Monday, September 9, 2024
More
    હોમપેજરાજકારણભાજપના સ્મૃતિ ઇરાની સામે હથિયાર મૂકી દેતા રાહુલ ગાંધી: અમેઠીની જગ્યાએ માતાની...

    ભાજપના સ્મૃતિ ઇરાની સામે હથિયાર મૂકી દેતા રાહુલ ગાંધી: અમેઠીની જગ્યાએ માતાની બેઠક રાયબરેલીથી લડશે ચૂંટણી, બહેન પ્રિયંકાનો તો ચૂંટણી લડવાનો જ નનૈયો

    અત્યાર સુધી સોનિયા ગાંધી રાયબરેલીથી સાંસદ હતા પરંતુ તેઓ તાજેતરમાં જ રાજસ્થાનથી રાજ્યસભામાં ગયા હતા, જેના પછી આ સીટ ખાલી પડી હતી. અગાઉ એવી ચર્ચા હતી કે પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લોકસભા લડશે પરંતુ તેમણે પણ પોતાના હાથ પાછા ખેંચી લીધા છે.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેઠી લોકસભા બેઠક પરથી સ્મૃતિ ઇરાની સામે ચૂંટણી નહીં લડે. તેના બદલામાં કોંગ્રેસે તેમને રાયબરેલી લોકસભાથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસે અમેઠીથી રાહુલ ગાંધીના સ્થાને કિશોરી લાલ શર્માને ઉમેદવાર બનાવ્યા છે. આ બંને સ્થાનો પર નામાંકન માટેની છેલ્લી તારીખ શુક્રવાર (3 મે 2024) છે. માટે હવે આ નામોમાં બદલાવ થવાની સંભાવના પણ નહિવત જ છે.

    શુક્રવારે જાહેર કરવામાં આવેલી કોંગ્રેસની યાદીમાં રાયબરેલીથી રાહુલ ગાંધીના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા તેઓ અમેઠીથી ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી હતી. તેઓ 2019 સુધી અમેઠીથી સાંસદ હતા પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે પોતાની આ જ પરંપરા બેઠક પરથી હારી ગયા હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે કેરળના વાયનાડથી ચૂંટણી લડી હતી જ્યાંથી તેઓ જીત્યા હતા.

    આ વખતે રાહુલ ગાંધીએ અમેઠી બેઠક પરથી સાંસદ સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી સોનિયા ગાંધી રાયબરેલીથી સાંસદ હતા પરંતુ તેઓ તાજેતરમાં જ રાજસ્થાનથી રાજ્યસભામાં ગયા હતા, જેના પછી આ સીટ ખાલી પડી હતી. અગાઉ એવી ચર્ચા હતી કે પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લોકસભા લડશે પરંતુ તેમણે પણ પોતાના હાથ પાછા ખેંચી લીધા છે.

    - Advertisement -

    રાહુલ ગાંધી ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ સામે ચૂંટણી લડશે. દિનેશ પ્રતાપ સિંહ ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી છે. તેમના નામની જાહેરાત ગુરુવારે (2 મે, 2024) કરવામાં આવી હતી. તેઓ 2019માં સોનિયા ગાંધી સામે પણ ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા.

    ગાંધી પરિવારના વફાદાર કિશોરી લાલ શર્માને મળી અમેઠીથી કોંગ્રેસની ઉમેદવારી

    બીજી તરફ કોંગ્રેસે અમેઠીથી કિશોરી લાલ શર્માને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેમનો મુકાબલો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાથે થશે. કહેવામાં આવી રહ્યું છે કે કિશોરી લાલ શર્મા ગાંધી પરિવારના જૂના વિશ્વાસુ રહી ચૂક્યા છે અને રાજીવ ગાંધીના સમયથી અમેઠી અને રાયબરેલી વિસ્તારમાં ગાંધી પરિવારના પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે.

    કિશોરી લાલ શર્મા મૂળ પંજાબના છે અને ગાંધી પરિવાર પ્રત્યેની વફાદારીના કારણે તેમને અમેઠીમાંથી લડાવવામાં આવ્યા છે. તેઓ અહીં ગાંધી પરિવારના ચૂંટણી સંચાલનની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે, આ સિવાય તેઓ પંજાબ કોંગ્રેસ કમિટીના સભ્ય અને બિહારના પ્રભારી પણ રહી ચૂક્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં