Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાત'કાફરોને મારો સાલાઓને… છરો ઘાલી દો… સળગાવી દો…': ભરૂચના ઓચ્છણમાં રામજી મંદિર...

    ‘કાફરોને મારો સાલાઓને… છરો ઘાલી દો… સળગાવી દો…’: ભરૂચના ઓચ્છણમાં રામજી મંદિર નીચે કરિયાણાની દુકાન ચલાવતા હિંદુ વેપારી પર જીવલેણ હુમલો; અબ્દુલ, ફિરોઝા, સબીના સહિત 11ના ટોળા વિરુદ્ધ ફરિયાદ

    મૂળ રાજસ્થાનના રહેવાસી કિશન કુમાત કરિયાણાની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 21 એપ્રિલના રોજ રાતના સાડા દસ વાગ્યાના આરસમાં આરોપી અબ્દુલ અહમદ પટેલના 2 દીકરા કિશનની દુકાને વસ્તુ લેવા આવ્યા હતા. આ દરમિયાન બંને જણા અપશબ્દો બોલી રહ્યા હતા.

    - Advertisement -

    ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા ઓચ્છણ ગામે આવેલા રામજી મંદિર નીચે પરચુરણ કરિયાણાની દુકાન ચલાવતા હિંદુ વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં વેપારી અને તેમના પત્ની ઈજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ મુસ્લિમ ટોળાના હુમલાથી વેપારીને બચાવવા આવેલા સરપંચ સહિતના લોકો પર પણ ટોળાએ હુમલો કરી માર માર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓ પીડિત યુવકને જાનથી મારી નાખવાની ફિરાકમાં હતા. ભરૂચના ઓચ્છણ ગામે હિંદુ યુવક પર હુમલો થયા બાદ વાગરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે 2 સગીર સહિત 11ના ટોળા વિરુદ્ધ FIR દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.

    મળતી માહિતી અનુસાર ઘટના ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ઓચ્છણ ગામની છે. ગામમાં આવેલા રામજી મંદિર નીચે કેટલીક દુકાનો બનાવવામાં આવી છે, જેમાં મૂળ રાજસ્થાનના રહેવાસી કિશન કુમાત કરિયાણાની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 21 એપ્રિલના રોજ રાતના સાડા દસ વાગ્યાના આરસમાં આરોપી અબ્દુલ અહમદ પટેલના 2 દીકરા કિશનની દુકાને વસ્તુ લેવા આવ્યા હતા. આ દરમિયાન બંને જણા અપશબ્દો બોલી રહ્યા હતા. અપશબ્દો સાંભળી કિશને તેમને દુકાનમાંથી વસ્તુ લઇ દુર ચાલ્યા જવાનું કહેતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.

    કિશને નોંધાવેલી ફરિયાદ અનુસાર અબ્દુલના બંને દીકરાઓ દુકાન પાસે ગાળાગાળી કરી રહ્યા હોવાથી કિશને તેમને કહ્યું હતું કે મહિલાઓ ઉભી છે, ગાળો ન બોલો. આ સાંભળી બંને ઉશ્કેરાઈ ગયા હતા અને વેપારી અને તેના પત્નીને ગાળો ભાંડવા લાગ્યા હતા. બોલાચાલી સાંભળીને જાવીદ, હુજેફ, મુસ્તાક, રીયાઝ, અબ્દુલ સહિત 15 થી 20 જણાનું ટોળું આવી ચઢ્યું હતું. ટોળાએ કિશનને ઘેરીને માર મારવા લાગ્યા હતા. બાકીના ટોળાએ મંદિર નીચે રહેલી દુકાન પર પથ્થરમારો પણ કર્યો હોવાનું પણ FIRમાં જણાવવામાં આવ્યું છે. દરમિયાન કિશનની દુકાન પણ સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    છરો મારી દો…સળગાવી દો… બાજુવાળાના ઘરમાં ઘુસી ગયો ત્યારે મારો જીવ બચ્યો: પીડિત યુવક કિશન

    આ સમગ્ર મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ પીડિત યુવક કિશન કુમાવતનો સંપર્ક કર્યો હતો. ઑપઇન્ડિયા સાથે વાતચીતમાં કિશને જણાવ્યું હતું કે, “અબ્દુલ પટેલના બંને બાળકો છેલ્લા કેટલાક સમયથી મારી દુકાને આવી બળજબરીથી બરણીઓ ખોલી મનફાવે તે વસ્તુ ઉઠાવી લેતા. હું પૈસા માંગું તો કહેતા કે અમે થોડી ગામ છોડી ભાગી જવાના. તેવામાં ગઈકાલે બંને મારી દુકાને આવીને ગાળાગાળી કરી રહ્યા હતા. મેં તેમને ના પડી તો મારી સાથે પણ ગાળાગાળી કરી.”

    કિશને આગળ જણાવ્યું કે, “આ બબાલ ચાલી જ રહી હતી ત્યાં જ અબ્દુલ અહમદ, રીયાઝ, ફિરોઝા, સબીના, તસ્લીમા, સઈદ, મુસ્તાક, હુજેફ અને જાવીદ સહિત 15-20નું ટોળું આવી ચઢ્યું. તે લોકોએ મને ઘેરીને મારવાનું શરૂ કરી દીધું. મારી પત્ની વચ્ચે આવી તો તેને પણ માર માર્યો. આસપાસના લોકોએ વચ્ચે પડીને મને છોડાવ્યો હતો. તે લોકો બુમો પડતા હતા કે છરો મારી દો.. તેવી બૂમો પાડી રહ્યા હતા. આ બધા વચ્ચે મારા પાડોશીએ મને કહ્યું કે કિશનભાઈ તમે મારા ઘરમાં આવી જાઓ આ લોકો તમને મારી નાંખશે. હું તેમના ઘરમાં જતો રહ્યો, એટલામાં ગામના સરપંચ અને અન્ય લોકો આવી જતા તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો. હું પડોશીના ઘરમાંથી બહાર આવ્યો તો જોયું કે મારી દુકાન સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.”

    તેમણે કહ્યું કે, “આ દરમિયાન પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટોળાને વિખેરી દીધું હતું. મારી દુકાનના ખૂણામાં લગાવવામાં આવેલી આગ પણ પોલીસે જ ઓલવી હતી. જો મારા પડોશીઓએ મને ઘરમાં સંતાડ્યો ન હોત અને ગામના સરપંચ સહિતના લોકો વચ્ચે ન પડ્યા હોત તો મને જાનથી મારી નાખવામાં આવ્યો હોત.”

    હું બચાવવા વચ્ચે પડ્યો તો મને પણ માર માર્યો- સરપંચ ધર્મેન્દ્રસિંહ રણા

    ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં હિંદુ વેપારી ઉપરાંત ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ રણા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઑપઇન્ડિયાએ તેમનો પણ સંપર્ક કરતા તેમણે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, “ગામમાં એક લગ્ન હતા અને હું ત્યાં હાજરી આપવા ગયો હતો. દરમિયાન કોઈએ આવીને મને કહ્યું કે રામજી મંદિર નીચે કરિયાણાની દુકાન ચલાવતા કિશનને મુસ્લિમ ટોળું મારી રહ્યું છે, એને બચાવો નહિતર તેને મારી નાંખશે. આ સાંભળી હું અને અન્ય કેટલાક લોકો ત્યાં ઝઘડો શાંત પાડવા ગયા. જેવો હું વચ્ચે પડ્યો તે લોકોએ મારી પર પણ હુમલો કરી દીધો. મારા કપડા ફાડી નાખ્યા. મને પીઠમાં અને ગળાના ભાગે ઈજાઓ પહોંચી છે. હુમલાખોર ટોળામાં મહિલાઓ પણ હતી અને તે બધા એટલા ઉગ્ર હતા કે કિશનને જાનથી મારી નાખવાની વાત કરતા હતા.”

    વાતચીત દરમિયાન તેમણે પણ પુષ્ટિ કરી હતી કે પીડિત દુકાનદારની દુકાનને સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, “ટોળું જે રીતે કિશનને મારી રહ્યું હતું તે જોતા તેમ લાગતું હતું કે તેને પતાવી જ દેત. અમે જોખમ લઈને વચ્ચે પડ્યા તો અમારા પર હુમલો કર્યો. જ્યાં હુમલો થયો તે આખો વિસ્તાર હિંદુઓનો છે, ત્યાં અમારું રામજી મંદિર છે. ટોળું એમ જ કહી રહ્યું હતું કે આમને છરા ઘુસાવી દો. પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો અને કાર્યવાહી કરી હતી.”

    ઉલ્લેખનીય છે કે આ આખી ઘટનામાં ભરૂચ જિલ્લાની વાગરા પોલીસે અબ્દુલ અહમદ પટેલ અને તેના 2 બાળકો ઉપરાંત રીયાઝ મુસ્તાક પટેલ, ફિરોઝા મુસ્તાક પટેલ, સબીના મુસ્તાક પટેલ, તસ્લીમા મુસ્તાક પટેલ, તસ્લીમા અબ્દુલ પટેલ, સઈદ અહમદ પટેલ, મુસ્તાક અહમદ પટેલ, હુજૈફ ઝાકીર પટેલ અને જાવીદ આદમ પટેલ એમ 11 લોકો વિરુદ્ધ IPCની કલમ 143, 147, 149, 323, 337, 436, 504, અને 506 (2) અંતર્ગત FIR નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં