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, આરોપી પક્ષે જામીન મેળવવા કોઈ અરજી કે એફિડેવિટ કરવામાં આવ્યું હોય તેવું હજુ ધ્યાને નથી આવી રહ્યું. કેસની ન્યાયિક તપાસ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

    - Advertisement -

    શું હતી આખી ઘટના

    ઘટના ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ઓચ્છણ ગામની છે. ગામમાં આવેલા રામજી મંદિર નીચે કેટલીક દુકાનો બનાવવામાં આવી છે, જેમાં મૂળ રાજસ્થાનના રહેવાસી કિશન કુમાત કરિયાણાની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 21 એપ્રિલના રોજ રાતના સાડા દસ વાગ્યાના આરસમાં આરોપી અબ્દુલ અહમદ પટેલના 2 દીકરા કિશનની દુકાને વસ્તુ લેવા આવ્યા હતા. આ દરમિયાન બંને જણા અપશબ્દો બોલી રહ્યા હતા. અપશબ્દો સાંભળી કિશને તેમને દુકાનમાંથી વસ્તુ લઇ દૂર ચાલ્યા જવાનું કહેતાં તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.

    અબ્દુલના બંને દીકરાઓ ઉશ્કેરાઈ ગયા હતા અને વેપારી અને તેના પત્નીને ગાળો ભાંડવા લાગ્યા હતા. બોલાચાલી સાંભળીને જાવીદ, હુજેફ, મુસ્તાક, રીયાઝ, અબ્દુલ સહિત 15થી 20 જણાનું ટોળું આવી ચઢ્યું હતું અને કિશનને ઘેરીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. બાકીના ટોળાએ મંદિર નીચે રહેલી દુકાન પર પથ્થરમારો પણ કર્યો હોવાનું પણ FIRમાં જણાવવામાં આવ્યું છે. દરમિયાન કિશનની દુકાન પણ સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

    ઑપઇન્ડિયા સાથે વાતચીતમાં કિશને જણાવ્યું હતું કે, “આસપાસના લોકોએ વચ્ચે પડીને મને છોડાવ્યો હતો. તેઓ ‘છરો મારી દો….’ તેવી બૂમો પાડી રહ્યા હતા. આ બધા વચ્ચે મારા પાડોશીએ મને કહ્યું કે કિશનભાઈ તમે મારા ઘરમાં આવી જાઓ આ લોકો તમને મારી નાખશે. હું તેમના ઘરમાં જતો રહ્યો.”

    ઘટનામાં સરપંચ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો

    ઘટનામાં હિંદુ વેપારી ઉપરાંત ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ રાણા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઑપઇન્ડિયા સાથે વાતચીતમાં તેમણે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, “ગામમાં એક લગ્ન હતાં અને હું ત્યાં હાજરી આપવા ગયો હતો. દરમિયાન કોઈએ આવીને મને કહ્યું કે રામજી મંદિર નીચે કરિયાણાની દુકાન ચલાવતા કિશનને મુસ્લિમ ટોળું મારી રહ્યું છે, એને બચાવો નહિતર તેને મારી નાંખશે. આ સાંભળી હું અને અન્ય કેટલાક લોકો ત્યાં ઝઘડો શાંત પાડવા ગયા. જેવો હું વચ્ચે પડ્યો તે લોકોએ મારી પર પણ હુમલો કરી દીધો. મારાં કપડાં ફાડી નાખ્યાં. મને પીઠમાં અને ગળાના ભાગે ઈજાઓ પહોંચી છે. હુમલાખોર ટોળામાં મહિલાઓ પણ હતી અને તે બધા એટલા ઉગ્ર હતા કે કિશનને જાનથી મારી નાખવાની વાત કરતા હતા.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં